મિત્રો, ઘણા લોકો ભૂત પ્રેતમાં વિશ્વાસ કરે છે અને ઘણા લોકો નથી કરતા. પરંતુ સત્ય એ છે કે જેમ એક સિક્કાની બે બાજુ હોય છે તેમ ભગવાનની સાથે ભૂતપ્રેત પણ અસ્તિત્વ ધરાવે છે. આપણી ઘણી ભૂલો આવા ભૂત પ્રેતને આપણા ઘરે લઈને આવી શકે છે અથવા તો તે આપણા શરીરમાં પ્રવેશ પણ કરી શકે છે. આપણે ઘણીવાર રસ્તામાં ગમે ત્યાં પેશાબ કરીએ છીએ. પરંતુ જો ત્યાં કોઈ નકારાત્મક શક્તિ હાજર હશે તો ત્યાં પેશાબ કરવાથી તે તમારા પર હાવી થઈ શકે છે. તમે એકવાર વિચારી જુઓ કે તમારા પર કોઈ પેશાબ કરે તો તમે તે વ્યક્તિને મારવા માટે ગમે તે કરશો. તેવામાં આ ખરાબ શક્તિઓ પણ તમારી સાથે બદલો અવશ્ય લેશે.
જ્યારે તમે કોઈ સુમસાન જગ્યાએ જાઓ છો અને તમારા મિત્રને બોલાવો છો ત્યારે તે આત્મા તમારી સાથે થઈ જાય છે. અને તે આત્મા તમારી પાછળ પાછળ તમારા ઘર સુધી આવી શકે છે. એટલા માટે કોઈ સુમસાન જગ્યાએ ચાલ શબ્દ બોલવો જોઈએ નહીં. કારણ કે એક વાર જો ભૂત તમારા શરીરમાં પ્રવેશ કરી જશે તો તેને શરીરમાંથી બહાર કાઢવું ખૂબ જ મુશ્કેલ હોય છે. કદી પણ કોઈ સુમસાન જગ્યાએ મીઠાઈ ખાઈને જવું જોઈએ નહીં. કારણ કે તેવી જગ્યાએ રહેલી નકારાત્મક શક્તિને આ મીઠાઈની સુગંધ પોતાની તરફ ખેંચે છે. મીઠાઈ ભૂતપ્રેતને પોતાની તરફ ઝડપથી આકર્ષે છે.
મોટાભાગની ખરાબ શક્તિઓ સ્ત્રીઓ પર ઝડપથી હાવી થઈ જાય છે. જ્યારે સ્ત્રીઓ કોઈ લગ્ન પ્રસંગમાં મોડી રાત્રે ખુલ્લા વાળ રાખીને તૈયાર થઈને જાય છે ત્યારે આવા ભૂત પ્રેત તેમના પર ઝડપથી હાવી થઈ જાય છે કારણ કે ભૂત પ્રેતને ખુલ્લા વાળ ખૂબ જ પસંદ હોય છે. રાતના સમયે દર્પણ માં પણ જોવું જોઈએ નહીં. સ્મશાનમાં અને કબ્રસ્તાનની આસપાસ સુગંધિત અત્તર લગાવીને પણ ન જવું જોઈએ. ભૂતપ્રેતને સુગંધ ખૂબ જ પસંદ હોય છે ઝડપથી આકર્ષિત થઈ જાય છે. રાતના સમયે ભૂતપ્રેતની વાતો પણ ન કરવી જોઈએ કારણ કે ભૂતપ્રેત તમારી પાસે ખેંચાઈ આવે છે. રાત્રે બાર વાગ્યાથી 3:00 વાગ્યા વચ્ચે પતિ પત્નીએ નિર્વસ્ત્ર થઈને શારીરિક સંબંધ ન બનાવવો જોઈએ. કારણ કે આવવા વાળા સંતાન પર આવી નકારાત્મક શક્તિઓ અસર કરી શકે છે. જય શ્રી કૃષ્ણ