મિત્રો હિન્દુ ધર્મમાં ગરુડ પુરાણ નું અનિરુ મહત્વ છે. ભગવાન વિષ્ણુની ભક્તિનું એમાં વિસ્તારથી વર્ણન કરેલું છે. શાસ્ત્રો અનુસાર કોઈ વ્યક્તિના મૃત્યુ પછી આને વાંચવામાં આવે છે. ગરુડ પુરાણમાં વ્યક્તિ વિશે કઈ વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વ્યક્તિની કોઈ ગલતી સૌભાગ્યમાંથી દુર્ભાગ્યમાં પરિણામે છે.
1.પોતાના ધન પર ઘમંડ કરવા વાળા
ગરુડ પુરાણ અનુસાર માણસે પૈસા ઉપર કદી ઘમંડ ન કરવો જોઈએ. અહંકારના લીધે વ્યક્તિની બૌદ્ધિક ક્ષમતા ઓછી થતી જાય છે. જેનાથી એ બીજા લોકોનું અપમાન કરવા લાગે છે. કોઈ વ્યક્તિને નીચે દેખાવો અને અપમાન કરવું ગરુડ પુરાણમાં પાપ બતાવવામાં આવ્યું છે. ધન પર ઘમણ કરવા વાળાથી મા લક્ષ્મી દૂર થાય છે. અને એવા લોકોનું ધન નષ્ટ થવા માંડે છે.
2. લાલચની ભાવના
ગરુડ પુરાણ અનુસાર બીજા લોકોના ધનની લાલચ કરવા વાળો વ્યક્તિ કદી ખુશાલ જીવન જીવી શકતો નથી. ધનની લાલચ કરવી અને બીજાના ધનને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવો વ્યક્તિને આ જન્મ ની સાથે આગળના જન્મ સુધી સંતુષ્ટ નથી કરી શકતો.
3. બીજાને અપમાનિત કરવું
ગરુડ પુરાણ અનુસાર કોઈ વ્યક્તિને નીચું દેખાડવું અને અપમાનિત કરવું સૌથી મોટો પાપ હોય છે. નિંદા કરતાં સમયે ઘણા વ્યક્તિ ખુશ હોય છે પરંતુ વાસ્તવમાં એ પોતાનો સમય બરબાદ કરે છે. બીજાને નીચું દેખાવા વાળા વ્યક્તિ કદી ખુશ હોતા નથી.
4. ગંદા વસ્ત્રો ધારણ કરવા
ગરુડ પુરાણ અનુસાર વ્યક્તિએ સ્વચ્છ અને સાફ કપડા પહેરવા જોઈએ. મેલા અને ગંદા કપડાં પહેરવા વાળા પર મા લક્ષ્મી કદી પોતાના આશીર્વાદ આપતી નથી. ગંદા કપડાને દરિદ્રતા નુ ઘર માનવામાં આવે છે.
5. રાતમાં દહીંનું સેવન
ગરુડ પુરાણ અનુસાર વ્યક્તિએ કદી રાતના સમયે દહીંનું સેવન ન કરવું જોઈએ. એનાથી સ્વાસ્થ્યમાં પ્રોબ્લેમ આવે છે.