આપણી આ પાંચ ભૂલોથી આપણા ઘરમાં ભૂત-પ્રેત આવી શકે છે.

Astrology

મિત્રો, આપણને ઘણીવાર આપણા ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા હોવાનો આભાસ થતો હોય છે. જે દૂર કરવાના આપણે ઘણા પ્રયત્નો કરીએ છીએ પરંતુ ઘણા લોકોએ નથી જાણતા હોતા કે આ નકારાત્મક ઉર્જાઓ આપણી અજાણતાથી થયેલી કેટલીક ભૂલોથી આપણા ઘરમાં આવે છે. આપણા વાસ્તુ શાસ્ત્રમાં એવી પાંચ ભૂલોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના કારણે ઘરમાં ભૂત પ્રેત અને નકારાત્મક ઉર્જાઓ આવી શકે છે.

ઘરમાં જો અજીબ બેચેનીનો અનુભવ થાય, ઘરની વસ્તુઓ જલદી જલદી ખરાબ થઈ જવા લાગે, પૂજા પાઠમાં મન ન લાગે, પરિવારના સભ્યો વચ્ચે તણાવ રહે, જો ઘરનો માહોલ આવો થઈ જાય તો ઘરમાં નકારાત્મક ઉર્જા હોવાના સંકેતો છે. આ નકારાત્મક ઉર્જાઓ આપણી પાંચ ભૂલોના કારણે ઘરમાં આવી શકે છે જેમાં આપણી પહેલી ભૂલ છે ઘરમાં ગંદકી રાખવી. જે ઘરમાં ગંદકી રહેતી હોય તે ઘરમાં ખરાબ શક્તિઓ ખેંચાઈ આવે છે.

ઘરમાં લાંબા સમય સુધી પડી રહેલી મીઠાઈ પણ ખરાબ શક્તિઓ ખેંચવાનું કામ કરે છે. મીઠાઈ લઈને કોઈ એવા રસ્તેથી નીકળવાથી કે જ્યાં ખરાબ શક્તિનો વાસ હોય ત્યાંથી પણ આવી નકારાત્મક શક્તિઓ આપણી સાથે થઈ શકે છે. ઘણા લોકોને જાનવરોને પાળવાનો શોખ હોય છે જેમાંથી ઘણા લોકો બિલાડીને પણ પાળતા હોય છે. પરંતુ કાળી બિલાડીમાં નકારાત્મક શક્તિઓ પ્રવિષ્ઠ હોય છે. તું કોઈ તંત્ર વિદ્યા કરીને બિલાડીને તમારી ઘરમાં મોકલી દે તો તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરી શકે છે.

આ નકારાત્મક ઉર્જાઓને દુર કરવા માટે ઘરના એક ખૂણામાં એક વાટકીમાં મીઠું ભરીને મૂકી દો અને ત્યારબાદ ધૂપ સળગાવો. આ ધુપના ધુમાડે અને ઘરના દરેક ખૂણામાં જવા દો. જેનાથી ઘરના દરેક ખુણામાંથી નકારાત્મક ઊર્જાઓ દૂર થઈ જશે. આ ઉપાય કરતી વખતે ઘરના બારી-બારણા બંધ રાખો. માનવામાં આવે છે કે મીઠામાં નકારાત્મક ઉર્જા અને સૂક્ષ્મ કીટાણુઓનો ને દૂર કરવાની અજીબ શક્તિ હોય છે. એટલા માટે ઘરમાં પોતુ કરતી વખતે મીઠાનો અવશ્ય ઉપયોગ કરવો. બીજો ઉપાય એ છે કે એક કાચના ગ્લાસમાં પાણી લેવું અને તેમાં એક લીંબુ નાખવું. અને આ પાણીનો ગ્લાસ ઘરની ઉત્તર દિશામાં મૂકી દો. દરેક શનિવારે આ ગ્લાસમાં પાણી બદલવું જોઈએ. આ કેટલીક ભૂલોના કારણે નકારાત્મક શક્તિઓ આપણા ઘરમાં ખેંચાઈ આવે છે અને તેને દૂર કરવા માટે આપણે આ પ્રયત્નો કરી શકીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *