ઋતુ ગમે તે હોય.આ ૫ વસ્તુઓ તમારા ઘરમાં રાખો. દવાખાનાના પગથિયાં નહિ ચઢવા પડે.

Astrology

મિત્રો આજના સમયમાં ઋતુ બદલાતા ઘણા બધા લોકો ને અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે.જેવી કે શરદી,કફ,ગળામાં દુખાવો, પાચન સંબંધિત ઘણી સમસ્યાઓ થાય છે. આજે અમે તમને એવી ૫ વસ્તુઓ જણાવીશું કે જે આ સમસ્યાઓમાં રામબાણ સાબિત થઇ શકે છે.આ વસ્તુઓ નો ઉપયોગ તમારી તકલીફો દૂર કરી દેશે.

નીલગિરીનું તેલ

જો તમારું નાક વારંવાર બંધ થઇ જતું હોય તો નીલગિરીનું તેલ ખુબ જ ઉપયોગી છે. પાણીને ઉકાળી તેમાં 3-4 ટીપાં નીલગિરી તેલ નાખી દો. પછી તેનાથી નાસ લેવાથી કફ, શરદી અને બંધ નાકની તકલીફ દૂર થાય છે.

સાકર

ઘરમાં સાકર રાખવી એ ખુબ ઉપયોગી છે. જમ્યા બાદ ઘણાં લોકો લોકોને વરિયાળી અને સાકર ખાવાની ટેવ હોય છે. બહુ ઓછાં લોકો જાણતા હોય છે કે સાકર આપણાં સ્વાસ્થ્ય માટે કેટલી લાભદાયી છે. તેનું સેવન કફ અને ખાંસીની તકલીફ દૂર કરે છે. સાથે જ ગળાના દર્દમાં પણ તે લાભદાયી છે. દિવસમાં બે વાર તેનું સેવન કરી શકો છો. તમે સાકરવાળું દૂધ પણ પી શકો છો.

વરિયાળી

વાતાવરણમાં ઠંડક વધવા પર સૌથી પહેલી અસર પાચનશક્તિ પર પડે છે. જમ્યા બાદ થોડી વરિયાળી ખાવાથી પેટના સંબંધીત તકલીફ દૂર થાય છે. વરિયાળી એસિડિટી અને અપચાની સમસ્યા દૂર કરવામાં પણ ખુબ ઉપયોગી છે.

કપૂર

ડબલ ઋતુમાં સાંધાનો દુ:ખાવો બહુ જ વધી જાય છે. એવામાં કપૂર ખુબ જ ઉપયોગી થઇ શકે છે. નારિયેળના તેલમાં કપૂર ઓગાળી તેને નવશેકું ગરમ કરી સાંધા પર મસાજ કરવાથી સાંધાનો દુખાવો અને સોજામાં ખુબ જ રાહત મળે છે.

એલોવેરા

વાતાવરણમાં ભેજ અને ઠંડકને કારણે સ્કિન અને વાળ એકદમ ખરાબ થઈ જાય છે અને ખંજવાળ પણ આવે છે. આ સમસ્યા માટે એલોવેરા જેલમાં વિટામિન ઈ ની ટેબ્લેટ મિક્સ કરીને સ્કિન પર અને વાળના મૂળમાં લગાવો. તેની એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી ઈન્ફેક્શનથી પણ બચાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *