ભગવાન સામે રડવાથી શું થાય છે? તમને નહીં ખબર હોય આ ચમત્કાર વિશે.

Astrology

મિત્રો, ઘણા લોકોને પૂજા કરતી વખતે આંખોમાંથી આંસુ આવી જાય છે. આ સંસારના કણ કણમાં ભગવાન શિવનો વાસ છે. સમસ્ત બ્રહ્માંડમાં વસેલી અસીમ ઉર્જા સ્વયં શિવ છે. શિવ આદિ છે અને શિવ જ અનંત છે. જ્યારે પણ આપણી પૂજાપાઠ કરીએ છીએ ત્યારે આપણી આત્માનું જોડાણ ઈશ્વર સાથે થાય છે. ઈશ્વર સર્વવ્યાપી છે અને સમસ્ત સજીવ અને નિર્જીવ પદાર્થોમાં તેમનો વાસ છે. આ કારણે જ જ્યારે તમારી અંતરઆત્માનો ઈશ્વર સાથે સંબંધ જોડાઈ જાય છે ત્યારે ભગવાન તમને કેટલાક સંકેતો આપે છે. આપણે સામાન્ય મનુષ્યો ઈશ્વરના સંકેતોને સમજી શકતા નથી. સર્વવ્યાપી પરમાત્મા દરેક આત્મા સાથે જોડાયેલા હોય છે.

જ્યારે પણ આપણી પૂજા કે ધ્યાન કરીએ છીએ ત્યારે આપણા આજુબાજુનું વાતાવરણ સકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે અને તેના કારણે જ આપણને પ્રસન્નતા મહેસૂસ થાય છે. તમે ગમે તેટલા ચિંતામાં કેમ ન હોય ભગવાનની પૂજા પાઠ કરવાથી મનને પ્રફુલ્લિત મહેસૂસ કરોછો. ઘણીવાર આપણે ભગવાનની કથા સાંભળતા હોઈએ છીએ ત્યારે શરીરનાં રૂવાડાં ઉભા થઈ જાય છે અને આંખોમાંથી આંસુ આવી જાય છે. જો તમે ઈશ્વરની આરાધના માં ધ્યાન લગાવીને બેઠા હોવ અને તમારી આંખોમાંથી આંસુ આવવા લાગે તો આ ઈશ્વરનો સંકેત છે કે તમારી આત્માનું ઈશ્વર સાથે જોડાણ થઈ ગયું છે. આવું થતા ભગવાનને તમારી મનોકામના અવશ્ય જણાવો. આ સમયે ભગવાનને કરેલી દરેક પ્રાર્થનાનું ફળ અવશ્ય મળે છે.

પૂજા સમયે આંખોમાંથી આંસુ આવવાનું એ પણ કારણ માનવામાં આવે છે કે તમારા અંતરમનની બુરાઈની સફાઇ થઇ રહી છે અને તમારો અંતરાત્મા શુદ્ધ થઈ રહ્યો છે. ભગવાનના દીવાની જ્યોત મોટી થાય તે પણ ભગવાનનો એક સંકેત છે. અગ્નિમાં ભગવાન શિવ શંકરનો વાસ હોય છે. પૂજા કરતી વખતે દીવાની જ્યોત વધી જાય તો તે સંકેત છે કે ભગવાન તમારી પૂજા અને સાચી ભક્તિથી પ્રસન્ન છે. આ સમયે પણ કરવામાં આવેલી દરેક મનોકામના પૂર્ણ થાય છે. પૂજા કરતી વખતે અગરબત્તીનો ધુમાડો જો ભગવાનની તરફ જઈ રહ્યો હોય તો તેનો અર્થ એ છે કે તમારી પૂજાને ભગવાને સ્વીકાર કરી લીધી છે.

જો તમે ભગવાનની પ્રતિમા પર ફૂલ ચઢાવેલો હોય અને ધ્યાન અને પૂજા કરતી વખતે ફુલ જો તમારી તરફ પડે છે તો આ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. આ સંકેતનો અર્થ એ છે કે તમારી પ્રાર્થનાને ભગવાને સ્વીકાર કરી દીધી છે અને તેનુ ઉચિત ફળ તમને ટૂંક સમયમાં જ પ્રાપ્ત થશે. પૂજાપાઠ કરતી વખતે જો ઘરના દરવાજા પર ગાય આવે છે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. દ્વાર ઉપર આવેલી ગાયની પૂજા કરો અને તેને રોટલી ખવડાવવી જોઈએ. ગાયને નમસ્કાર કરીને પોતાની મનોકામના ગૌમાતાને કહેવી જોઈએ. તમારી ઇચ્છા અવશ્ય પુરી થશે. તમને પણ ભગવાન દ્વારા આવા કોઈ સંકેત મળે છે તો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. હર હર મહાદેવ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *