જન્મના સમયથી જાણો તમારું ભવિષ્ય ફળ

Astrology

મિત્રો, આપણા જન્મનો સમય પણ આપણા ભવિષ્ય વિશે ઘણી બધી જાણકારી આપે છે. આપણે સૌ જાણીએ છીએ કે જ્યોતિષશાસ્ત્રમાં જન્મના સમયને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. જન્મ સમયના હિસાબથી જન્મ કુંડળી બનાવવામાં આવે છે. જેનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે. જેમનું જન્મ સમયે સવારે ચારથી છ વાગ્યાની વચ્ચે હોય તે લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે. તેમનું સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસ ખૂબ જ સારું હોય છે. આ લોકોનું ભવિષ્ય ખૂબ જ સારું હોય છે. જે લોકોનો જન્મ સમય સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા વચ્ચે હોય તેમનું સૂર્ય બારમાં ઘરમાં હોય છે એટલે તે તમારી જિંદગીમાં એવા રહસ્યપૂર્ણ બદલાવ લાવશે જેની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. આ લોકોને પોતાનું મગજ શાંત રાખવાની જરૂર છે.

જેમનો જન્મનો સમય સવારે આઠ વાગ્યાથી દસ વાગ્યા વચ્ચેનો હોય છે તેમનું સૂર્ય 11 માં ઘરમાં છે જેનો અર્થ એ છે કે તમારે ખૂબ જ વધારે મિત્રો હશે તથા સામાજિક સંબંધો બનાવવા માટે તમારે પૈસાની જરૂર પડશે. તમે જે વસ્તુ માટે જેટલા હકદાર છો તેના કરતાં પણ તમને ખૂબ જ વધારે મળશે. ધન વૈભવથી હંમેશા તમારું જીવન પરિપૂર્ણ રહેશે. એ લોકોનો જન્મ સમય બપોરે 12 વાગ્યાથી 2:00 વાગ્યા વચ્ચે હોય તેમનું સૂર્ય નવમા ઘરમાં છે. એટલે કે આ લોકોનું મગજ ખૂબ જ તેજ હોય છે તથા તેમના પરોપકારી સ્વભાવના કારણે તેઓ ખૂબ જ પ્રસિદ્ધિ મેળવે છે. સૂર્યનું નવમાં ગ્રહમાં હોવું તે ખૂબ જ સારા ભવિષ્ય તરફ સંકેત કરે છે. તમારું ભાગ્ય ખૂબ જ ચમકશે. આ લોકોનો સ્વભાવ પરોપકારી અને દયાળુ હોય છે.

જેમનો જન્મ સમયે સવારે 10 થી 12:00 વાગ્યા વચ્ચે હોય તેમનો સૂર્ય દસમાં ઘરમાં હોય છે. કહેવાય છે કે આ સૂર્ય નો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. આ લોકો દુનિયાની નજરોમાં સૌથી સર્વશ્રેષ્ઠ સાબિત થશે અને આ લોકોનું ભવિષ્ય સૌથી ઉજવળ હોય છે. તેમનો જન્મ બપોરે 2:00 વાગ્યાથી ચાર વાગ્યા વચ્ચે થયો હોય તેમનું સૂર્ય આઠમાં ઘરમાં છે. આ સમયે જન્મનાર લોકોને ધન સંબંધિત સમસ્યાઓ હોય છે પરંતુ આ લોકો પોતાની મહેનતની તાકાતથી આ સમસ્યાઓ પર વિજય પ્રાપ્ત કરી લે છે.

જેમનો જન્મ સમય સાંજે 4:00 વાગ્યા થી છ વાગ્યા વચ્ચે હોય એવા લોકોનો સૂર્ય સાતમાં ઘરમાં હોય છે. આ સમયે જન્મ લેનાર લોકોના જીવન માં લગ્ન પછી ખૂબ જ પરિવર્તન આવે છે. લગ્ન જીવનને સફળ બનાવવાનો પ્રયત્ન કરવો પડશે. જેમનો જન્મ સમયે સાંજે 6:00 વાગ્યાથી રાત્રે 8:00 વાગ્યા વચ્ચે હોય તે લોકોનો સૂર્ય છઠ્ઠા ઘરમાં હોય છે. આવા લોકો સમાજ સેવા તરફ વધુ ધ્યાન આપે છે. આ સમય જન્મ લેનાર ખૂબ જ મહેનતુ લોકો હોય છે. આ લોકોને જીવનમાં હંમેશા કામયાબી મળશે અને ખૂબ જ સન્માન પણ પ્રાપ્ત થાય છે.

જે લોકોનો જન્મ સમયે રાત્રે 8:00 વાગ્યાથી 10:00 વાગ્યાની વચ્ચે હોય તેમનો સૂર્ય પાંચમાં ઘરમાં હોય છે. એવું જીવનમાં જે કામ કરવા ઈચ્છા રાખે છે તે કામમાં તે હંમેશા સફળ થાય છે. તેમને તેમની ઈચ્છા મુજબનું કામ મળી રહે છે. જીવનમાં પોતાના ટેલેન્ટથી તેઓ ખૂબ જ આગળ વધે છે. જે લોકોનો જન્મ સમયે રાત્રે 10:00 વાગ્યાથી 12:00 વાગ્યા વચ્ચેનો હોય તેમનો સૂર્ય ચોથા ઘરમાં હોય છે. આ લોકો સંપત્તિની બાબતમાં ખૂબ જ આગળ હોય છે એટલે કે તેમના પર માતા લક્ષ્મીની કૃપા વરસેલી હોય છે.

જે લોકોનો જન્મ સમયે રાત્રે 12 વાગ્યાથી 2:00 વાગ્યાની વચ્ચે હોય તેવા લોકોનો સૂર્ય ત્રીજા ઘરમાં હોય છે. આ સમયે જન્મનાર લોકો ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. આવા લોકો પત્રકારિતા અને ટીવી જનરલિઝમ ક્ષેત્રોમાં નામ વધુ કમાઈ શકે છે. તેમનું સામાજિક જીવન પણ ખુબ જ સારું હોય છે. જે લોકોનો જન્મ સમયે રાત્રે બે વાગ્યાથી સવારે ચાર વાગ્યા વચ્ચેનો હોય તેમનો સૂર્ય બીજા ઘરમાં હોય છે. આ સંપત્તિ અને પરિવારનું ઘર છે. એનો અર્થ એ થાય છે કે તમે પૈસા કમાવામાં હંમેશા કામયાબ રહેશો. આ સમયે જન્મ લેનાર વ્યક્તિ એક મહાન વક્તા હોઈ શકે છે. સમાજમાં ખૂબ જ માન પ્રાપ્ત થશે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *