જે સ્ત્રીનો ચહેરો તેના પિતાથી મળતો આવે છે શાસ્ત્રોમાં લખ્યું છે એનું આવું ભાગ્ય.

Astrology

મિત્રો, બાળક માતા-પિતાનું અભિન્ન અંગ છે. જૂની કહેવત છે કે બાપ એવા બેટા. એટલે કે માતા પિતાના તમામ પ્રકારના ગુણો બાળકોમાં આવતા હોય છે. ઘણીવાર એવું બને છે કે દીકરી નો ચહેરો તેની માતાને નહીં પરંતુ તેના પિતાને મળતો હોય છે અને પુત્ર નો ચહેરો તેના પિતાને નહીં પરંતુ માતાને મળતો આવે છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર આવા લક્ષણનું ખૂબ જ વિશેષ મહત્વ માનવામાં આવે છે. ઘણી સ્ત્રીઓનું મુખ માતા અને પિતા બંને જેવું લાગતું હોય છે. આનું શું મહત્વ છે તે સામુદ્રિકશાસ્ત્રમાં લખવામાં આવ્યું છે જેના વિશે આજે આપણે જાણીશું.

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર, “જનની મુખાનુરુપં મુખકમલં ભવતી યસ્ય મનુજસ્ય।
પ્રાયો ધન્યઃ સ પુમાનિત્યુક્તિમિદં સમુદ્રેણ॥
આ શ્લોક અનુસાર જે પુરુષનું મુખ તેની માતા સમાન હોય છે તો તે પુરુષ લાંબુ આયુષ્ય ધરાવનાર માનવામાં આવે છે. આવા બાળકો ચંચળ સ્વભાવના હોય છે. પરંતુ જે બાળપણમાં પોતાના માતા પિતાને ખૂબ જ હેરાન કરે છે પરંતુ મોટા થઈને ખૂબ જ નામ કમાય છે. આવા પુરુષોને સામુદ્રિકશાસ્ત્રમાં સુખ ભોગવવા વાળા તથા યશશ્વી માનવામાં આવે છે. તેઓ મોટા થઈને આ સમાજ પોતાના કુળનું નામ રોશન કરે છે અને ખૂબ જ માન-સન્માન પ્રાપ્ત કરે છે. માતાના સમાન મુખ ધરાવનાર પુત્રનો જન્મ આપવા વાળા માતા-પિતા ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે.

જે સ્ત્રીઓનું મુખ પોતાના પિતાના સમાન હોય છે આવી સ્ત્રીઓને શાસ્ત્રો મુજબ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. આવી સ્ત્રીઓ જે ઘરમાં લગ્ન કરીને જાય છે એવા ઘરમાં પણ સુખ અને સમૃદ્ધિ આવે છે. આવી સ્ત્રીઓ ઘર કાર્યમાં પણ પારંગત હોય છે. પિતાના મુખ સમાન દેખાવા વાળી મહિલાઓ કદી પણ કોઈને દુઃખ આપતી નથી અને કપટ કરતી નથી.

આવી સ્ત્રીઓના સંતાન પણ ખૂબ જ તેજસ્વી હોય છે. જે મોટા થઈને ખૂબ જ નામ કમાય છે. જો કોઈ સ્ત્રીનું મુખ તેના પિતા સમાન છે મહિલાઓ ધન આકર્ષિત માનવામાં આવે છે. આવી સ્ત્રીઓને વિવાહ માટે સર્વોત્તમ માનવામાં આવે છે. મિત્રો તમારું પણ મુખ તમારા માતા કે પિતા સાથે મળતું આવતું હોય તો કોમેન્ટ બોક્ષ માં અવશ્ય જણાવજો. જય માતા લક્ષ્મી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *