આ દિશામાં મોઢું રાખીને કદી ન જમતા, નહિ તો રહી જશો ગરીબ

Astrology

શું મિત્રો તમે જાણો છો કે આપણે જે દિશામાં બેસીને ભોજન કરીએ છીએ તેની અસર આપણી જિંદગીમાં પણ પડે છે. વાસ્તુશાસ્ત્રમાં ભોજન કરવા માટે દિશાઓનું નિર્ધારણ કરવામાં આવ્યું છે. અને તમે તે નિયમો અનુસાર ભોજન કરશો તો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને જીવનમાં પણ તરક્કી થશે

પૂર્વ દિશા
મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર ભોજન કરવા માટેની સૌથી ઉત્તમ દિશા પૂર્વ દિશા છે આ દિશામાં મુખ રાખીને જમવાથી સ્વાસ્થ્ય હંમેશા સારું રહે છે અને આપણું શરીર પણ ગંભીર બિમારીઓથી દૂર રહે છે. પૂર્વ દિશામાં મુખ રાખીને ભોજન કરવાથી માનસિક તણાવ પણ દૂર રહે છે અને મગજને સ્ફૂર્તિ મળે છે પૂર્વ દિશામાં બેસીને જમવાથી ખાવાનું સારી રીતે પચી જાય છે જેનાથી માણસ હંમેશા તંદુરસ્ત રહે છે તેથી વૃદ્ધ ને અને ગંભીર બિમારીથી પીડાતા લોકોને પૂર્વ દિશામાં મુખ રાખીને ભોજન કરવું જોઇએ

ઉત્તર દિશા
પૂર્વ દિશા પછી સૌથી ઉત્તમ દિશા છે ઉત્તર દિશા. જે સૌથી વધારે ધન કમાવા માગે છે, તેના ધંધામાં સફળતા ઈચ્છે છે અને સારું ભણવા ઇચ્છે છે તેમની ઉત્તર દિશામાં મુખ રાખીને ભોજન કરવું જોઇએ. ઉત્તર દિશાને ધનના દેવતા કુબેરની દિશા માનવામાં આવે છે અને આ દિશામાં મુખ રાખીને જોવાથી માણસ ધનવાન તો બને જ છે અને સાથે જ તેને સફળતા પણ મળે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર ના બધા વ્યક્તિઓ આ દિશામાં મુખ રાખીને ભોજન નથી કરતા પરંતુ ઘરનો મુખ્ય માણસ આ દિશામાં મુખ રાખીને ભોજન કરે તો આવું કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધનના દેવતા કુબેર પણ પ્રસન્ન થાય છે. જે લોકો નોકરી કરે છે કે કોઈ પરીક્ષાની તૈયારી કરે છે તેમની પણ ઉત્તર દિશાની સામે મુખ રાખીને ભોજન કરવું જોઇએ આવું કરવાથી તેમને સફળતા તો મળી જ છે સાથે મા લક્ષ્મીની કૃપાથી તેઓ ખૂબ ધન કમાય છે

પશ્ચિમ દિશા
પશ્ચિમ દિશાની લાભ દિશા માનવામાં આવે છે. વ્યાપારી કે નોકરી કરતા લોકો માટે અને જેમનું કાર્ય મગજ સંબંધિત હોય તેમને પશ્ચિમ દિશાની સામે મુખ રાખીને જમવું જોઈએ. આ રીતે ભોજન કરવાથી બીમારીઓ તો દૂર થાય જ છે સાથે સ્વાસ્થ્ય પણ સારું રહે છે તેથી કોઈ બીમારીને દૂર કરવા માટે આ દિશામાં મુખ રાખીને ભોજન કરવું જોઇએ

દક્ષિણ દિશા
દક્ષિણ દિશા યમની દિશા છે આ દિશામાં મુખ રાખીને ભોજન કરવાથી કોઇ નુકસાન તો નથી થતું પરંતુ જેમના માતા-પિતા જીવી છે તેમને આ દિશામાં મુખ રાખીને ભોજન કરવાથી બચવું જોઈએ. મિત્રો તમે સમૂહમાં બેસીને ભોજન કરતા હોય તો કોઈ પણ દિશાની કોઈ અસર થતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *