મહાદેવનો આ મૃતસંજીવની મંત્ર દિવસમાં 1 માળા જાપ કરો, નિરોગી અને દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે.

Astrology

મિત્રો, દેવોના દેવ મહાદેવ ની અસીમ કૃપા જે ભક્ત ઉપર પડી જાય તેના જીવનનો બેડો પાર થઈ જાય છે. મહાદેવની કૃપાથી જીવન સુખમય બની જાય છે. શ્રદ્ધાપૂર્વક મહાદેવજી નું નામ સ્મરણ કરવાથી જ તન અને મન પ્રફુલ્લિત થઇ જાય છે અને સમગ્ર શરીરમાં એક અલગ જ આત્મવિશ્વાસ ભરાઈ જાય છે. મહાદેવજીનો મૃતસંજીવની મંત્ર ખૂબ જ શક્તિશાળી છે.

મહાદેવજીનો મૃતસંજીવની મંત્ર બોલવાથી મૃત્યુની આરે આવેલા લોકો પણ સજીવન થાય છે. કોઈપણ વ્યક્તિ જો મૃત્યુની નજીક જઇ રહ્યો હોય અને આ મંત્રનો નિયમિત પાઠ જો કરે તો મહાદેવજીની કૃપાથી તે મૃત્યુથી બહાર આવી શકે છે. જ્યારે સ્વાસ્થ્યને લગતી ખૂબ જ ગંભીર તકલીફ હોય અને ડોક્ટર પણ હાથ પકડવા તૈયાર ન હોય ત્યારે તે વ્યક્તિ આ મંત્રનો જાપ કરે તો તેના માટે આ મંત્ર ખૂબ જ ફળદાયી નીવડે છે. આ મંત્ર નિયમિત બોલવાથ લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે.

ૐ હૌં જૂં સ:। ૐ ભૂર્ભુવ: સ્વ:।
ૐ ત્રયંબકમ યજામહે સુગંધીં પુષ્ટિવર્ધનમ। ઉર્વારુકમિવ બંધનાંન્મત્યોર્મુક્ષી ય મામૃતાત॥

મહાદેવનો આ મંત્ર ખૂબ જ શક્તિશાળી છે. મહાદેવજીનું નામ લઈને પૂર્વ દિશા તરફ મુખ રાખીને આ મંત્રનો પાઠ કરવો જોઈએ. જ્યાં બેસીને આ મંત્રનો પાઠ કરો છો ત્યાં એક બીલીપત્ર મહાદેવજીનું સ્મરણ કરીને ચડાવવું જોઈએ. જો કોઇ બીમાર વ્યક્તિ આ મંત્રનો જાપ ન કરી શકે તો તેના સગા જેમકે માતા-પિતા, બહેન ,પત્ની તે બીમાર વ્યક્તિ માટે આ મંત્રનો જાપ કરી શકે છે. આ મંત્રનો જાપ રુદ્રાક્ષની માળાથી કરવો જોઈએ. સંપૂર્ણ શ્રદ્ધાથી મહાદેવજીનું નામ લઈને આ મંત્રનો જાપ કરવાથી તેનું અવશ્ય ફળ મળશે અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *