આ લક્ષણો દેખાય તો સમજી જજો તમારી આસપાસ કોઈ આત્મા છે

Astrology

મિત્રો, ભલે કોઈ માને કે ન માને પરંતુ આ દુનિયામાં જેમ સકારાત્મક શક્તિઓ છે તેવી જ રીતે નકારાત્મક શક્તિઓનું પણ અસ્તિત્વ છે જ. હંમેશા એક સિક્કાની બે બાજુઓ હોય છે તેમ દુનિયામાં ભગવાનનું અસ્તિત્વ છે એમ પ્રેતાત્માઓનુ પણ અસ્તિત્વ છે. આપણામાંથી ઘણા લોકોને આવી પ્રેતાત્માઓનો અનુભવ ચોક્કસ થયો હશે. જ્યારે પણ આવી આત્મા આપણી આસપાસ આવે છે અથવા તો આપણા ઘરમાં હોય છે ત્યારે આપણને કેટલાક અજીબ અનુભવ થાય છે તેના આધારે આપણે જાણી શકીએ છીએ કે કોઈ પ્રેતાત્મા આપણી આસપાસ જ છે. જ્યારે પણ તમને એવું લાગે કે તમે જ્યારે ઊંઘતા હોય કે બેઠા હોય ત્યારે અચાનક જ ખૂબ જ ઠંડી વસ્તુ તમને અડકી રહી છે તેવો અહેસાસ થાય ત્યારે સમજી જજો કે કોઈ પ્રેતાત્મા તમને સ્પર્શ કરી રહી છે.

જો અચાનક જ તમને કોઈપણ કારણ વગર ઠંડી લાગવા લાગે તો સમજી જજો કે કોઈ આત્મા તમારી આસપાસ હાજર છે. ઘણીવાર તમને અહેસાસ થશે કે કોઈ સડેલી શાકભાજી, એ કોઈપણ સડેલી વસ્તુ ની તીવ્ર ગંધ તમને અચાનક જ આવવા લાગે તો સમજજો કે તમારી આસપાસ અવશ્ય કોઈ ચુડેલ છે. આવી પરિસ્થિતિમાં તમારે સાવધાન થઈ જવું જોઈએ. તમે જ્યારે કોઈ જગ્યાએ બેઠા હોય ત્યારે તમારી આસપાસ પાયલની ઝનકારનો અવાજ સંભળાવા લાગે, બંગડીનો ખનકવાનો અવાજ સંભળાવા લાગે ત્યારે સમજી જજો કે તમારી આસપાસ કોઈ આત્મા છે અને તે આ રીતે તમારું ધ્યાન તેની તરફ ખેંચવા માંગે છે. તમે જ્યારે એકાંતમાં બેઠા હોય ત્યારે તમને જો એવો અહેસાસ થાય કે તમારી બાજુમાં કોઈ ઊંડા શ્વાસ લઈ રહ્યું છે તો તરત જ સાવધાન થઈ જજો અને તે જગ્યાને તાત્કાલિક છોડી દેજો.

ઘણીવાર તમને એવું પણ અહેસાસ થશે કે તમારી પાછળ કોઈ ઉભું છે અથવા તો કોઈ તમને જોઈ રહ્યું છે ત્યારે તમારે સાવધાન થઈ જવું જોઈએ. આ બધા જ લક્ષણો બતાવે છે કે કોઈ પ્રેતાત્મા તમારી આસપાસ છે. જો તમે ઘરમાં કે ઓફિસમાં કે કોઈપણ જગ્યાએ એકલા હોય અને જો આવા લક્ષણો જોવા મળે તો સંભવ હોય તો તે જગ્યાને તમારે થોડીવાર માટે છોડી દેવી જોઈએ. જો તે જગ્યા છોડવી સંભવ ન હોય તો એક ગ્લાસ પાણી લઈને તેમાં તમારી ટચલી આંગળી ડુબાડીને હનુમાનજીનું કોઈપણ શ્લોક બોલવો જોઈએ. ત્યારબાદ તે પાણીને તમારા શરીર ઉપર અને આખા ઘરમાં છંટકાવ કરી દો. તમને તે આત્માથી તરત જ છુટકારો મળી જશે. તેના સિવાય જો હનુમાનજીના મંદિરમાંથી લાવેલી ભભૂત હોય તો તેને પણ આખા ઘરમાં છંટકાવ કરી દો તેનાથી તમને તરત જ શાંતિ મળી જશે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *