કૃષ્ણ ભગવાન કહે છે, મનુષ્યની આ 4 સારી આદતોથી તેનો પરિવાર સદા હસતો ખેલતો રહે છે.

Astrology

મિત્રો આપણને બે પ્રકારની આદતો હોય છે. કેટલીક સારી આદતો હોય છે તો કેટલીક ખરાબ આદતો હોય છે. આપણી આદતો થી જ આપણું ભાગ્ય પ્રભાવિત થાય છે. સારી આદતો ના કારણે તેનો સકારાત્મક પ્રભાવ જીવન પર પડે છે. ઘણીવાર આપણે આપણા વ્યસ્ત જીવનના કારણે ભગવાન ની પૂજા અર્ચના કરવાનો પણ સમય કાઢી શકતા નથી. જેનું દુઃખ આપણા મનમાં રહેતું હોય છે. મિત્રો, ઈશ્વર આપણા સાચા આચરણ અને સારા કામોથી ઈશ્વર આપણા પર સદાય પ્રસન્ન થતા હોય છે. આપણી કેટલીક સારી ટેવો આપણને ભગવાનની નજીક લઈ જઈ શકે છે. ભગવાન શ્રીકૃષ્ણે કહેલી આ 4 આદતો દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં જરૂર ઉતારવી જોઈએ.

દરેક વ્યક્તિએ સવારે ઉઠતાની સાથે પોતાના આરાધ્ય દેવનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ. દરેક વ્યક્તિએ પોતાના કુળદેવી કુળદેવતાનું સ્મરણ દિવસમાં એકવાર અવશ્ય કરવું જોઈએ જેથી પરિવારમાં કુળદેવી કે કુળદેવતાની કૃપાથી સુખ-શાંતિ બની રહે છે. ઘરમાં તુલસીનો છોડ હોય તો ત્યાં એક દીવો અવશ્ય કરવો જોઈએ. આપણી આ એક સારી આદત થી આપણા પરિવાર ઉપર આપણા કુળદેવી કે કુળદેવતાના આશીર્વાદ સદાય બની રહે છે.

શાસ્ત્રોમાં કહેલું છે કે સવારે સ્નાન કર્યા વગર રસોઈઘરમાં જવું જોઈએ નહીં. પરંતુ આપણા વ્યસ્ત જીવનમાં આ આદત જો શક્ય ન હોય તો હંમેશા સ્વચ્છ પાણીથી હાથ પગ ધોઈને સ્વચ્છ થઈને જ રસોડામાં પ્રવેશ કરવો જોઈએ. ચૂલો સળગાવતા પહેલા તેને પ્રણામ અવશ્ય કરવું જોઈએ કારણકે આમ કરવાથી માતા અન્નપૂર્ણાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

કોઈને દુઃખ પહોંચે તેવા શબ્દોનો પ્રયોગ કદાપિ ન કરવો જોઈએ. કોઈ કારણ વગર કદી પણ કોઈનું અપમાન ન કરવું જોઈએ. ઘરના વડીલોને હંમેશા માન સન્માન થી બોલાવવા જોઈએ. મહિલાઓનું હંમેશા સન્માન કરવું જોઈએ સાથે કોઈ પણ પશુ પર કદાપિ અત્યાચાર ન કરવો જોઈએ. ઘરના આંગણે આવેલા પશુને રોટલી અવશ્ય ખવડાવવી જોઈએ. જો આપણે આવી ટેવો પાળીશું તો ભગવાનની કૃપા અવશ્ય બની રહેશે.

રસ્તા પર ચાલતી વખતે હંમેશા એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આપણા પગ નીચે કોઈ નાના જીવજંતુઓનું મૃત્યુ ન થઈ જાય, કોઈ નાનો જીવ કીટક આપણા પગ નીચે આવીને ન મરે તેનું આપણે ધ્યાન તો રાખી જ શકીએ અને જે મનુષ્યમાં આ આદત હોય છે તે મનુષ્ય ભગવાનને અતિ પ્રિય હોય છે. આવા મનુષ્ય જીવનમાં હંમેશા ઉન્નતિ કરે છે. અને ગરીબી આ મનુષ્યથી હંમેશા દૂર જ રહે છે. આ 4 આદતો મનુષ્ય પોતાના જીવનમાં અવશ્ય લાવવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *