આ 3 લક્ષણો વાળા પુરુષોને સ્વર્ગમાંથી દેવતાઓ પણ પ્રણામ કરે છે

Astrology

મિત્રો, ભગવાન શ્રીકૃષ્ણએ ત્રણ એવા પુરુષો વિશે કહ્યું છે જેમનું સ્થાન સ્વર્ગથી પણ ઊંચું હોય છે. આવા પુરુષોને દેવતાઓ પણ પ્રણામ કરીને સન્માન આપે છે. ભલે તે મનુષ્ય ગમે તેટલો ગરીબ કે ગમે તેટલો ધનવાન કેમ ન હોય તેને ત્રણેય લોકમાં કીર્તિ પ્રાપ્ત થાય છે. યુધિષ્ઠિરે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું કે એવા કયા કામ છે જેને કરવાથી એક પુરુષને સ્વર્ગથી પણ ઊંચું સ્થાન પ્રાપ્ત થાય છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને ત્રણ એવા મનુષ્ય વિશે વાત કરી જેમનું સ્થાન સ્વર્ગથી પણ ઉપર હોય છે. દેવલોકમાં દેવતાઓ પણ આવા મનુષ્યના ગુણગાન ગાય છે. બધા દેવી-દેવતાઓ પણ આવા મનુષ્યનું સન્માન કરે છે. આવા મનુષ્યના જીવનમાં ભલે ગમે તેટલા દુઃખ કે સંકટ આવે ત્યારે દેવતાઓ તેને મદદ કરીને પુણ્ય કમાય છે.

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે જે મનુષ્યથી કોઈને પણ ડર લાગતો નથી તે મનુષ્યનું સ્થાન સ્વર્ગથી પણ ઉપર છે. જે મનુષ્ય ભલે મિત્ર હોય કે શત્રુ હોય બધાને ક્ષમા કરે છે તે પુરુષ જ સર્વશ્રેષ્ઠ છે. જે પુરુષના હાથમાં શસ્ત્ર જોઈને પણ કોઈ ભયભીત ન થાય, જે બળવાન હોવા છતાં પણ કમજોર વ્યક્તિઓને અભય પ્રદાન કરે છે તેને જ સંસારમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. સંસારમાં સૌથી મોટું દાન છે અભય દાન. એ મનુષ્ય સંસારના તમામ પશુ પક્ષીઓને અભયદાન આપે છે. એ કદી પણ કોઈની સાથે હિંસા નથી કરતો તે મનુષ્ય જ કીર્તિમાન થાય છે. એટલા માટે મનુષ્યનું આચરણ એવું હોવું જોઈએ જેનાથી કદી પણ કોઈને ભય ન લાગે.

જે લોકો શેતાન જેવો વેશ ધરાવે છે અને ધનનો દેખાડો કરે છે, બીજા લોકો પર ક્રોધ કરે છે તેમને કોઈ સન્માન નથી આપતું. બીજા પ્રકારનો સર્વશ્રેષ્ઠ પુરુષ છે જે ગરીબ થઈને પણ દાનવીર હોય. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે મનુષ્ય અત્યંત ગરીબ હોય છતાં પણ સંતુષ્ટ રહે છે, જેને પોતાની ગરીબ પરિસ્થિતિથી સહેજ પણ શરમ નથી આવતી અને જે ગરીબ હોવા છતાં પણ બીજા લોકોની મદદ કરે છે તે પુરુષ મહાન છે. જે સ્વયં ભૂખે રહીને પોતાના અતિથિને ભોજન કરાવી છે તેની સ્તુતિ સાક્ષાત ધર્મરાજ કરે છે. જે પોતાની જરૂરિયાતોને છોડીને બીજાની જરૂરિયાતોનું ધ્યાન રાખે છે તેની સ્તુતિ સ્વયમ ઇન્દ્ર દેવ કરે છે. સંસારમાં ઘણા એવા લોકો હોય છે જે ખૂબ જ ધનવાન હોવા છતાં ગરીબ લોકોને એક દમડીની પણ સહાયતા નથી કરતા. ખૂબ જ ધન ધાન્ય હોવા છતાં તેને ફેંકી દે છે પણ કોઈ ગરીબને આપતો નથી તેવા લોકો માટે સ્વર્ગમાં કોઈ સ્થાન નથી. આવા દાનવીર પુરુષને સ્વર્ગમાંથી દેવતા પણ પ્રણામ કરે છે.

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે મનુષ્યએ કામવાસના પર વિજય મેળવેલો છે તે જીતેન્દ્રિય છે. તે સ્વર્ગના દેવતાઓથી પણ શ્રેષ્ઠ છે. આવા મનુષ્ય પાસે અપ્સરાઓ પણ પ્રગટ થઈ જાય તો પણ તે તેને વસીભૂત નથી કરી શકતી. જે વ્યક્તિએ પોતાની કામવાસના ઉપર નિયંત્રણ કરી લીધું હોય તે ત્રણેય લોકોમાં કીર્તિ મેળવે છે. આ રીતે ભગવાન શ્રીકૃષ્ણએ આવા ત્રણ લક્ષણો ધરાવતા પુરુષો વિશે વાત કરી છે. શું તમારા અંદર પણ આમાંથી કોઈ એક લક્ષણ છે તો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *