જે સ્ત્રીના અંદર આ 5 ગુણ હોય છે તે લક્ષ્મીનો અવતાર હોય છે, ભાગ્યશાળી પુરુષોને મળે છે આવી પત્ની

Astrology

મિત્રો, શિવપુરાણ અને વિષ્ણુ પુરાણ અનુસાર તે સ્ત્રીમાં આ ગુણો હોય છે તે સ્વયમ લક્ષ્મીનો અવતાર હોય છે. તેના આવવાથી ઘર સ્વર્ગ બની જાય છે. જેનામાં કેટલીક ખુબીઓ હોય છે જે બીજા કોઈનામાં નથી હોતી. પહેલી વાત કે તે સ્ત્રીમાં એક ખાસિયત હોય છે કે તેનો જીવનભર કોઈ દુશ્મન નથી હોતો. તે હંમેશા અન્ય લોકોની લાગણીઓને માન આપે છે. બીજાનું સન્માન જાળવે છે તેથી સમગ્ર જીવનભર તેનો કોઈ દુશ્મન નથી હોતો. આવી સ્ત્રી માતા લક્ષ્મીનું સ્વરૂપ હોય છે. જે પણ પુરુષને આવી પત્ની મળી હોય તે અત્યંત ભાગ્યશાળી હોય છે.

બીજી વાત કે તે સ્ત્રીની ઊંઘ સવારે 4:00 થી 5 ની વચ્ચે હંમેશા ખુલી જાય છે. આવી ભાગ્યશાળી સ્ત્રી સૂર્ય ઉદય થતા પહેલા પોતાના ઘરનું બધું જ કામ કરી લે છે. આવી સ્ત્રીમાં ત્રીજી ખાસિયત એ હોય છે કે જો તેની પાસે કોઈ આવીને એકવાર બેસી જાય તો તે આ સ્ત્રીને હંમેશા યાદ કરે છે. તેની બોલચાલ ખૂબ જ સારી હોય છે. જે પણ આવી સ્ત્રીના સંપર્કમાં એકવાર આવે છે તે જીવનભર સુધી તેને યાદ રાખે છે. ચોથી ખાસિયત તેનામાં એ હોય છે કે તે જ્યા પણ જાય છે પોતાનો ઇતિહાસ લખીને આવે છે.તે જેના પણ ઘરે જાય છે, જેની પણ પાસે બેસે છે તે પોતાની એક અલગ આગવી છાપ છોડીને આવે છે.

પાંચમી ખાસિયત એ હોય છે કે તે હંમેશા પોતાના પતિને જ ભગવાન માને છે. પોતાના બાળકોનું સારી રીતે દેખરેખ રાખે છે. પોતાના સાસુ સસરાને માતા-પિતા ની જેમ પૂજે છે તેવી સ્ત્રી સ્વયમ લક્ષ્મીનું રૂપ હોય છે. શાસ્ત્રોમાં કહ્યું છે જે સ્ત્રી ભગવતીનું રૂપ હોય છે એ ઘર ભગવાનના મંદિર સમાન હોય છે. જે સ્ત્રી ચાંડાલના કામ કરે છે તેનું ઘર ઘર નથી હોતું પરંતુ નરક હોય છે. શિવપુરાણ તથા વિષ્ણુ પુરાણ અનુસાર એક આદર્શ સ્ત્રીમાં આ ગુણો રહેલા હોય છે જે સ્વયં લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે અને આ દુનિયામાં આવી સ્ત્રી જે પણ પુરુષોને પત્ની સ્વરૂપે મળે છે તે પુરુષો અત્યંત ભાગ્યશાળી હોય છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *