મિત્રો રસોડામાં વપરાતી દરેક વસ્તુ માટે વાસ્તુશાસ્ત્રનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે. રસોડાને માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. રસોડાની સ્વચ્છતા અને વાસ્તુનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે. રસોડું માતા લક્ષ્મીનો વાસ છે. ખાસ કરીને રસોડાની કડાઈ અને તવી નું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
આમ જોવા જઈએ તો રસોડાની દરેક ચીજ-વસ્તુઓ મહત્વ રાખે છે પરંતુ તવો અને કડાઈ રાહુનું પ્રતિનિધિત્વ કરે છે. જેથી રસોડાની અંદર તવા અને કઢાઈનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ઘરમાં તવો એવી જગ્યા પર રાખો જ્યાં બહારથી આવવા વાળી કોઈપણ વ્યક્તિની નજર તેના ઉપર ન પડે. બીજી એક મહત્વની બાબત ધ્યાન રાખવા જેવી છે કે રસોડામાં કદાપિ તવો અને કઢાઈ ઊંધા શુ કરીને રાખવા જોઇએ નહીં. કદી પણ ગરમ તવા ઉપર પાણી છાંટવું જોઇએ નહીં આવું કરવાથી ઘરમાં તકલીફો વધી શકે છે.
જ્યારે રાત્રે ભોજન બની જાય ત્યારબાદ તવાને ધોયા વગરનો રાખવું જોઈએ નહીં. તવાને હંમેશા રાત્રે ધોઈને રાખવો જોઈએ. તવો અને કડાઈ જ્યાં રસોઈ બને છે તેની જમણી બાજુ રાખવાં જોઈએ. ગરમ તવા ઉપર કદી પણ પાણી છાંટવું જોઇએ નહીં કારણકે ગરમ પાણી છાંટવાથી છન્ન જેવો જે અવાજ થાય છે આ અવાજ જીવનમાં મુશ્કેલીઓ ઉભી કરી શકે છે.