પારકી સ્ત્રીને તાકી તાકીને જોવા વાળા પુરુષોને મળે છે આવી સજા

Astrology

મિત્રો, આપણે સૌ જાણીએ છીએ આ કળિયુગમાં સંબંધોમાં મર્યાદા કેટલી ઓછી થઈ ગઈ છે. પુરુષોનું પારકી સ્ત્રીઓ પ્રત્યે આકર્ષણ વધતું જાય છે. આજે ઘણા લોકો તો પારકી સ્ત્રીઓ સામે તાકી તાકીને જોઈ રહેતા હોય છે. આપણા ધર્મગ્રંથો અને શાસ્ત્રો મુજબ પારકી સ્ત્રી સાથે સંબંધ રાખવો મહા પાપ માનવામાં આવે છે. જો તમે ભૂલથી પણ કોઈ પારકી સ્ત્રી સામે ખરાબ નજરથી જુઓ છો તોપણ તમને નરકની કઠોળ સજા મળવી એકદમ નિશ્ચિત છે. ગરુડ પુરાણમાં પણ લખવામાં આવ્યું છે કે જો કોઈ પુરુષ પારકી સ્ત્રી સાથે સંબંધ બનાવે છે અને પોતાની પત્નીને દગો આપે છે તો તેને જયંતિ નરકમાં ઘોર યાતનાઓ સહન કરવી પડે છે.

જયંતિ નરકમાં એક મોટી ચટ્ટાન રાખવામાં આવેલી છે જેમાં પારકી સ્ત્રી સાથે સંબંધ રાખનાર પુરુષને આ ચટ્ટાન વડે દબાવી નાખવામાં આવે છે. તે વખતે તમારી આત્મા બૂમો પાડવા લાગે છે. ત્યાં ઉભેલા યમદૂતો તમને આ ચટ્ટાનમાંથી બહાર નીકળવા દેતા નથી. પરસ્ત્રીને ખરાબ નજરથી જોવા વાળા વ્યક્તિઓને આ સજા આપવામાં આવે છે. એટલા માટે જ આપણા વડીલો આપણને હંમેશા સમજાવે છે કે પરસ્ત્રી હંમેશા મા સમાન હોય છે. જે સ્ત્રીઓ પરપુરુષ સાથે સંબંધ રાખે છે તેમને શલ્મલિ નામના નરકમાં જવું પડે છે. સ્ત્રી હોય કે પુરુષ જે પણ પોતાના જીવનસાથીને દગો આપે છે તેની આંખો પણ ફોડી દેવામાં આવે છે.

જેટલા વર્ષ સુધી જીવનમાં તમે પાપ કર્યા હશે તેટલા વર્ષ સુધી આ નર્કમાં કષ્ટ ભોગવવા પડે છે. જે મનુષ્યએ સારા કર્મ કર્યા હશે તેમને ભગવાનનું વિમાન સીધું જ સ્વર્ગમાં લઈ જાય છે પરંતુ જો તે મનુષ્યએ ખરાબ કર્મો કર્યા હશે તો યમદૂત તેને લેવા આવે છે. યમદૂત તેને મારતા, પીટતા અને ઘસીડતા યમલોક સુધી લઈ જાય છે. યમલોક પહોંચીને મનુષ્યના કર્મોનો હિસાબ થાય છે. કરેલા પાપો માટે તેને નરકની આગમાં સળગવા માટે છોડી દેવામાં આવે છે. યમલોકમાં આત્મા ભગવાનને યાચનાઓ કરે છે કે તે હવે આવા કોઈ પાપ નહીં કરે પરંતુ ભગવાન તેને માફ કરતા નથી. દરેક પુરુષે પારકી સ્ત્રીને ખરાબ નજરથી જોતા પહેલા આટલી વાત અવશ્ય જાણી લેવી જોઈએ. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *