મિત્રો, ભારતીય સંસ્કૃતિમાં પીપળાને દેવ વૃક્ષ માનવામાં આવે છે. સ્કંદપુરાણમાં પણ કહેવામાં આવ્યું છે કે પીપળાના વૃક્ષના મૂળમાં ભગવાન વિષ્ણુ, શાખાઓમાં નારાયણ અને તેના પાનમાં શ્રીહરી તથા ફળોમાં બધા જ દેવતાઓ સાથે અચ્યુત નિવાસ કરે છે. પીપળાને ભગવાન વિષ્ણુનું જીવંત અને મૂર્તિમાન સ્વરૂપ માનવામાં આવે છે. ભગવાન કૃષ્ણ કહે છે કે સમસ્ત વૃક્ષોમાં હું પીપળાનું વૃક્ષ છું. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પીપળાના વૃક્ષની વિધિ વિધાનથી પૂજા કરવાથી સંપૂર્ણ દેવતા સ્વયં પૂજિત થઈ જાય છે. જે પણ મનુષ્ય પીપળાનું વૃક્ષ વાવે છે તેનો વંશ કદી પણ નષ્ટ થતો નથી. પીપળાની સેવા કરવા વાળા લોકો સદગતિ પ્રાપ્ત કરે છે.
જ્યારે મનુષ્યના બધા જ રસ્તા બંધ થઈ જાય છે, બધી જ બાજુથી સમસ્યાઓ અને સંકટોનો સામનો કરવો પડે, દરેક કામ બગડી જાય ત્યારે તમારે પીપળાના વૃક્ષની શરણમાં જવું જોઈએ. પીપળાના વૃક્ષની શરણમાં જે પણ જાય છે તે કદી પણ ખાલી હાથ પાછો નથી આવતો. પીપળાની પૂજા અર્ચના કરીને તેમની પાસે મદદની અર્ચના કરવાથી થોડા જ સમયમાં બધા જ કષ્ટ દૂર થઈ જશે. શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય પોતાના એક જન્મમાં ફક્ત એક પીપળાનું વૃક્ષ વાવે તેના બધા જ પાપોનો નાશ થઈ જાય છે. પીપળાનું આ વૃક્ષ તેના મૃત્યુ પછી પણ તે મનુષ્ય માટે પુણ્ય કમાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે પીપળાના વૃક્ષ પર મંત્ર લખવાથી અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે. જીવનમાં જો કોઈ ધન સંબંધિત સમસ્યા હોય, વિવાહની સમસ્યા હોય તો પીપળાના પાન પર મંત્ર લખીને તમારા ઘરના મંદિરમાં અવશ્ય રાખો.
શનિવાર નો દિવસ પીપળાની પૂજા કરવા માટેનો ખૂબ જ મહત્વનો દિવસ હોય છે. શનિવારના પીપળાના પાન પર શનિદેવનો આ મંત્ર લખો.ૐ શનિશ્ચરાય નમઃ. આ મંત્ર શનિદેવના મંદિરમાં જઈને તેમના ચરણોમાં રાખી દો. આમ કરવાથી તમારા જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓનો અંત થઈ જશે. શનિદેવને પીપળાનું વૃક્ષ અત્યંત પ્રિય હોય છે. પીપળાના વૃક્ષ નીચે રાયના તેલનો દીવો કરવો જોઈએ. અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરો. તેનાથી તમારા જીવનથી જોડાયેલા સમસ્ત કષ્ટોનો નાશ થઈ જશે.
જો તમારા જીવનમાં ધનથી જોડાયેલી સમસ્યા હોય તો પીપળાના વૃક્ષનો આ ઉપાય તમને ખૂબ જ ધનની પ્રાપ્તિ કરાવશે. પીપળાના વૃક્ષનું એક પાન લઈને તેના પર કુમકુમ થી ૐ શ્રીં નમઃ આ મંત્ર લખીને તેને માતા લક્ષ્મીના ચરણોમાં રાખી દો. અને બીજા દિવસે તે પીપળાના પાનને પોતાની તિજોરીમાં મૂકી દો અથવા જે સ્થાન ઉપર તમે ધન રાખો છો તે સ્થાન પર અવશ્ય રાખો. આ પાનને તમે તમારા પાકીટમાં પણ રાખી શકો છો. તમારી ધનની સમસ્યા અવશ્ય પૂર્ણ થઈ જશે. તો જીવનમાં શત્રુઓથી સમસ્યા હોય તો પીપળાના પાન પર ઓમ હં હનુમતે નમઃ આ મંત્રને લખીને હનુમાનજીના મંદિરમાં જઈ હનુમાનજીના ચરણોમાં રાખી દો. આમ કરવાથી જીવનમાં દેવાની સમસ્યા માંથી મુક્તિ મળશે. અને શત્રુઓથી રક્ષા થશે. આ રીતે પીપળાના વૃક્ષની સેવા પૂજા કરીને આપણે આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ લાવી શકીએ છીએ. જય શ્રી કૃષ્ણ