શા માટે જરૂરી છે પૂજા પછી આરતી કરવી. એનાથી શું લાભ થાય છે.

Astrology

મિત્રો આપણા ધર્મમાં પૂજાપાઠ પછી આરતી કરવામાં આવે છે. ભક્તોનું એવું માનવામાં આવે છે કે સાચા મનથી આરતી કરવી એ સૌના માટે કલ્યાણકારી હોય છે. પરંતુ મિત્રો તમે કદી એ વિચાર્યું છે કે આ આરતી કેમ કરવામાં આવે છે અને તે પાછળનું કારણ શું છે. તો આ બ્લોગ વાંચવાનું ચૂકશો નહીં.

આરતીનું પૂજામાં એક અનોકો મહત્વ છે. આરતી ની પ્રક્રિયામાં એક થાળી, એક જ્યોતિ, અને કેટલીક વિશેષ વસ્તુઓ હોય છે. જેમકે ફૂલ કંકુ વગેરે હોય છે. જમણા હાથથી ભગવાનની સામે થાળ ગુમાવવામાં આવે છે. થાળમાં રાખવામાં આવતી દરેક વસ્તુ ભગવાનને અર્પિત કરવામાં આવે છે. એમાંની દરેક વસ્તુનું એક વિશેષ મહત્વ હોય છે. આરતી નું મહત્વ આપણા 18 પુરાણોમાં એક સ્કંદ પુરાણમાં બતાવવામાં આવ્યું છે. એમાં બતાવવામાં આવી છે કે સંગીતના માધ્યમથી ઈશ્વરની પૂજા કરવી અને ભગવાનને ધન્યવાદ કરવા. સ્કંદપુરાણમાં સ્વયં વિષ્ણુએ એવું કહ્યું હતું કે જે વ્યક્તિ ઘી થી ભરેલો દિપક સળગાવીને મારી આરતી ઉતારે છે જે ઘણા વર્ષો સુધી સ્વર્ગ લોકમાં નિવાસ કરે છે. આરતી માટે આટાનો દીપક શુભ માનવામાં આવે છે.

સ્કંદ પુરાણમાં ભગવાન વિષ્ણુએ એ પણ કહ્યું હતું કે એ વ્યક્તિ મારા આગળ થઈ રહેલી આરતીમાં દર્શન કરશે એ પરમ સુખની પ્રાપ્તિ કરશે. સાથે પણ કહ્યું હતું કે જો મારી આગળ શ્રદ્ધાથી કપૂર ની આરતી કરશે જે સ્વર્ગમાં પ્રવેશ કરશે. આરતી સમયે જુદા જુદા દેવો સામે જુદા જુદા યંત્રોથી સ્તુતિ વગાડવામાં આવે છે એનાથી દેવી-દેવતા જલ્દી પ્રસન્ન થાય છે. એમની કૃપા આપણા પર બની રહે છે એવું ઘણા ધર્મ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. એકલું આરતી કરવું મહત્વનું નથી પરંતુ તેને જાણવું બી જરૂરી છે અને કઈ રીતે આરતી કરવી એબી જરૂરી છે.

મિત્રો હંમેશા આરતી ને બંને હાથથી ગ્રહણ કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે ઈશ્વરની શક્તિ એ જ્યોતિમાં સમાઈ ગયેલી હોય છે જેને ભક્તો પોતાના મસ્તક ઉપર ગ્રહણ કરે છે. આરતી પૂરી થયા પછી તરત જ ભક્તોને આરતી આપવી જોઈએ. જેનાથી આપણું જીવન દુઃખમાં બને છે હંમેશા શાંતિ રહે છે
આવા અવનવા બ્લોક વાંચવા માટે અમારી ચેનલને ફોલો કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *