મિત્રો, ઘરની વસ્તુઓ જો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે યોગ્ય જગ્યાએ ન મૂકેલી હોય તો ઘરમાં વાસ્તુદોષ ઉત્પન્ન થઇ શકે છે. ઘણીવાર એવું થાય છે કે આપણી પાસે ગમે તેટલું ધન હોય પરંતુ તે કોઈને કોઈ રૂપે ખર્ચ થઈ જાય છે. ઘરમાં કોઈ બીમારી આવી જાય તો જીવનભરની જમા પૂંજી સમાપ્ત થઈ જાય છે. એટલા માટે મનુષ્યએ વાસ્તુશાસ્ત્રનું કેટલુક ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે.
ઉત્તર દિશા બુધ ગ્રહની માનવામાં આવે છે. અને બુધ ગ્રહના સ્વામી સ્વયં કુબેર દેવ છે. એવું માનવામાં આવે છે કે કુબેર મહારાજ ઉત્તર દિશામાંથી જ ઘરમાં પ્રવેશ કરે છે. તેથી ઘરની ઉત્તર દિશામાં કોઇ વાસ્તુ દોષ ન હોવો જોઈએ. તમારા ઘરની ઉત્તર દિશા કદી પણ બંધ ન હોવી જોઈએ. ઉત્તર દિશામાં મોટી દીવાર કેક ઘરમાં રોશની ન આવી શકે એવી ચીજ વસ્તુ ન હોવી જોઈએ. ઉત્તર દિશામાં પ્રકાશ અને વાયુનું સંચાર થવું ખૂબ જ જરૂરી છે. કોઈપણ ફર્નિચર કે કોઈ એવી વસ્તુ વચ્ચે નડતી હોય તો તેને તરત જ દૂર કરી દેવી જોઈએ.
ઉત્તર દિશામાં કદી પણ બાથરૂમ કે સંડાશ કે કચરાપેટી ન હોવી જોઈએ જો પ્રેમ કરવામાં ન આવે તો ધન પાણીની જેમ ખર્ચ થઈ જાય છે. જેનાથી ઘરના સદસ્યો વચ્ચે વાદ-વિવાદ થઈ શકે છે. ઉત્તર દિશામાં કદી પણ કાચની વસ્તુ પણ ન રાખવી જોઈએ. કાચ નો સંબંધ રાહુ ગ્રહ હોય છે અને ઉત્તર દિશામાં તેને રાખવાથી ઘરમાંથી ધન વિદાય લઈ લે છે.
કુબેર દેવ ધનના સ્વામી છે અને તેમને હરિયાળી ખૂબ જ પ્રિય છે. ઉત્તર દિશા માં બગીચો કે લીલાછમ છોડ રાખવા જોઈએ અથવા દીવાલનો રંગ પણ લીલો હોય તો ખૂબ જ સારું પરિણામ મળે છે અને કુબેર દેવ પ્રસન્ન રહે છે. પરંતુ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે કાંટાવાળા છોડ ઉત્તર દિશામાં ન રાખવા જોઈએ. જો ઘરનો દ્વાર ઉત્તર દિશા તરફ હોય તો તે સૌથી સારું રહેશે કારણકે કુબેર દેવ માટે તમારા ઘરના દ્વાર સદાય ખુલ્લા રહેશે. ઉત્તર દિશામાં ચાંદી નું બનેલું છો શિવલિંગ મૂકવામાં આવે તો કુબેર દેવ અતિ પ્રસન્ન થાય છે અને ધનની વર્ષા ઘરમાં થાય છે.