સવારે વાસી મોઢે પાણી પીતા હોય તો આ 3 બાબતોનું ધ્યાન રાખજો, નહીંતર આખી જિંદગી મરી જશો તોય ફાયદો નહીં થાય

Astrology

મિત્રો, આપણામાંથી ઘણા લોકો સવારે ઊઠીને વાસી મોઢે પાણી પીતા હોય છે. જો તમે પણ સવારે ઊઠીને વાસી મોઢે પાણી પીતા હોય તો રાત્રે ઊંઘતી વખતે બ્રશ અવશ્ય કરવો જોઈએ. જો તમે રાત્રે બ્રશ કર્યા વગર સવારે વાસી મોઢે પાણી પીશો તો તેનો ફાયદો તમને નહીં મળે. તેનું વૈજ્ઞાનિક કારણ એ છે કે જો તમે રાત્રે દાંત સાફ નહીં કરો તો ખોરાકના નાના નાના કણો દાંતમાં રહી જાય છે. જેમાં સૂક્ષ્મ બેક્ટેરિયા રહેલા હોય છે. જ્યારે તમે વાંસી મોઢે પાણી પીશો ત્યારે આ બેક્ટેરિયા તમારા પેટમાં જશે. જેના કારણે હોજરીનો સોજો તથા ડાયરિયા જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે જેના કારણે આપણને ફાયદો થવાને બદલે નુકસાન થાય છે. એટલા માટે જો તમે વાસી મોઢે પાણી પીતા હોય તો રાત્રે બ્રશ અવશ્ય કરવો જોઈએ.

જો તમારી કફની પ્રકૃતિ હોય તો તમે હુંફાળું પાણી લઈને તેમાં લીંબુ નાખીને વાસી મોઢે પાણી પીવું જોઈએ. પાણી પીધા પછી એક કલાક સુધી બીજું કંઈ જ લેવું ન જોઈએ. ઘણા માણસોને પેટમાં પિત્તની પ્રકૃતિ હોય છે એટલે કે જે પણ ખાય તેનું પિત્ત થઈ જતું હોય છે. એટલે પીતની પ્રકૃતિવાળા હૂંફાળા પાણી સાથે લીંબુ નાખીને પીશે તો તેમને સમસ્યા થઈ શકે છે. જેને હાઈપર એસિડિટી અથવા તો પિતની સમસ્યા હોય તેમને જો વાસી મોઢે પાણી પીવું હોય તો માટલીનું પાણી પીવું જોઈએ. તેમાં લીંબુ નાખવું જોઈએ નહીં. તેમાં તમે જીરું નાખી શકો છો કારણ કે જીરુ એ પિત્ત સામક છે. એસીડીટી અને પિત્તની સમસ્યા વાળા લોકો સવારે વાસી મોઢે પાણી પીવું હોય તો જીરું અથવા સિંધવ મીઠું નાખીને પી શકે છે.

જ્યારે તમે સવારે વાસી માટે પાણી પીતા હોય ત્યારે પાણીને ઘટ ઘટાવીને ફટાફટ પીવું જોઈએ નહીં. તેનાથી તમને કોઈ ફાયદો મળશે નહીં ઉલટા નું નુકસાન થશે. કારણ કે આખી રાત આપણા મોઢામાં જે લાળ ભેગી થાય છે તે આલ્કલીન હોય છે. અને આપણા પેટમાં એસિડ જમા થાય છે. સવારે જ્યારે વાંચી મોઢે પાણી પીએ ત્યારે પહેલા મોઢામાં એક ઘૂંટડો લઈને તેને બરાબર મમરાવવાનો છે. તેને મમરાઈને નીચે ઉતારવાનો છે. ત્યારબાદ બીજો ઘૂંટડો લો, તેને બરાબર મોઢામાં મમરાવો પછી તેને પેટમાં ઉતારો. ખૂબ જ શાંતિથી નીચે બેસીને ધીમે ધીમે જેમ શરબત પીતા હોય તેમ પાણી પીવું જોઈએ. આ રીતે જો તમે સવારે ઊઠીને વાસી મોઢે પાણી પીશો તો તેનો 100 ટકા તમને ફાયદો થશે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *