શ્રી કૃષ્ણએ અભિમન્યુને શા માટે બચાવ્યો નહોતો? આ છે તેની પાછળનું કારણ

Astrology

મિત્રો, આપણે બધા જાણીએ છીએ જ્યારે જ્યારે પૃથ્વી પર ધર્મની હાની થવા લાગે છે અને અધર્મ વધવા લાગે છે ત્યારે ધર્મની રક્ષા માટે અને અધર્મના વિનાશ માટે ભગવાન શ્રી વિષ્ણુ પોતાનો અવતાર લે છે. ભગવાન વિષ્ણુ નો સાથ આપવા માટે બીજા ભગવાન પણ પૃથ્વી પર અવતાર લેતા હોય છે કે પછી પોતાના અંશ સમાન પુત્રનો ઉદ્ભવ કરતા હોય છે. જ્યારે સતયુગમાં ભગવાન વિષ્ણુએ શ્રીરામનો અવતાર લીધો ત્યારે બધા જ દેવતાઓએ વાનર અને રીંછના રૂપમાં આવતા લીધો હતો. તેવી જ રીતે દ્વાપર યુગમાં અધર્મના વિનાશ માટે ભગવાન વિષ્ણુ શ્રીકૃષ્ણના રૂપમાં આવતા લેવાના હતા ત્યારે પરમપિતા બ્રહ્માજીએ બધા જ દેવતાઓને આદેશ કર્યો હતો એ ભગવાન વિષ્ણુની સહાયતા માટે તે બધા પૃથ્વી પર પોતાના અંશ નો અવતાર લે અથવા તો પોતાના પુત્રને જન્મ આપે.

જ્યારે ચંદ્ર એ સાંભળ્યું કે તેમને પણ પોતાના પુત્રને જન્મ આપવા માટે આદેશ મળ્યો છે ત્યારે તેમને બ્રહ્માજીના આદેશનો અસ્વીકાર કર્યો હતો અમે તેમને કહ્યું હતું કે તેમનો પુત્ર વર્ચા પૃથ્વી પર જન્મ નહીં લે ત્યારે બધા જ દેવતાઓએ ચંદ્રને એ કહીને દબાણ કર્યું હતું કે ધર્મની રક્ષા કરવી તે આપણા બધા દેવતાઓનું કર્તવ્ય જ નહીં પણ ધર્મ પણ છે એટલા માટે જ તમે અથવા તો તમારો પુત્ર આ કર્તવ્યથી વિમુખ નહીં થઈ શકો. દેવતાઓના આ પ્રકારના દબાવના કારણે ચંદ્રદેવ વિવશ થઈ ગયા હતા છતાં પણ તેમને દેવતાઓની સામે એક શરત રાખી હતી અને તે શરત આ મુજબ હતી કે તેનો પુત્ર વધારે સમય સુધી પૃથ્વી પર નહીં રહે અને શ્રીકૃષ્ણના મિત્ર ઇન્દ્રના અંશ અવતાર અર્જુનના પુત્ર એટલે કે અભિમન્યુના નામે જન્મ લેશે. અને તે ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુનની ગેરહાજરીમાં પોતાનું પરાક્રમ બતાવતાની સાથે વીરગતિ પામશે. જેના લીધે ત્રણેય લોકમાં તેના પરાક્રમની પ્રશંસા થશે.

તેની સાથે સાથે ચંદ્રદેવે એ પણ શરત રાખી હતી કે અભિમન્યુનો પુત્ર જ પૂરું વંશનો રાજા બનશે. આમ જોવા જઈએ તો પાંડવોના સૌથી મોટાભાઈ યુધિષ્ઠિર હતા એટલે નિયમ અનુસાર તેમને રાજા બનાવ્યા હતા. નિયમ પ્રમાણે યુધિષ્ઠિર નો જ મોટો પુત્ર રાજા બની શકે. ચંદ્રની આ ઘટના કારણે બધા જ દેવતાઓ વિવશ થઈ ગયા હતા અને તે બધા જ દેવતાઓએ ચંદ્રદેવની આ શરત માની લીધી હતી. એટલે ચંદ્રના પુત્ર વર્ચાએ મહારથી અભિમન્યુના રૂપમાં જન્મ લીધો હતો અને દ્રોણાચાર્ય દ્વારા રચાયેલા ચક્રવ્યુહના સાત કોઠાની અંદર જઈ પોતાનું પરાક્રમ બતાવીને અલ્પ આયુમાં વીરગતિ પામ્યા હતા. ચંદ્રની આ શરતના કારણે જ શ્રી કૃષ્ણએ અભિમન્યુને બચાવ્યો ન હતો. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *