આ નામવાળા બાળકોનું મૃત્યુ જલ્દી થઈ જાય છે, ભૂલથી પણ ન રાખો આ નામ

Astrology

મિત્રો, આપણા શાસ્ત્રો મુજબ કેટલાક એવા નામ છે જે બાળકોના રાખવામાં આવી તો બાળકનું આયુષ્ય ઓછું થઈ શકે છે સાથે ભવિષ્યમાં તે બાળકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. શાસ્ત્રો મુજબ આ નામ તમારા બાળકોને કદી ન આપવું જોઈએ કારણકે તેનાથી તમારા બાળકનું ભવિષ્ય અંધકારમય બની શકે છે. કેટલાક નામ પોતાનામાં જ એક શ્રાપ હોય છે જેનાથી બાળકના જીવનમાં ઘણી પરેશાનીઓ લઈને આવે છે. બાળકનું નામ હંમેશા એવું રાખવું જોઈએ જે ભવિષ્યમાં તેના કામમાં આવે. કહેવાય છે કે જેવું તમારું નામ હોય છે તેવું જ તમારું વ્યક્તિત્વ બની જાય છે. નામનો પ્રભાવ વ્યક્તિ પર હંમેશા પડે છે. એટલા માટે બાળકનું નામ હંમેશા સમજી વિચારીને પાડવું જોઈએ.

આપણે સૌ આપણા બાળકોના પૌરાણિક નામ રાખીએ છીએ જેમકે અર્જુન,સીતા,રામ,કરણ,અભિમન્યુ અભય વગેરે જેવા નામ હોય છે. પરંતુ એવા કેટલાક પૌરાણિક નામો છે જેને ભૂલથી પણ આપણા બાળકના નામ તરીકે ઉપયોગ ન કરવો જોઈએ. પહેલું નામ છે વિભીષણ. વિભીષણ નો અર્થ થાય છે કે જેને કદી પણ ગુસ્સો નથી આવતો. પરંતુ આ નામ તમારા બાળકનું કદી પણ ન પાડવું જોઈએ. કારણ કે વિભિષણે પોતાના જ પોતાના ભાઈ રાવણ ના મોતનું રહસ્ય શ્રીરામને બતાવ્યું હતું. તે પોતાના જ સગા ભાઈના મૃત્યુનું કારણ બન્યા હતા. બીજું નામ છે સુગ્રીવ. સુગ્રીવ ભગવાન શ્રીરામના ભક્ત હતા. પરંતુ તેઓ પણ પોતાના જ સગા ભાઈ વાલી ના મૃત્યુનું કારણ બન્યા હતા. તે માટે કોઈપણ પોતાના બાળકનું નામ સુગ્રીવ રાખતું નથી.

એક બીજું નામ છે મંદોદરી. તે રાવણ ની હતી. તે ખૂબ જ સુંદર સ્ત્રી હતી અને તેનું નામ પણ ખૂબ જ સુંદર છે પરંતુ રાવણની પત્ની હોવાના કારણે કોઈપણ પોતાના બાળકનું નામ મંદોદરી રાખતું નથી. તેવું જ એક બીજું નામ છે અશ્વસ્થામા. તે ખૂબ જ સાહસી યોદ્ધા હતો પરંતુ પોતાની લાલચના કારણે તેને પોતાના જ પરિવારનો નાશ કરી દીધો હતો. એટલા માટે તમારા બાળકનું નામ કદી પણ અશ્વસ્થામાં ન રાખવું જોઈએ. બીજું એક નામ છે દ્રૌપદી. દ્રૌપદી એક રાજકુમારી હતી પરંતુ આજે કોઈ પણ પોતાના બાળકનું નામ દ્રોપદી લાગતું નથી. દ્રૌપદીને પાંચ પાંડવો સાથે વિવાહ કરવો પડ્યો હતો. તેના કારણે આજે દ્રૌપદી નામ કોઈ રાખતું નથી.

બીજું નામ છે શકુની. શકુની નો અર્થ ચતુર સલાહકાર થાય છે. પરંતુ આ નામ રાખવું પણ યોગ્ય માનવામાં નથી આવતું કારણ કે તેની ઘૃણા અને ઈર્ષાના કારણે મહાભારત રચાયું હતું. એવું જ એક પૌરાણિક નામ છે ગાંધારી. વિવાહ પછી તેને ખૂબ જ દુઃખોનો સામનો કરવો પડ્યો હતો. તેના બધા જ પુત્રોનું મૃત્યુ થઈ ગયું હતું તેથી કોઈ પણ પોતાના બાળકનું નામ ગાંધારી રાખતું નથી. આ નામમાંથી તમારે પણ તમારા બાળકોનું ન રાખવું જોઈએ. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *