આવી સ્ત્રી માયાવી હોય છે, પુરુષો સાવધાન રહે

Astrology

મિત્રો, નીતિશાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ મૂર્ખ પુરુષ કોઈ સ્ત્રી ઉપર મોહિત થઈ જાય છે ત્યારે તેને તે સ્ત્રી ખૂબ જ પતિવ્રતા, સર્વગુણ સંપન્ન, સુશીલ, દયાલુ,સંસ્કારી, ચરિત્રવાન અને સાક્ષાત લક્ષ્મી સમાન દેખાવા લાગે છે. એ પુરુષ તે સ્ત્રીને સંસારની સર્વશ્રેષ્ઠ સ્ત્રી સમજે છે. સ્ત્રીઓનો એક સ્વભાવ હોય છે કે જ્યાં સુધી તે પોતાની માયાથી કોઈ પુરુષને ફસાવી નથી લેતી ત્યાં સુધી તે સતી સાવિત્રી, ગુણવાન અને ચરિત્રવાન હોવાનો દેખાડો કરે છે. સ્ત્રીના મનમાં રહેલું કપટ મૂર્ખ પુરુષો સમજી શકતા નથી.

જ્યારે કોઈ પુરુષ તેના મોહમાં પડી જાય છે ત્યારે તે સ્ત્રી પોતાનું અસલી રૂપ દેખાડવાનું શરૂ કરે છે. તે સ્ત્રી તે પુરુષને માછલીની જેમ પોતાની જાળમાં ફસાવી લે છે. આવી માયાવી સ્ત્રીઓની માયા અપરંપાર છે. તેમને ઓળખવી ખૂબ જ મુશ્કેલ કામ છે. જે પુરુષ સ્ત્રીઓની સુંદરતા અને ખોટા હાવભાવને જોઈને તેના પ્રેમમાં પડી જાય છે તેવા પુરુષનો વિનાશ થવો નિશ્ચિત છે.

તમે સૌ જાણતા જ હશો કે મોટા મોટા તપસ્વી ઋષિમુનિઓનું તપો ભંગ સુંદર સ્વરૂપ વાળી મોહિની અપ્સરાઓ એ જ કર્યું હતું. મોટા મોટા શૂરવીરો જેમને આખા જગતને પરાસ્ત કરેલું છે તેઓ પણ આવી માયાવી સ્ત્રીઓ આગળ કાયર બની જાય છે. મોટા મોટા શૂરવીરો પણ આવી માયાવી સ્ત્રીઓના નેત્રજાળમાં એવા ફસાઈ જાય છે કે આખું સંસાર તથા તેમની સમસ્ત સંપત્તિ શૂન્ય દેખાવા લાગે છે. આવી માયાવી સ્ત્રીઓ મીઠી મીઠી વાતો કરીને પુરુષના ચિત્ત ને ચોરી લે છે. અને તે સ્ત્રીના મોહમાં પડીને તે પુરુષ તે સ્ત્રી સિવાય બીજું કશું જ વિચારી શકતો નથી. આવી માયાવી સ્ત્રીના મોહમાં પડનાર પુરુષ ખાવા પીવાનું પણ ભૂલી જાય છે અને કોઈ કામમાં મન પણ લાગતું નથી.

આવી માયાવી સ્ત્રી તે પુરુષની આગળ કંઈક અલગ હોય છે અને તેની પીઠ પાછળ કંઈક અલગ હોય છે. પરંતુ તેની મોહજાળમાં ફસાઈ ગયેલો પુરુષ તે સ્ત્રીના કુકર્મ જોઈને પણ તેને કંઈ જ કહી શકતો નથી. જે પુરુષ આવી માયાવી સ્ત્રીને પોતાના માથે બેસાડી રાખે છે અને બધું જ તેમનું કહ્યું કરવા લાગે છે તેવા પુરુષને હંમેશા દુઃખ જ ભોગવવા પડે છે અને તેનો પરિવાર પણ વેરવિખેર થઈ જાય છે. દરેક બુદ્ધિમાન પુરુષે કોઈ સ્ત્રી ની વાતમાં વિશ્વાસ કરતા પહેલા સો વખત વિચાર કરવો જોઈએ. આવી માયાવી સ્ત્રી થી જેટલું બને એટલું દૂર રહેવું જોઈએ નહીંતર આવી સ્ત્રી હંમેશા પુરુષોનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરીને અને સ્વાર્થ પૂરો થાય ત્યારબાદ તે પુરુષને તેમને કચરાની જેમ ફેંકી દે છે. એટલા માટે આવી માયાવી સ્ત્રીઓથી પુરુષોએ હંમેશા સાવધાન રહેવું જોઈએ. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *