મિત્રો, આપણા સૌના મનમાં એક વિચાર અવશ્ય આવે છે કે આત્મા તો અમર છે જેનું કદી પણ મૃત્યુ થતું નથી. મૃત્યુ તો ફક્ત શરીરનું થાય છે. આત્મા પોતાનું જૂનું શરીર છોડીને નવું શરીર ધારણ કરે છે તો નવા શરીરમાં આત્માને તેના પાછલા જન્મનું કેમ કશું જ યાદ રહેતું નથી. આ બધા જ પ્રશ્નોનો ઉત્તર ભગવાન શ્રીકૃષ્ણએ શ્રીમદ ભગવત ગીતામાં આપ્યો છે. શ્રીમદ ભગવત ગીતાના બીજા અધ્યાયમાં આત્મા અને શરીરના વિષયમાં સમજાવતા ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે કેમ આત્માને પોતાના પાછલા જન્મનું કશું જ યાદ રહેતું નથી. ભગવાન કહે છે કે મનુષ્યની જન્મ અને મૃત્યુ ની પ્રક્રિયા ખૂબ જ કષ્ટકારક હોય છે. પ્રાણ નીકળતી વખતે અત્યંત પીડા નો અનુભવ કરવો પડતો હોય છે અને તે પીડા આત્માને ભોગવી પડતી હોય છે.
આત્મા જ્યારે નવો જન્મ લેવા માટે નવા ગર્ભમાં પ્રવેશ કરે છે ત્યારે તે આત્માને ગર્ભમાં અત્યંત દુઃખ તેમજ કષ્ટ ભોગવવા પડે છે. આ પીડા તેમજ દુઃખ તે આત્મા માટે એક જોરદાર ધક્કા બરાબર હોય છે. જેના પ્રભાવથી આત્માને તેના જુના જન્મ ની બધી જ યાદો લુપ્ત થઈ જાય છે. ગરુડ પુરાણમાં પણ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જ્યારે મનુષ્યનું મૃત્યુ નજીક આવી જાય છે અને જીવાત્મા શરીરનો ત્યાગ કરવા લાગે છે તે સમયે જીવાત્માને એક હજાર વીંછી કરડવા જેટલું દર્દ ભોગવવું પડતું હોય છે. તેવી જ રીતે જ્યારે જીવાત્મા નવો ગર્ભ ધારણ કરે છે ત્યારે તે જીવાત્માને અત્યંત દુઃખ અને કષ્ટ ભોગવવા પડે છે. જીવાત્મા ગર્ભમાં હલી શકતી નથી અને ભૂખ અને તરસથી તડપે છે.
આપણી જીવાત્મા જન્મ સમયે અત્યંત પીડા ભોગવે છે. આ કષ્ટ અને પીડા તે આત્મા માટે તેવો અનુભવ કરાવે છે જેવો કોઈ વ્યક્તિનો રસ્તા પર અકસ્માત થઈ જાય અને તેના મસ્તિષ્કમાં ઇજા થઈ જાય છે અને આ ઈજાના કારણે તેની યાદદાસ્ત જતી રહે છે. તેના કારણે તેને કશું જ યાદ રહેતું નથી પરંતુ તેનું અસ્તિત્વ સમાપ્ત થતું નથી તેવી જ રીતે પાછલા જન્મનું યાદ ન રહેવાથી આત્માનુ અસ્તિત્વ સમાપ્ત થતું નથી. જન્મ અને મૃત્યુ સમયે થવા વાળા કષ્ટ અને પીડાના કારણે આત્મા પણ પોતાનો પાછલો જન્મ ભૂલી જાય છે. જે રીતે મનુષ્યને દવાઓ વડે ઠીક કરી શકાય છે અને તેની જૂની યાદો પાછી લાવી શકાય છે તેવી જ રીતે આત્મા નો પણ યોગ, ધ્યાન અને સાધના વડે ઉપચાર કરી શકાય છે અને પૂર્વ જન્મના વિષયમાં જાણી શકાય છે. જય શ્રી કૃષ્ણ