મિત્રો, જીવનમાં દાન કરેલું કદી વ્યર્થ જતું નથી. શિવપુરાણમાં પણ કહેવામાં આવ્યું છે કે ભગવાન શિવને નિમિત રાખીને જો કોઈ દાન કરવામાં આવે તો તેનું સો ઘણું ફળ પ્રાપ્ત થાય છે. જેમકે શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ સ્ત્રી વસ્ત્રોનું દાન કરે તો તેનો પતિ દીર્ઘાયું થાય છે. જો કોઈ સ્ત્રીનો પતિ બીમાર હોય, તેની બીમારી લાંબા સમયથી હોય અને સારું ન થતું હોય તો પતિના હાથને કેટલાક વસ્ત્રો સ્પર્શ કરાવીને દાન કરવાથી પતિનું આરોગ્ય ખૂબ જ સારું થઈ જશે અને તેમ કરવાથી પત્ની મહાદેવજીની કૃપાથી અખંડ સૌભાગ્યવતી રહે છે. આ બાબત શિવપુરાણમાં વર્ણિત છે. જે પણ પત્ની પતિના લાંબા આયુષ્ય નિમિત્તે વસ્તુનું દાન કરે છે તે હંમેશા અખંડ સૌભાગ્યવતી રહે છે.
જીવનમાં જો દુર્ભાગ્ય છવાઈ ગયું હોય તો સોમવારના દિવસે મીઠાનું દાન કરવું જોઈએ. મીઠાનું દાન કરતી વખતે તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે. મીઠાને તમારા હાથમાંથી સીધા બીજા કોઈના હાથમાં દાન ન કરો. મીઠાને તમે નીચે મૂકી દો. ઘરમાં પરિવાર વચ્ચે સંબંધોમાં કોઈ સમસ્યા હોય તો ગોળનું દાન કરવું જોઈએ. પતિ પત્ની વચ્ચે સંબંધોમાં કોઈ તકલીફ હોય, ઘરમાં લડાઈ ઝઘડાનું વાતાવરણ રહેતું હોય તો સોમવારના દિવસે ગોળનું દાન અવશ્ય કરવું જોઈએ. સોમવારના દિવસે ગોળનું દાન કરવાથી સંબંધોમાં મીઠાશ વ્યાપી જશે. ગોળ અને રોટલી ગાયને ખવડાવવાથી પણ પરિવારના સભ્યો વચ્ચે મીઠાશ પ્રસરે છે તથા લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.
શિવ મહાપુરાણમાં કહેવામાં આવ્યું છે કે ઘરમાં વારંવાર બીમારીઓ આવતી રહેતી હોય તો ઘીનું દાન કરવું જોઈએ. ઘીનું દાન કરવાથી મહાદેવજીની કૃપાથી તમારા શરીરને રક્ષણ મળશે. પત્ની જો પતિના હાથે ઘીનું દાન કરાવે તો પતિનું આયુષ્ય વધે છે અને પતિનું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે છે. ગાયનું ઘી જો દાન કરવામાં આવે તો તે સર્વોત્તમ માનવામાં આવે છે કારણ કે ગાયના ઘીને શુદ્ધ અને પવિત્ર માનવામાં આવે છે. શિવલિંગ ઉપર ઘી ચઢાવવાથી પણ બીમારીઓ દૂર રહે છે અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. મહાદેવ પર ઘી ચઢાવવાથી મહાદેવ તમારી સમસ્ત મનોકામના પૂર્ણ કરે છે. આટલી વસ્તુઓનું દાન જો સોમવારના દિવસે કરવામાં આવે તો ઘરની તમામ સમસ્યાઓમાંથી છુટકારો મળે છે અને પત્ની હંમેશા અખંડ સૌભાગ્યવતી રહે છે. જય શ્રી કૃષ્ણ