આ લક્ષણ બતાવે છે મૃત પરિજનની આત્માએ બીજી જગ્યાએ જન્મ લઇ લીધો છે

Astrology

મિત્રો, આપણા પરિવારમાંથી જ્યારે પણ કોઈ પરિજન જેમકે માતા,પિતા, ભાઈ,બહેન, દાદા-દાદી કે અન્ય કોઈ સંબંધીનું મૃત્યુ થાય છે તે દુઃખને સહન કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે અને આપણે સૌ ભગવાનને એ પ્રાર્થના કરતા હોઈએ છીએ કે તેમને મોક્ષ પ્રાપ્ત થાય અથવા તો કોઈ સારી જગ્યાએ બીજો જન્મ મળે. જો વ્યક્તિ પુણ્ય કર્મો કરીને મૃત્યુ પામ્યા હોય તો તેમને અવશ્ય સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. જો તમારા કોઈ પરિજન ખૂબ જ આધ્યાત્મિક કક્ષા ના વ્યક્તિ હોય તો તેમને મોક્ષ પ્રાપ્ત થાય છે.

માણસ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેને આત્મા ફરીથી તે જ ઘરમાં જન્મ લેવાનો પ્રયત્ન કરે છે. પરંતુ જ્યારે પરિવારમાં ગર્ભ ઉપલબ્ધ ન હોય તો તે આત્મા પોતાના જ ઘરમાં ફરીથી જન્મ લઇ શકતી નથી કારણ કે આત્માને જન્મ લેવા માટે ગર્ભ ની જરૂર પડે છે. જ્યાં સુધી તમારા મૃત પરિજન ની આત્માનો બીજો જન્મ નથી થતો ત્યાં સુધી તે આત્મા તમારી આસપાસ જ છે અને તમારા સપનામાં આવે છે અને કેટલાક એવા લક્ષણો દ્વારા તમને અહેસાસ કરાવે છે કે તે તમારી આસપાસ મોજુદ છે. મૃત્યુ થવાથી ભલે તેમનું શરીર નથી રહેતું પરંતુ તેમની આત્મા તમારી આસપાસ જ હોય છે. અને તે ઘણીવાર તમને પોતાના હોવાનો અહેસાસ કરાવવાનો પ્રયત્ન કરતી હોય છે.

જ્યારે કોઈ ખૂબ જ નજીકના પરિવારના સભ્યનું મૃત્યુ થઈ જાય અને જ્યારે તેનો બીજો જન્મ બીજી જગ્યાએ થઈ જાય ત્યારે તમારું મન અચાનક જ હળવું ફૂલ બની જશે. તમને એવો અહેસાસ થશે કે તમારા મનના બધા જ ટેન્શન દૂર થઈ ગયા છે. તમારા મનમાં એક અલગ જ શાંતિનો અનુભવ થશે. હૃદયમાં રહેલી લાગણીઓનો બોજ એકદમ હળવો થઈ જશે. તમને એકદમ થી જ એવું લાગવા લાગશે કે તમને શાંતિ મળી ગઈ છે. આ બધી વાતો દર્શાવે છે કે તમારા મૃત પરિજનની આત્માને બીજી જગ્યાએ જન્મ લઈ લીધો છે. ભગવાન અદ્રશ્ય રૂપથી બધામાં રહેલા છે અને તે ભગવાન જ આપણને આ રીતે ધરાવે છે કે આપણા મૃત પરીજને બીજી જગ્યાએ જન્મ લઈ લીધો છે. આ કેટલીક બાબતો દ્વારા આપણે જાણી શકીએ છીએ કે આપણા મૃત પરિજનની આત્મા આપણી આસપાસ જ છે કે પછી તેમને અન્ય કોઈ જગ્યાએ જન્મ લઈ લીધો છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *