રંગરૂપથી કાળી દીકરી સાથે તેની મા એ જે કર્યું તે જાણીને તમે ચોકી જશો

Astrology

મિત્રો, આ વાત છે ગરિમા નામની એક શ્યામ વર્ણી દીકરીની. ગરીમાને તેની મા કહે છે કે,” ગરિમા ચણાના લોટમાં હળદર મિક્સ કરી રાખી છે, નાહ્યા પહેલા એ લગાવી લેજે. આજે સાંજે લગ્નમાં જવાનું છે. તું સુંદર લાગીશ. ત્યારે ગરિમા ના પાડતા કહે છે કે,” અરે મમ્મી મારે નથી લગાવવું આવું બધું, હું જેવી છું તેવી જ સારી છું, લગ્નમાં રૂપાળું દેખાવું આ બધું મને નથી ગમતું. ગરીમાની મમ્મીએ એ સમયે તો કંઈ ના કહ્યું. બીજા દિવસે તેની મમ્મીએ પોતાની સહેલીઓ સાથે ગરિમાના કાળા રંગ વિશે વાત કરી.

ગરીમાની મમ્મીએ કહ્યું કે હું ગરીબાને રોજ કહું છું કે ચહેરા પર ક્રીમ લગાવે, કેટલા બધા ફેસવોશ પણ લાવી આપ્યા છે. ચહેરો સુંદર દેખાશે તો લગ્ન માટે છોકરો પણ સારો મળશે.25 વર્ષની તો થઈ ગઈ છે ગરિમા. ત્યારે તેની સહેલી એ કહ્યું,કે આ કેવી વાત કરે છે તું? તું કઈ સદીમાં જીવે છે? કોઈ વ્યક્તિની ઓળખ તેનો ગોરો, શ્યામ, બ્રાઉન કે બ્લેક રંગ ના હોઈ શકે. એક સ્ત્રીને તેની બાહ્ય સુંદરતાથી ન ઓળખવી જોઈએ. તેની સહેલી એ કહ્યું કે રમા તારો દીકરો પણ શ્યામ છે પણ તે એને તો કદી ગોરા થવાનું નથી કહ્યું. કારણ કે તે છોકરો છે. એક દીકરી જ્યારે કાલે ઊઠીને કોઈની પત્ની બનશે, એક મા બનશે. એના માટે જરૂરી છે એનું શારીરિક માનસિક અને બૌદ્ધિક રૂપથી સ્વસ્થ હોવું અને એના માટે કોઈ ક્રીમ પાવડર ની જરૂર નથી. એના માટે જરૂરી છે દીકરીને ભણાવવું ગણાવવું, સમય સમય પર દીકરીનો મેડિકલ ટેસ્ટ કરાવવું, તેનું કેલ્શિયમ, હિમોગ્લોબીન ચેક કરાવવું.

સ્ત્રીઓ જ માનવ જાતિને આગળ વધારે છે. સ્ત્રી ના હોત તો આ માનવ જાતિ પણ ના હોત. દીકરીઓને આ ક્રીમ,પાવડર છોડીને તેના ખાન પાન પર ધ્યાન રાખવું જોઈએ. રમા પોતાની સહેલીની બધી વાતોની ગંભીરતાને સમજી ગઈ હતી. તેને હવે નક્કી કર્યું કે હવે તે ક્યારેય દીકરીના રંગને લઈને ચિંતા નહીં કરે. તેનુ ખૂબ સારી રીતે ધ્યાન રાખશે. આજે પણ આપણા સમાજની માનસિકતા છે કે દીકરીનું સુંદર હોવું જરૂરી છે. પણ હવે સમય આવી ગયો છે આપણે આવી ફાલતુ વાતો ને પાછળ છોડી દઈએ અને દીકરીઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીએ. એટલા માટે કોઈપણ દીકરીને તેના રંગથી નહીં પરંતુ તેના સંસ્કારોથી ઓળખતા શીખો. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *