દરેક સ્ત્રીએ રોજ પોતાના પતિની આ બાજુ જ સૂવું જોઈએ. માં લક્ષ્મીની કૃપા થશે અને પરિવાર ધનવાન બનશે.

Astrology

મિત્રો જો મહિલાઓ તેના પતિની ડાબી બાજુમાં સુવે છે તો ઘરમાં અમીરી આવે છે અને તેનો પતિ ધનવાન બને છે. આમ તો આપણા શાસ્ત્રો પ્રમાણે એવું કહેવામાં આવે છે કે પત્ની પતિની અર્ધાંગિની છે એટલે કે તે પતિ નું અડધું અંગ છે. જે પતિ પત્નીના સંબંધ સારા ન હોય તે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ક્યારેય સ્થિર નથી રહેતી એટલે કે માતા લક્ષ્મીની કૃપા નથી હોતી. તેવા ઘરમાં જે ઘરમાં પતિ પત્નીના સંબંધ છે પતિ-પત્ની ક્યારેય ઝઘડો નથી કરતાં કે પછી તે લોકો વચ્ચે ક્યારેય મનભેદ નથી હોતા તેવા ઘરમાં માતા લક્ષ્મીની કૃપા અપરંપાર હોય છે. પરંતુ જો તે પતિ પત્ની ઝગડો કરે છે, તે ઘર માં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાતી નથી, ધનવાન લોકો પણ ધીમે ધીમે ગરીબ થવા લાગે છે.

જે સ્ત્રી રાત્રિના સમયે વહેલા સુવે છે અને સવારે વહેલા જાગે છે તો શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે તે ઘરમાં જ ઝડપથી ધન સંપત્તિ અને વૈભવ આવે છે પરંતુ જો તે પતિની જમણી બાજુએ સુવે છે તો તે ઘરમાં પણ ધીમે ધીમે ધન ઓછું થવા લાગે છે તો આજે અમે તમને આજની ધાર્મિક વાતમાં જણાવીશું કે જો સ્ત્રીઓ તેના પતિની ડાબી બાજુ સુવે છે તો તેમના પતિને જલ્દીથી સફળતા મળે છે. હજુ સુધી તમે જયશ્રીકૃષ્ણ કોમેન્ટમાં ન લખ્યું હોય તો જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં લખી આપો. જો સ્ત્રી તેના પતિની ડાબી બાજુ સુવે છે તો તેમના પતિને જલ્દીથી સફળતા મળે છે. તેઓ જ્યારે આવી રીતે સુવે છે તો માની લો કે તમને ધનવાન બનતાં કોઇ નહીં રોકી શકે.આ વાતો શાસ્ત્રોમાં કરેલી છે એટલે તમારે તે જાણવી ખૂબ જ જરૂરી છે. તો ચાલો જાણીએ આમ તો આપણા શાસ્ત્રો મુજબ સ્ત્રીને ચાર કાર્યોમાં જ પતિની ડાબી બાજુ રહેવું જોઈએ.

આમ તો આપણા હિન્દુ ધર્મમાં સુવર્ણ સંસ્કારો આવેલા છે અને દરેક વ્યક્તિના જીવનમાં વિવાહ સંસ્કારનું ખૂબ જ મહત્વ હોય છે અને તમને એ વાતનો ખ્યાલ હશે કે વિવાહ સમયે બ્રાહ્મણ પુરુષ ને ડાબી બાજુ અને સ્ત્રી ને જમણી બાજુ બેસાડે છે અને પછી વિધિ કરે છે.
પણ જ્યારે વિધિ પૂર્ણ થાય છે પછી પછી બંને વરઘોડિયા ને એટલે કે પતિ-પત્નીને મંગળફેરા ફેરવે છે. આમ તો લગ્નના સાત ફેરા મુખ્ય હોય છે અને અમુક લોકો ચાર ફેરા પણ અત્યારે ફેરવે છે. વાત એ છે કે અંતિમ ફેરામાં બ્રાહ્મણ પતિ પત્ની ને અવળા બેસાડે છે એટલે કે પત્ની ડાબી બાજુ અને પતિ જમણી બાજુ બેસે છે. તેનું મુખ્ય કારણ એ છે કે તે દંપતિ એ સમયે લક્ષ્મીનારાયણના સ્વરૂપમાં હોય છે. તમે કોઈપણ દેવાલય કે મંદિર કે પછી કોઇપણ છબીમાં જોશો તો તમને ખ્યાલ આવશે કે લક્ષ્મી જી ભગવાન વિષ્ણુની ડાબી બાજુ જ હશે. પછી રાધાકૃષ્ણની મુર્તિ હોય કે પછી સીતારામ ની મૂર્તિ કેમ ન હોય રાધા હંમેશા કૃષ્ણની ડાબી બાજુ જ હોય, સીતાજી હંમેશા રામ ની ડાબી બાજુ જ હોય. તમે કોઈ પણ ભગવાનને જોશો તો જોડીના રૂપમાં હશે ત્યારે માતાજી ડાબી બાજુ અને ભગવાન પુરુષોત્તમ જમણી બાજુ જ હશે અને મનુષ્ય તેના જીવનકાળમાં ચાર સમયે જ તેની પત્નીને ડાબી બાજુ રાખી શકે છે.

એક લગ્ન સમયે પછી બીજું છે કે જ્યારે પતિ-પત્ની સાથે ભોજન ગ્રહણ કરતા હોય ત્યારે પણ પત્નીએ ડાબી બાજુ બેસવું જોઈએ. તે પછી છે કે જ્યારે પતિ-પત્ની તેમના શયનખંડમાં સૂતાં હોય ત્યારે પત્નીએ ડાબી બાજુ સૂવું જોઈએ અને ચોથું છે કે પતિ-પત્ની જ્યારે કોઈ શુભ કાર્ય કરી રહ્યા હોય જેમ કે યજ્ઞ,હવન જેવા અનેક કાર્યોમાં સૌપ્રથમ પૂજા વિધિમાં બ્રાહ્મણ દેવતા પત્નીને પતિની જમણી બાજુ બેસાડે છે પણ અંતે એક વાર બ્રાહ્મણ દેવતા પતિ-પત્નીને લક્ષ્મીનારાયણ રૂપમાં બેસવાનું કહે ત્યારે જ પત્નીએ પતિની ડાબી બાજુ બેસવું જોઈએ.
આ સિવાય ક્યારેય પણ કોઈ પણ સારા કે ખરાબ સમયમાં પત્નીએ પતિની ડાબી બાજુ બેસવું કે ઉભું ન રહેવું જોઈએ. આવું કરવાથી મનુષ્ય પોતાને ભગવાન માનવા લાગે છે તે ખરેખર ખોટું છે અને તેના લીધે તેને નુકસાન ભોગવવાનો પણ વારો આવી શકે છે અને માતા લક્ષ્મી પણ કોપાયમાન થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *