ચામુંડા માતાનો આ 1 મંત્ર કરશે જીવનનો બેડો પાર, દિવસમાં એક વાર જાપ અવશ્ય કરો.

Astrology

મિત્રો, ચામુંડા માતાની જો સંપૂર્ણ શ્રદ્ધા અને મનથી ભક્તિ કરવામાં આવે તો જીવનમાં સદાય સુખ શાંતિ બની રહે છે. શ્રદ્ધાથી માતાજીનું લીધેલું નામ જીવન ખુશીઓથી ભરી દે છે અને તન અને મન માં એક અલગ જ આત્મવિશ્વાસ ભરાઈ જાય છે. કોઈપણ કામ કરવામાં અડચણ નડતી નથી. શ્રદ્ધાથી માતાજીની યાદ કરનારની મદદે હંમેશા માતાજી આવે છે તેના અસંખ્ય લાખો-કરોડો પરચા માતાજીએ તેમના ભક્તોને આપ્યા છે. જ્યારે પણ કોઈ જીવનમાં તકલીફ આવે અને ભક્ત શ્રદ્ધાથી માતાજી ને યાદ કરે છે ત્યારે માતાજી અવશ્ય તેને તકલીફમાંથી ઉગારી લે છે.

આપણા જીવનમાં પણ છો કોઈ કામ થતું અટકી જતું હોય અથવા તો કોઈ ધાર્યું કામ પાર ન પડતું હોય, જીવનમાં ગમે ત્યારે ગમે તેવી અડચણ આવે, સારું કામ કરવા જતા કોઈ વિઘ્ન નડતાં હોય તો આ બધી તકલીફો માંથી મુક્તિ મેળવવા માટે જો માતાજીનો એક મંત્ર દરરોજ 108 વાર સંપૂર્ણ શ્રદ્ધાથી બોલવામાં આવે તો જીવનનો બેડો પાર થઈ જાય છે અને તમામ તકલીફોમાંથી મુક્તિ મળી જાય છે.

‘ૐ એ હીં ક્લીં ચામુંડાય વિચ્ચે॥’
ચામુંડા માતાજીનો આ એક મંત્ર સવારે અથવા તો સાંજે દિવસમાં એકવાર બોલવાથી જીવનની તમામ તકલીફો અને મુશ્કેલીઓ માંથી મુક્તિ મળી જાય છે. માતાજીના આશીર્વાદ થી આ મંત્ર બોલનાર ભક્તનું ધાર્યું કામ અવશ્ય પાર પડે છે. કોઈપણ સારું કાર્ય કરવા જતાં જો વિઘ્ન નડતા હોય તો કાર્ય કરતાં પહેલાં આ મંત્ર મનમાં એક વાર શ્રદ્ધાથી અવશ્ય બોલવો. જીવનનો કોઈ પણ અઘરો પડાવ આવે ત્યારે આંખો બંધ કરીને માતાજી નું સ્મરણ કરી આ મંત્ર બોલવાથી તેમાંથી બહાર આવવાની શક્તિ અવશ્ય મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *