ભગવાન શ્રી કૃષ્ણની આ વાતો સાંભળીને તમે મન થી ક્યારેય નહિ હારો.

Astrology

મિત્રો આજે અમે તમને ભગવાન શ્રી કૃષ્ણની એવી વાતો સંભળાવીશું જે સાંભળીને તમે ક્યારેય મન થી નહિ હારો.શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે મારા પર ભરોસો રાખો પણ એવું નથી કીધું કે મારા ભરોસે બેસી રહો. હે પ્રભુ તે જે નથી આપ્યું તેનો અફસોસ ક્યારેય નહીં કરું કારણ કે તે એવું ઘણું આપ્યું છે જેની હું કલ્પના પણ ન કરી શકું. શ્રીકૃષ્ણ દરેક મનુષ્યને કહે છે કે તું તારા મનનું ધાર્યું જ કરે છે પણ થાય છે એ જ જે મેં ધાર્યું હોય. એકવાર તુ એ કરી જો જે હું ધારું છું પછી જો થાશે એ જ જે તેં ધાર્યું હોય. સુખ હોય ત્યારે તો બધા જ મળે છે પણ દુઃખ હોય ત્યારે તો ફક્ત ભગવાન જ મળે છે. જીવનની સુંદરતા એ વાત પર આધાર નથી રાખતી કે તમે કેટલા ખુશ છો પણ એ વાત પર આધાર રાખે છે કે તમારા લીધે લોકો કેટલા ખુશ છે.

કોઇની પણ વાતમાં પડતો નથી એટલે હું કોઇને નડતો નથી. જે ઘડીએ જે મળ્યું મંજૂર છે.,ભાગ્ય સાથે હું કદી લડતો નથી. કોણે છલકાવ્યા નજરના જામને આમ તો હું જામને આદતો નથી. હામ હૈયામાં છે મારા એટલે ઠોકરો ખાઉં છું પણ પડતો નથી. પૈસા? કયા પૈસા ઉપર હું ઘમંડ કરું? જે અંતિમ સમયમાં મારા પ્રાણ નહીં બચાવી શકે. શરીર? કયા શરીર પર હું અહંકાર કરું? જે અંતિમ સમયમાં મારા આત્માનો બોજ પણ ના ઉપાડી શકે .કયા શ્વાસ પર વિશ્વાસ કરું જે અંતિમ સમયમાં મારો સાથ સૌથી પહેલાં છોડી દેશે. કયા સંબંધો ઉપર હું આજે વિશ્વાસ કરું જે અંતિમ સમયમાં સ્મશાન પાસે પહોંચીને તૂટી જવાના છે. હા જો યાદ આવ્યું એક કામ કરું સારા કર્મો ની પોટલી બાંધવા મોડું જે અહીંયા પણ કામ આવશે અને બીજે પણ. ખૂબ સાદગી જોઈએ સંબંધો નિભાવવા માટે છળ કપટથી તો માત્ર મહાભારત રચી શકાય છે.

શ્રીકૃષ્ણ કહે છે શબ્દોથી માફ કરતા ઝાઝો સમય નથી લાગતો પણ દિલથી માફ કરતા પૂરી જિંદગી નીકળી જાય છે. જિંદગીના આ કુરુક્ષેત્રમાં પોતે જ કૃષ્ણ અને પોતે જ અર્જુન બનવું પડે છે. રોજ પોતાના જ સારથી બનીને જીવનની આ મહાભારત લડવી પડે છે.
જીવનમાં અડધા દુઃખો એટલે આવે છે કે આપણે એવા લોકો પર આશા રાખીને બેઠા છીએ જેના પર નહતી રાખવી જોઇતી અને અડધા દુઃખો એટલે આવે છે કે આપણે એવા લોકો પર શંકા કરી રહ્યા છીએ જેના પર નહતી કરવી જોઇતી. ભગવાનની ન્યાયની ઘંટી થોડીક ધીમે ચાલે છે પણ યાદ રાખજો એ દળે બહુ સારું. એવો વિશ્વાસ રાખજો ભગવાન તમને એ નહીં આપે જે તમને ગમે છે એ તો એ આપશે જે તમારા માટે સારું છે. ઇતિહાસ કહે છે કે કાલે સુખ હતું, વિજ્ઞાન કહે છે કે આવતી કાલે સુખ હશે, પણ ધર્મ કહે છે કે જો મન સાચું અને દિલ સારું હશે તો રોજ સુખી થશો.

અજ્ઞાની લોકો પોતાના લાભ માટે કામ કરે છે જ્યારે બુદ્ધિમાન લોકો સમગ્ર સૃષ્ટિના લાભ માટે કામ કરે છે. પ્રભુ સુખ પણ વહાલું છે મને અને દુઃખ પણ વહાલું છે. સુખ અને દુઃખ બંને તારા જ છે. સુખમાં હું આભાર માનું તારો અને દુઃખમાં ફરિયાદ કરું. ગમે તે પરિસ્થિતિમાં રાખે તું મને, બંનેમાં તને હું યાદ કરું. પ્રહલાદ જેવો વિશ્વાસ હોય, દ્રૌપદી જેવી પુકાર હોય, મીરાં જેવી વાટ હોય ને સાચા ભક્તની પુકાર હોય તો કૃષ્ણ એ તો આવ વું જ પડે છે. માન્યુ કે દરેક તકલીફમાં મનુષ્યનું દિલ દુઃખે છે, પણ દરેક તકલીફમાં મનુષ્ય કંઈકને કંઈક શિખે છે.થવાનું છે એ તો થવાનું જ છે અને જે નથી થવાનું એ નથી જ થવાનું એવો દ્રઢ સંકલ્પ જે મનુષ્યના મનમાં હોય એને ચિંતા નથી સતાવતી.સંપૂર્ણ ગીતા ના સાર રૂપે શ્રીકૃષ્ણે કહ્યું છે કે હે અર્જુન માણસ જે ચાહે તે બની શકે છે જો તે સંપૂર્ણ વિશ્વાસ સાથે ઇચ્છિત વસ્તુ ઉપર ચિંતન કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *