બેસવાની રીત થી ખબર પડી જાય છે તમારો સ્વભાવ કેવો છે.

Astrology

મિત્રો, સાયકોલોજીકલ રિસર્ચ અનુસાર એ વાત સામે આવી છે કે કોઈપણ વ્યક્તિના બોલવાની, બેસવાની અને ચાલવાની રીતથી તે વ્યક્તિના સ્વભાવથી જોડાયેલી ઘણી બધી માહિતી મળે છે. તમે જે રીતે બેસો છો તેનાથી તમારા નેચર અને તમારી ટેવ ની બાબતમાં જાણવા મળે છે. દરેક વ્યક્તિની બેસવાની રીત અલગ અલગ હોય છે. બેસવાની પાંચ કોમન પોઝીશન હોય છે. જો કોઈ વ્યક્તિ પોતાના ઢીંચણને જોડીને અને પગને ફેલાવીને બેસે છે અને વારંવાર પોતાના પગને હલાવે છે તે વ્યક્તિ ખુલ્લા વિચારો વારો હોય છે. આવો વ્યક્તિ હંમેશા બધામાં ભળી જાય છે. કોઈ નવા વ્યક્તિ સાથે પણ તે ખુલીને વાતો કરી શકે છે. આ રીતે બેસવા વાળા લોકો કોઈ એક કામ ઉપર વધારે સમય સુધી પોતાના મનને કેન્દ્રિત નથી કરી શકતા. વાતો કરતી વખતે પણ તેઓ વિષયને બદલ્યા કરે છે. તેઓ એવું માને છે કે સમય આવવા પર બધી જ મુશ્કેલીઓ આપોઆપ દૂર થઈ જશે એટલે તેઓ કોઈપણ સમસ્યાની વધારે ચિંતા નથી કરતા. હંમેશા બીજા લોકોની મદદ કરે છે. તેઓ એક સાચા અને ઈમાનદાર મિત્ર હોય છે.

બેસવાની બીજી રીત છે પગ ઉપર પગ ચડાવીને બેસવું. જે લોકો પગ પર પગ ચડાવીને બેસે છે તેવા લોકો ખૂબ જ સકારાત્મક વિચારો વાળા વ્યક્તિઓ હોય છે. આ લોકો નવા વ્યક્તિઓ પર જલ્દી વિશ્વાસ નથી કરતા. પોતાના જીવનથી જોડાયેલી વાતો બીજા કોઈની સાથે નથી કરતા. તેમને જોઈને ઘણા લોકો તેમને મતલબી અને અકડું સમજે છે પરંતુ તેમનું વ્યક્તિત્વ ખૂબ જ શાનદાર હોય છે. કોઈ એક જગ્યાએ વધારે સમય સુધી બેસવું તેમને પસંદ નથી હોતું. કોઈની વધારે સમય સુધી રાહ જોવી પણ તેમને પસંદ નથી હોતી. તેમને કારણ વગર પોતાનો સમય બરબાદ કરવો પસંદ નથી હોતુ. આ રીતે બેસવા વાળા લોકો ખૂબ જ બુદ્ધિમાન હોય છે. જો તમે પણ આ રીતે બેસતા હોય તો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

ઘણા લોકો પોતાના ઘૂંટણને દૂર રાખીને પોતાની પગની એડીઓ નજીક રાખીને બેસતા હોય છે. આવા લોકો ખૂબ જ પ્રામાણિક વ્યક્તિઓ હોય છે. આવા લોકો વધારે વાતો કરવી પસંદ નથી કરતા. આ પ્રકારે બેસવાવાળા લોકો કોઈનું અપમાન પણ નથી કરતા. હંમેશા કોઈ પણ વાત સમજી વિચારીને જ કરે છે. કોઈને દુઃખ ન લાગે તેનું હંમેશા ધ્યાન રાખે છે. આવા લોકો પોતાના ગુસ્સા પર કંટ્રોલ નથી કરી શકતા એટલા માટે ઘણીવાર તણાવનો પણ સામનો કરવો પડે છે. ચોથી પોઝિશન છે બંને પગ ભેગા રાખીને બેસવું. આ રીતે બેસનાર વ્યક્તિઓ પરફેક્ટ હોય છે. આ રીતે બેસનાર વ્યક્તિઓને સમય બરબાદ કરવો પસંદ હોતું નથી. તેઓ પોતાની મહેનતને બરબાદ થવા દેતા નથી. આ રીતે બેસવાવાળા લોકો વચનના પાકા હોય છે. આ લોકો એક વાર કોઈને વચન આપે તો પ્રાણના ભોગે પણ તેમને નિભાવે છે. આ રીતે બેસવા વાળા લોકો ખૂબ જ બુદ્ધિમાન હોય છે. હંમેશા પોતાના પ્રેમ અને પરિવાર માટે મજબૂતીથી ઊભા રહે છે.

ઘણા લોકો પોતાના બંને પગને ભેગા રાખીને એક તરફ નમીને બેસે છે. આવા લોકો નસીબ પર વિશ્વાસ કરવાવાળા વ્યક્તિઓ હોય છે. આ રીતે બેસવા વાળા લોકો પોતાની રીતે જિંદગી જીવવા વાળા હોય છે. કોઈ તેમને ટોકે તે તેમને સહેજ પણ પસંદ હોતું નથી. આવા લોકો હંમેશા પોતાના મિત્રો અને પરિવારના લોકોની કદર કરે છે. તેમનો જીવનસાથી પણ તેમના પર ખૂબ જ વિશ્વાસ કરે છે. આ રીતે આ પાંચ બેસવાની રીતોથી આપણે વ્યક્તિનો સ્વભાવ વિશે સરળતાથી જાણી શકીએ છીએ. તમે આમાંથી કઈ રીતે બેસો છો તે અવશ્ય જણાવજો. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *