જો તમને આ 5 સંકેત મળે તો તમારો પુનર્જન્મ થયો છે.

Astrology

મિત્રો, દરેક મનુષ્યના મનમાં એક પ્રશ્ન અવશ્ય આવે છે કે તે આગળના જન્મમાં શું હતો. તે મનુષ્ય હતો કે જાનવર કે પછી કોઈ પક્ષી. આપણા સનાતન ધર્મમાં માનવામાં આવે છે કે મનુષ્યનો ઘણીવાર જન્મ થાય છે. શ્રી કૃષ્ણ ભગવત ગીતામાં કહે છે કે પ્રત્યેક મનુષ્યનો પુનર્જન્મ થાય છે કારણ કે આત્મા અમર હોય છે. આત્મા એક શરીરનો ત્યાગ કરીને બીજા શરીરમાં પ્રવેશ કરે છે. શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યનો પુનર જન્મ ત્યાં સુધી થાય છે જ્યાં સુધી તેને મોક્ષ ન મળી જાય. ઘણીવાર તમે જોયું હશે કે કેટલાક લોકોને પોતાના આગળના જન્મની ઘણી વાતો યાદ આવવા લાગે છે. આપણે જાણતા નથી પરંતુ સ્વપ્નશાસ્ત્ર અનુસાર આપણે સપનામાં આપણા આગળના જન્મની ઘણી બધી બાબતો જોઈએ છીએ. ઘણીવાર મનુષ્યને એવા સંકેતો પ્રાપ્ત થાય છે જેનાથી ખબર પડે છે કે તમારો પુનર્જન્મ થયો છે. કેટલીક એવી વસ્તુઓ જોવાથી તમને પૂર્વ જન્મનો આભાસ થશે.

શાસ્ત્રોમાં આત્માને સ્મૃતિને ચિત્ત કહેવામાં આવે છે. ચિતમાં રહેલી યાદો કદી પણ નષ્ટ થતી નથી. એટલા માટે તમને વર્તમાન જન્મમાં પૂર્વ જન્મની ઘણી બધી વાતો યાદ આવે છે. કોઈ વસ્તુ પ્રત્યે ખાસ લગાવ હોવો તે પુનર જન્મનું લક્ષણ છે. જેમકે ઉદાહરણ તરીકે કોઈ મનુષ્યને જન્મથી જ સંગીત સાથે ખૂબ જ પ્રેમ હોય છે પરંતુ તેના પરિવારમાં કોઈ પણ માણસ સંગીત સાથે સંબંધ ધરાવતું નથી. તો આવી કોઈ ખાસ વસ્તુ સાથે લગાવ તમારા આગળના જન્મ સાથે સંકળાયેલો હોઈ શકે છે. કોઈ વાત કે કોઈ વસ્તુથી અજાણ્યો ડર લાગવો તે પણ આગળના જન્મનું એક લક્ષણ છે. ઘણા લોકોને પાણીથી, ઊંચાઈથી, અગ્નિ થી કે પછી વીજળીથી જન્મથી જ ડર લાગતો હોય છે. આ ડર પૂર્વ જન્મની કોઈ ઘટનાના કારણે ઉત્પન્ન થાય છે. આગળના જન્મમાં તેનું મૃત્યુ પાણીથી થયું હોય કે પછી અગ્નિથી થયું હોય અથવા તો વીજળી પડવાથી થયું હોય તો આ જન્મમાં તેને તે વસ્તુથી ડર લાગવા લાગે છે.

ત્રીજું લક્ષણ એ છે કે એક જ પ્રકારનું સપનું વારંવાર આવવું. પૂર્વ જન્મનો સૌથી મોટો સંકેત એ હોય છે કે તે મનુષ્યને એક જ પ્રકારનું સપનું વારંવાર દેખાય છે. તે મનુષ્યને સપનામાં કોઈ અજાણી જગ્યા, મંદિર, દુર્ઘટના કે કોઈ અજાણ્યા ચહેરા જોવા મળે છે. આ બધું પૂર્વ જન્મ સાથે સંબંધિત હોય છે. વર્તમાન જીવનમાં તે મનુષ્યને આ વસ્તુઓ સાથે કોઈ લેવાદેવા હોતું નથી. કોઈ જગ્યા સાથે ખાસ લગાવ હોવો તે પણ પૂર્વ જન્મનું એક લક્ષણ હોઈ શકે છે. આ જન્મ માટે તે જગ્યાએ ગયો પણ નથી હોતો છતાં તે જગ્યા પ્રત્યે તેને એક અલગ જ લાગણી હોય છે.

કોઈ અનહોની હોવાનો પૂર્વા ભાસ થવો તે પણ પુનઃ જન્મનું એક લક્ષણ છે. જેમ મનુષ્યનો પૂર્વ જન્મ થઈ ચૂક્યો છે તેમાં એક વિચિત્ર શક્તિ હોય છે જેના કારણે કોઈપણ અનહોની ઘટના ઘટવા પહેલા તેને પૂર્વા ભાસ થવા લાગે છે કે ભવિષ્યમાં કોઈ દુર્ઘટના થવાની છે અને તેમનું મન વિચલિત થવા લાગે. કોઈ વ્યક્તિ પહેલી વાર મળી હોવા છતાં તેને પહેલા પણ જોયા નો આભાસ થવો તે પણ આપણી પૂર્વ જન્મની યાદોનું કારણ હોઈ શકે છે. આ લક્ષણો બતાવે છે કે આપણો પુનર્જન્મ થયો છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *