રાત્રે પ્રગટાવો ચાર વાટનો દીવો. આર્થિક સમસ્યાઓ ચપટીમાં થશે દૂર.

Astrology

જ્યોતિષ શાસ્ત્રમાં ધનની ખામી દૂર કરવાના અનેક ઉપાયો દર્શાવામાં આવ્યા છે. આ ઉપાય કરવાથી શુભફળ પ્રાપ્ત કરી શકાય છે. આ ઉપાય કરવા માટે કોઈપણ પ્રકારનો ખર્ચ કરવો પડતો નથી. રોજીંદા જીવનમાં ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુઓના ઉપયોગથી આ ઉપાયો કરી શકાય છે. આર્થિક તંગીને દૂર કરવા માટે પણ આવા સરળ ઉપાયો અમલમાં મુકી શકાય છે.

રાત્રે સૂતી વખતે માથાની તરફ એક પાણી ભરેલો ત્રાંબાનો કળશ રાખી દેવો. સવારે વહેલા ઉઠી આ કળશને સાત વખત પોતાના માથા પરથી ઉતારી અને પાણીને કોઈ કાંટાવાળા ઝાડમાં પધરાવી દેવું.રોજ સવારે સ્નાનાદિ કર્મ કરી અને ત્રાંબાના કળશમાં પાણી ભરી તેમાં કંકુ, ચોખા, ફુલ પધરાવી અને સૂર્ય નારાયણને અર્ધ્ય આપવો. પાણી ચડાવતી વખતે સૂર્ય મંત્રનો જાપ કરવો.

દરેક શુભ દિવસે પીપળામાં પાણી ચડાવવું, પીપળામાં શ્રીહરીનો વાસ હોય છે. પીપળાને પાણી ચડાવનારને જીવનમાં દરેક પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે.સમયાંતરે શિવજીને પ્રસાદમાં ખીર ચડાવવી. આ ખીરનો પ્રસાદ ગ્રહણ કરવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે અને આર્થિક લાભ પણ મળે છે. રાત્રે હનુમાનજીની છબિ સમક્ષ ચાર વાટનો દીવો કરવો. આ દીવા માટે તેલ અને માટીના કોડીયાનો ઉપયોગ કરવો. દીવો કર્યા પછી હનુમાન ચાલીસાનો પાઠ પણ કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *