મૃત્યુ પછી કોણ ક્યાં સુધી આપણી સાથે આવે છે?

Astrology

મિત્રો, મનુષ્યનું શરીર નશ્વર હોય છે અને એનો નષ્ટ થવો નિશ્ચિત હોય છે. તમે પણ સાંભળ્યું હશે કે મનુષ્ય કશું લીધા વગર આવે છે અને કશું લીધા વગર જ જાય છે. તેની સાથે તે પણ કહેવામાં આવે છે કે મૃત્યુ પછી કોઈ સાથ નથી આપતું તે પછી આપણા પરિજનો હોય કે દોસ્ત. પરંતુ આજે આપણે જાણીશું કે મૃત્યુ પછી આ બધા મૃતક વ્યક્તિનો ક્યાં સુધી સાથ આપે છે. મૃત્યુ પછી પણ તમારા સાથી તમારો સાથ આપે છે પછી તે પત્ની હોય કે પુત્ર પરંતુ ક્યાં સુધી? તે આજે આપણે જાણીશું. જ્યારે પતિનું મૃત્યુ થાય છે અને તેનું મૃત શરીર સ્મશાન લઈ જવામાં આવે છે ત્યારે પત્નીને આપણો સમાજ ઘરના દરવાજા પર જ રોકી દે છે. પત્નીને ઘરમાંથી બહાર નીકળવાની મંજૂરી નથી હોતી. અર્થાત પતિના મૃત્યુ પછી પત્નીનો ફક્ત ઘરના દરવાજા સુધી જ સાથ હોય છે.

મૃતકના પુત્રનો સાથ ફક્ત સ્મશાન સુધી જ રહે છે. પિતાની ચિતાને આગ લીધા પછી તેનો સાથ પણ ત્યાં જ છૂટી જાય છે. મૃતક વ્યક્તિના દોસ્ત તથા પાડોશીઓ નો સાથ પણ સ્મશાન યાત્રા સુધી જ હોય છે. જેના પછી ફક્ત દિલોમાં યાદો જ રહી જાય છે બાકી તમામ પ્રકારના સાથ છૂટી જાય છે. ઘણા લોકોને પૈસાથી ખૂબ જ પ્રેમ હોય છે પરંતુ મૃત્યુ પછી પૈસાનો સાથ ફક્ત દવાખાના સુધી જ રહે છે. આપણે મહેનત કરીને ભલે ગમે તેટલા પૈસા કમાઈએ પરંતુ આ પૈસા વડે આપણે આપણી છેલ્લી શ્વાસો નથી ખરીદી શકતા. જીવનભર સાથ આપવા વાળું આપણું શરીર પણ ચિતામાં ગયા પછી આપણો સાથ છોડી દે છે.ચિતાની આગ લાગ્યા પછી એક મીણબત્તીની જેમ આપણું શરીર પીગળવા લાગે છે.

મનુષ્યના મૃત્યુ પછી જો કોઈ તેને છેલ્લે સુધી સાથ નિભાવે તો તે છે ફક્ત તેના કર્મ. આપણે કરેલા પાપ અને પુણ્યને લઈને આપણે આ દુનિયા છોડીને જઈએ છીએ. એટલા માટે જીવનમાં ધર્મ કાર્યો અને સત્કાર્યો માટે સમય કાઢવો જોઈએ. જ્યારે કોઈપણ મનુષ્યનું મૃત્યુ થાય છે ત્યારે યમરાજના યમદૂત તેને યમલોક લઈ જાય છે અને યમલોકમાં તેના સારા અને ખરાબ કર્મોનો હિસાબ થાય છે. ત્યારબાદ 24 કલાકમાં યમદૂત તેને પાછા ઘરે મૂકી જાય છે. મૃતકની આત્મા પોતાના પરિજનો વચ્ચે ભટક્યા કરે છે. અને પોતાના પરિજનોને પુકારે છે પરંતુ તેનો અવાજ કોઈ સાંભળી શકતું નથી.

આ જોઈને મૃત વ્યક્તિની આત્મા બેચેન થઈ જાય છે. ત્યારબાદ આત્મા પોતાના શરીરમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તે પોતાના શરીરમાં પ્રવેશ કરી શકતી નથી. આત્મા 13 દિવસ સુધી પોતાના પરિજનો પાસે ઘરમાં જ ભટક્યા કરે છે. તેર દિવસ પછી આત્મા મૃત્યુલોકમાંથી યમલોક નીકળી પડે છે. જેના માટે તેને એક વર્ષ જેટલો સમય લાગે છે. તેર દિવસ સુધી કરવામાં આવેલું પિંડદાન આ એક વર્ષ સુધી તેના માટે ભોજનનું કાર્ય કરે છે. એટલા માટે મૃત્યુ પછી ફક્ત આપણા કર્મો જ આપણો સાથ નિભાવે છે. જેથી મનુષ્યએ હંમેશા સારા કર્મો જ કરવા જોઈએ. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *