હનુમાનજી ના 3 લગ્ન પછી પણ કેમ એમને બ્રાહ્મચારી કહેવાય છે. કારણ જાણીને તમને ભી લાગશે નવાઈ.

Astrology

મિત્રો પવનપુત્ર હનુમાન જેમને સૌથી મોટા રામભક્ત ના રૂપ ઓળખવામાં આવે છે અને પૂજવામાં આવે છે આપણા હિન્દુ શાસ્ત્ર ભગવાન હનુમાન સાથે જોડાયેલી ઘણી માન્યતાઓ છે પણ અમે તમને એ માન્યતા ની વાત કરવા માંગે છે જે ભગવાન હનુમાન સાથે જોડાયેલા બ્રહ્મચર્ય વિષે છે આપણે નાનપણથીજ સાંભળતા આવ્યા છે કે ભગવાન હનુમાન બાલ બ્રહ્મચારી હતા અને તેમને કદી વિવાહ કર્યા નથી પરંતુ મિત્રો આ ફક્ત અડધું સત્ય છે કારણકે આપણા શાસ્ત્રોમાં હનુમાનજી નો વિવાહિત હોવાનો ઉલ્લેખ મળે છે

મિત્રો ભગવાન હનુમાન તેમના ભક્તો પર આવવા વાળા બધા જ દુઃખો દૂર કરી દે છે એવી માન્યતા છે કે ભગવાન હનુમાન બહુ જલ્દી પ્રસન્ન થઈ જવા વાળા દેવતા છે જેને ભક્તો મંગળવારના દિવસે પૂજા દરમિયાન અમૃતવાણી અને હનુમાન ચાલીસાનું પાઠ કરીને પ્રસન્ન કરે છે

મિત્રો તમે શું આ જાણો છો કે પરાશર સંહિતા માં આપેલી એક કથા અનુસાર હનુમાનજીના વિવાહ થયા હતા છતાં તે હંમેશા બાલબ્રહ્મચારી રહ્યા. પરાશર સંહિતા મા ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે હનુમાનજી સૂર્ય દેવતાના શિષ્ય હતા જે સૂર્યદેવ પાસેથી એમની 9 વિદ્યાઓનું જ્ઞાન લેવા માગતા હતા સૂર્ય દેવે બજરંગ બલી નવમાંથી પાંચ વિદ્યાઓનું જ્ઞાન આપી દીધું પરંતુ બાકીની ચાર વિદ્યાઓનું જ્ઞાન હનુમાનજીને દેવા મા તે અસમર્થ હતા કારણ કે આ વિદ્યાઓ નું જ્ઞાન સૂર્યદેવ એ જ શિષ્યને આપી શકતા હતા જે વિવાહિત હતા એવામાં સૂર્યદેવે ભગવાન હનુમાન સામે વિવાહ કરવાનો પ્રસ્તાવ મૂક્યો.

પહેલા તો ભગવાન હનુમાન માન્યા નહીં પરંતુ પછી વિદ્યાઓનું પૂર્ણ જ્ઞાન લેવા માટે એ તેમના ગુરુ ના આ પ્રસ્તાવને માની ગયા એવામાં હનુમાનજીના વિવાહ માટે યોગ્ય કન્યાની શોધ શરૂ થઈ જે પૂરી થઈ સૂર્યદેવની પુત્રી suvarchala ઉપર. સૂર્યદેવ ભગવાન હનુમાનને કહ્યું કે suvarchala પરંતુ તેજસ્વી અને પરમ તપસ્વી છે અને તેનું તેજ તમે સહન કરી શકશો નહી suvarchala સાથે વિવાહ પછી તમે બાકીની ચાર વિદ્યાઓનુ જ્ઞાન પ્રાપ્ત કરી શકશો. ભગવાન સૂર્યદેવ એ પણ કહ્યું કે suvarchala જોડે વિવાહ પછી પણ તમે બાલબ્રહ્મચારી રહેશું કારણ કે વિવાહ પછી suvarchala પુન તપસ્યામાં લીન થઇ જશે.

આ બધું જાણ્યા પછી ભગવાન હનુમાન વિવાહ માટે તૈયાર થઈ ગયા અને આ રીતે સૂર્ય દેવે ભગવાન હનુમાનના અને suvarchala ના વિવાહ કરાવી દીધા વિવાહ પછી suvarchala ફરી તપસ્યામાં લીન થઈ ગઈ અને ભગવાન હનુમાન તેમના ગુરુ સૂર્યદેવ પાસેથી બાકીની ચાર વિદ્યાઓનું જ્ઞાન મેળવી લીધું અને આ રીતે વિવાહ પછી પણ ભગવાન હનુમાન હંમેશા બાલ બ્રહ્મચારી બની રહ્યા.

ભગવાન હનુમાનના બીજા વિવાહ બીજા એક ધર્મગ્રંથ માં બતાવ્યા અનુસાર વરુણ દેવ અને રાવણ વચ્ચે થયેલા યુદ્ધમાં ભગવાન હનુમાન વરુણદેવ તરફથી લડ્યા હતા અને આ યુદ્ધમાં રાવણ ની હાર થઇ હતી અને રાવણ એ હાર્યા પછી તેની પુત્રી આનંદ કુસુમ આ ના લગન પવનપુત્ર હનુમાન જોડે કર્યા હતા ભગવાન હનુમાન કોઈ દિવસ વૈવાહિક જીવન જીવ્યા નથી અને તે પછી પણ તે બાલબ્રહ્મચારી રહ્યા. આ યુદ્ધ પછી વરુણ દેવ હનુમાનજી ખૂબ પ્રસન્ન થઈને તેમની પુત્રી સત્યવતીના વિવાહ હનુમાનજી સાથે કરી દીધા હતા હનુમાનજીએ પરિસ્થિતિને આધીન વિવાહ કર્યા હતા પણ તે કોઈ દિવસ વૈવાહિક જીવન જીવ્યા નહીંઅને હંમેશા બાલ બ્રહ્મચારી બની રહ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *