દીકરીઓ કોના ઘરમાં જન્મ લે છે, જાણો.જેના ઘરમાં દીકરી છે તે જરૂર વાંચજો.

Astrology

મિત્રો, કહેવાય છે નસીબવાળા લોકોના ઘરમાં દીકરીનો જન્મ થાય છે. જે ઘરમાં દીકરી હોય છે તે માતા લક્ષ્મી સાક્ષાત વાસ કરે છે. ભગવાન દીકરીઓ હંમેશા મોટા મનવાળા લોકોને અને કિસ્મતવાળા લોકોને જ આપે છે. આ વિષય પર એક જ ખુબ જ સરસ વાર્તા છે. એકવાર બે મિત્રો ઘણા દિવસ પછી મળ્યા. એક મિત્રે પૂછ્યું કે તારે કેટલા બાળકો છે? તો તે મિત્રે કહ્યું મારા ઘરમાં બે દીકરા છે. પ્રથમ મિત્રએ પુછ્યું તારે કેટલા બાળકો છે. તો તેને કહ્યું ભગવાનની કૃપાથી મારે બે દીકરીઓ છે.

દીકરાઓનો પિતા બોલ્યો કે મારા પર ભગવાનની એટલી કૃપા છે કે મને ભગવાન ને બે છોકરા આપ્યા છે એટલે હું ચિંતામુક્ત છું. બીજા મિત્રની આંખોમાં આંસુ આવી ગયા અને બોલ્યો કે ભગવાને મને તો બે દીકરીઓ આપી છે. ત્યારે પહેલો મિત્ર બોલ્યો કે સારું થયું ભગવાને મને બે દીકરા જ આપ્યા છે કારણકે દીકરીઓ સ્કૂલમાં જાય,કોલેજમાં જાય તેમને લેવા જાઓ મુકવા જાવ તેમનું ધ્યાન રાખો તેના કરતાં સારું છે કે મારા ઘરમાં છોકરા છે. બાજુમાં ઊભેલી એક દીકરીએ પ્રથમ મિત્રનો શર્ટ ખેંચ્યી અને બોલી, અંકલ ઓ અંકલ, ભગવાન દીકરી મોટા હૃદયવાળા લોકોને,દાન કરવા વાળા લોકોને આપે છે. તમારા ઘરમાં દીકરીનો જન્મ થવા માટે સારું ભાગ્ય જોઈએ. ભગવાન દીકરી કદી પણ ભિખારી કે કંજૂસ વ્યક્તિને નથી આપતો.

શાસ્ત્રોમાં પણ એવું લખ્યું છે કે દીકરી જ્યારે જન્મ લે છે ત્યારે પોતાની કિસ્મત સાથે લઈને જન્મ લે છે. તેની ચિંતા કરવાની કોઇ જરૂર હોતી નથી. દીકરી મા અને પિતા માટે બોજ નથી હોતી. દીકરી તો મા અને પિતાની ખુશીઓનું ધ્યાન રાખે છે. મિત્રો એક દીકરો પોતાના માતા-પિતાને દુઃખી અને પરેશાન જોઈ શકે છે પરંતુ એક દીકરી પોતાના માતા-પિતાને દુઃખી અને પરેશાન કદી જોઇ શકતી નથી. દીકરીને પોતાના પિતા સાથે સૌથી વધારે લગાવ હોય છે. તો દરેક સમયે પોતાના પિતાની ચિંતા કરતી રહેતી હોય છે. પિતા જ્યારે સેજ પણ ચિંતા માં દેખાય ત્યારે એક દીકરી તરત જ પૂછી લે છે કે શું થયું પપ્પા? પરેશાન દેખાવ છો. વધારે કામ ન કરો, તમે થાકી જાઓ છો. કેટલોક સમય આરામ પણ કરવાનું રાખો.

એક દીકરીના ભલે લગ્ન થઈ જાય અને તે સાસરે ચાલી જાય છતાં તે હંમેશા ફોન દ્વારા પોતાના માતા-પિતાના ખબર-અંતર પૂછતી રહેતી હોય છે. દીકરી માતા પિતા માટે હંમેશા તત્પર રહે છે. દીકરી ભલે દૂર દેશમાં લગ્ન કરીને ગઈ હોય પરંતુ રક્ષાબંધન વખતે પોતાના ભાઈને રાખડી બાંધવા અવશ્ય આવે છે. આવી હોય છે દીકરીઓ જે દૂર રહીને પણ પોતાના તમામ કર્તવ્ય નિભાવે છે. એક દીકરી ભલે ગમે તેટલી વૃદ્ધ થઈ જાય તે પોતાના પિયર ને હંમેશા સંભાળે છે. દીકરીની વિદાયમાં સૌથી વધારે રડે છે. કારણ કે દીકરીનો પિતા પર અને પિતાનો દીકરી પર સૌથી વધારે લગાવ હોય છે.

એક દીકરી થી જ ઘરની શોભા હોય છે. તેઓ ઘરની લક્ષ્મી હોય છે. દીકરીનો જન્મ થવા પર દુઃખી ન થાઓ પરંતુ ભગવાનને ધન્યવાદ કહો કે તમારું ધ્યાન રાખવા માટે ભગવાને તમને દીકરી સ્વરૂપે રત્ન આપ્યું છે. જ્યાં દીકરી અને વહુ ખુશ રહે છે, હંમેશા પ્રસન્ન રહે છે તે માતા લક્ષ્મીની કૃપા અવશ્ય બની રહે છે. જો તમારા ઘરે પણ માતા લક્ષ્મી સ્વરૂપ દીકરી હોય તો અવશ્ય જણાવજો. જય માતા લક્ષ્મી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *