તમારો બીજો જન્મ કઈ યોનિ માં થશે? ભૂત બનશો કે મનુષ્ય

Astrology

મિત્રો, જન્મ-મરણનું ચક્ર ત્યાં સુધી ચાલ્યા કરે છે જ્યાં સુધી મનુષ્યને મોક્ષ ન મળી જાય. ગીતામાં પણ ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે જે રીતે વ્યક્તિ પોતાના વસ્ત્રોને બદલીને નવા વસ્ત્રો ધારણ કરે છે તે રીતે આત્મા પણ એક શરીર બદલીને નવું શરીર ધારણ કરે છે. જે પણ જીવ આ મૃત્યુલોકમાં જન્મ લે છે તેનું મૃત્યુ પછી પુનર્જન્મ થવું નિશ્ચિત છે. કહેવાય છે કે મનુષ્યને જન્મ તેના કર્મોના હિસાબથી જ મળે છે અને મૃત્યુ પણ તેના કર્મ ભોગવી લીધા પછી જ થાય છે. વર્તમાન જીવનમાં કરવામાં આવેલા કર્મોના આધારે જ તેનો આગળનો જન્મ 84 લાખ યોનિયમાંથી ગમે તે એક યોની માં થાય છે.

જ્યારે શિશુ માતાના ગર્ભમાં હોય છે ત્યારે ભગવાનને એ પ્રાર્થના કરતો હોય છે કે હે ભગવાન તમે મને ગર્ભમાંથી બહાર કાઢશો તો હું સંપૂર્ણ જીવન ભગવાનનું નામ લઈશ. પરંતુ જન્મ લીધા પછી તે બધું જ ભૂલી જાય છે અને તેના ભૌતિક કર્મોમાં લાગી જાય છે. તે સંસારની મોહમાયા માં એવી રીતે ફસાઈ જાય છે કે પરમ પિતા પરમેશ્વર માટે તેની પાસે સમય જ નથી વધતો. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે બીજા વ્યક્તિની પત્ની સાથે સંબંધ બનાવવા વાળો વ્યક્તિ ઘોર નરકમાં જાય છે. તેને શિયાળ, કુતરો,ગીધ, સાપ, કાગડો અને અંતમાં બગલાની યોની પ્રાપ્ત થાય છે. આ બધા જન્મ પછી અંતમાં તેને મનુષ્યની યોની પ્રાપ્ત થાય છે. મોટાભાઈનું અપમાન કરવા વાળા વ્યક્તિને કોંચ નામના પક્ષીની યોની માં જન્મ લેવો પડે છે.

જ્યારે કોઈ મનુષ્ય સોનાની ચોરી કરે છે ત્યારે તેને કીડી મકોડાની યોનિમાં જન્મ લેવો પડે છે. જે વ્યક્તિ ચાંદીની વસ્તુની ચોરી કરે છે તેને કબૂતરની યોનિ મળે છે. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય પોતાના પિતૃઓ અને દેવતાઓને સંતુષ્ટ કર્યા વગર જ મૃત્યુ પામે છે 100 વર્ષો સુધી કાગડાની યોનિમાં રહેવું પડે છે. ત્યારબાદ તે કૂકડો બને છે અને એક મહિના સુધી તેની સાપનો જન્મ ભોગવવો પડે છે. ગરુડ પુરાણમાં એ પણ કહેવામાં આવ્યું છે કે વ્યક્તિનું બીજો જન્મ તેની ઈચ્છાઓ અને પ્રવૃત્તિઓ પર આધાર રાખે છે. જો તમારી ઈચ્છા હંમેશા કંઈક ને કંઈક ખાવાની હોય અને તમે ભોજન વિશે વિચાર્યા કરતા હોય તો આગળના જન્મ તમે ભૂંડનો અવતાર ધારણ કરી શકો છો.

મનુષ્ય પોતાના જીવનમાં ઘણા એવા કામ કરે છે જેના કારણે મૃત્યુ પછી તેને ભૂત યોનિમાં જવું પડે છે. જે વ્યક્તિ પોતાના પિતૃઓની ધન સંપત્તિનો નષ્ટ કરી દે છે કે પછી કોઈની જમીન દગાથી હડપી લે છે તે લોકો નિશ્ચિત રૂપથી પ્રેત યોનિમાં ભટકે છે. જે લોકો પોતાની જિંદગીથી હારીને આ-ત્મ હ-ત્યા કરી લે છે તેમને પણ મૃત્યુ પછી પ્રેત યોની પ્રાપ્ત થાય છે. અકાલ મૃત્યુથી મળવા વાળા લોકોને પણ ભૂતની યોનિ પ્રાપ્ત થાય છે. જો તમે મનુષ્ય યોની માં જન્મ લેવા ઈચ્છો છો અથવા તો જન્મ મરણના આ ચક્રમાંથી મુક્ત થવા માંગો છો તો આ જન્મમાં સારા કામ કરો. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *