મિત્રો, બટાકા એક એવું શાકભાજી છે જેનો ઉપયોગ ગરીબથી લઈ મોટા ધનવાન લોકો કરે છે. બટાકા દરેક માણસનું પ્રિય શાક છે. બારેમાસ આપણે સૌ બટાકા વાપરીએ છીએ. બટાકા અને ડુંગળી એવા શાકભાજી છે જે બારે મહિના આપણને સરળતાથી મળી રહે છે. ઘણીવાર આપણે જ્યારે બટાકા લાવીએ છીએ ત્યારે ઘણી વાર લીલા રંગના બટાકા આવી જતા હોય છે અથવા તો બટાકા પર લીલા રંગના નાના નાના ટપકા તમને જોવા મળશે. જ્યારે બટાકાને સમય પહેલા જમીનમાંથી કાઢી લેવામાં આવે ત્યારે અમુક બટાકા લીલા રંગના રહી જાય છે. આ લીલા રંગના બટાકા આપણા સૌ માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.
આવા લીલાશ પડતા રંગના બટાકામાં ક્લોરોફિલ નામનું તત્વ રહેલું હોય છે. પરંતુ વાંધો ક્લોરોફિલનો નથી. ક્લોરોફિલ દરેક શાકભાજીમાં હોય છે. પરંતુ તેની સાથે લીલા રંગના બટાકામાં સોલેલીયસ નામનું એક ટોક્સિસ રહેલું હોય છે. આ સોલેલીયસ નામનુ ટોક્સિસ એક ભયંકર ન્યુરો ટોક્સિસ છે. આપણા મગજ માટે તે ખૂબ જ ઘાતક સાબિત થાય છે. જે આપણા સૌની નર્વસ સિસ્ટમ ઉપર ભયંકર અસર કરે છે. વૈજ્ઞાનિક સંશોધન એવું કહે છે કે કોઈપણ માણસ આવા લીલા રંગના 500 ગ્રામ બટાકા જો ખાઈ જાય તો તે માણસ મૃત્યુના મુખમાં પણ ધકેલાઈ શકે છે.
આવા લીલા રંગના બટાકા ખાવાથી તમારી આખી નર્વસ સિસ્ટમ બ્રેક થઈ જાય છે. જેથી તે માણસ કોમામાં જઈ શકે છે અથવા તો બ્રેન સ્ટ્રોક અને પેરાલીસીસ પણ થઈ શકે છે. તો બટાકા ખરીદતી વખતે લીલા રંગના બટાકા ભૂલથી પણ ખરીદશો નહીં. અને જો લીલા રંગનુ બટાકુ આવી જાય તો તેનો લીલો ભાગ દૂર કરીને જ તેનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ જો બટાકું આખું જ લીલું હોય તો મહેરબાની કરીને તેને ફેંકી દેવું જ તમારા માટે યોગ્ય છે. જય શ્રી કૃષ્ણ