સારો સમય આવ્યા પહેલા ઘરના મંદિરમાં મળે છે આ 3 સંકેત

Astrology

મિત્રો, જ્યારે આપણી પૂજા ભક્તિથી ઈશ્વર આપણા પર પ્રસન્ન થાય છે ત્યારે કેટલાક સંકેતો આપે છે. જો ઘરના મંદિરમાં પૂજા કરતી વખતે આ કેટલાક સંકેતો તમને મળે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સંકેતો દર્શાવે છે કે હવે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે. પૂજા કરતી વખતે આપણને ઘણા શુભ અને અશુભ સંકેતો મળતા હોય છે. સૌથી પહેલા આપણે કેટલાક શુભ સંકેતો વિશે જાણીશું. જો પૂજા કરતી વખતે દેવી-દેવતા ઉપર રાખેલા ફુલ અચાનક જ નીચે પડી જાય તો તે અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે. જે દેવી દેવતા પરથી ફૂલ પડે છે મનુષ્યને તે દેવી-દેવતા ના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

માતા લક્ષ્મી ની મૂર્તિ પરથી ફુલ પડવાથી ધનની પ્રાપ્તિ થાય છે તેમજ સરસ્વતી માતાની મૂર્તિ પરથી ફુલ પડવાથી વિદ્યાની પ્રાપ્તિ થાય છે. પૂજા કરતી વખતે દીવાની જ્યોત મોટી થતી દેખાય તો તેને પણ અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે. દીવાની જ્યોતનું મોટું થવું તે દર્શાવે છે કે ઈશ્વર તમારી પૂજાથી અત્યંત પ્રસન્ન છે અને તમારી કોઈ મનોકામના ખૂબ જ ટૂંકા સમયમાં પૂર્ણ થવાની છે. દેવી-દેવતાઓ સામે રાખેલું જળ આપોઆપ ઓછું થવા લાગે તો તે પણ ખૂબ જ શુભ સંકેત છે. ઘરના મંદિરમાં પૂજા કરતી વખતે જો તમે ધ્યાનમાં લીન થઈ જાઓ તો સમજો કે તમે ઈશ્વરની ખૂબ જ નિકટ છો અને તે ખૂબ જ શુભ સંકેત છે. હવે આપણે કેટલાક અશુભ સંકેતો વિશે જાણીશું.

ભવિષ્ય પુરાણ અનુસાર જો ઘરમાં દૂધ-દહીંમાં લોહી દેખાય તો તે અશુભ સંકેત માનવામાં આવે છે. જો સપનામાં ઘરમાં આગ લાગેલી દેખાય તો તે પરિવારના વિનાશ તરફ વિચારો કરે છે. ઘરમાં રહેલા પશુ તથા લોકો એક સાથે બીમાર પડવા લાગે તો તે તેને મંગળ ગ્રહથી ઉત્પન્ન ઉત્પાદ સમજવો જોઈએ. મંગળ ગ્રહના આ ઉત્પાદના કારણે ઘરના સ્વામીનું મૃત્યુ પણ થઈ શકે છે. જો ઘરમાં સાપ અથવા દેડકા પોતાના બચ્ચાને જન્મ આપે તો તે તે ઘરમાં રહેવાવાળી સ્ત્રીઓ માટે અશુભ સંકેત માનવામાં આવે છે. જો બિલાડી ઘરના આંગણામાં આવીને પોતાના નખ વડે જમીનને ખોતરવા લાગે તો તેવા ઘરનો વિનાશ થઈ જાય છે. જો કાગડા જેવા પક્ષી ભીષણ ઘર પર બેસીને ભીશણ અવાજ કરીને નૃત્ય કરવા લાગે તો તે ઘરમાં મૃત્યુની આશંકા હોય છે. ઘરના મંદિરમાં રાખેલી મૂર્તિઓ પરથી પરસેવો નીકળતો જોવા મળે તો તે ઘરની સ્ત્રીઓ પર ખૂબ મોટું સંકટ આવે છે. ભવિષ્ય પુરાણ અનુસાર ઘરના મંદિરમાં મળતા આ કેટલાક સંકેતો શુભ અને અશુભ ઘટનાઓ વિશે ભવિષ્યવાણી કરે છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *