લગ્ન પહેલા છોકરીને જરૂર પૂછજો આ 5 સવાલ, નહીં તો પછી આખી જિંદગી પસ્તાવું પડશે.

Uncategorized

મિત્રો, લગ્નએ ખૂબ જ પવિત્ર બંધન છે. પરંતુ ઘણીવાર લગ્ન પહેલાં છોકરા અને છોકરીને એકબીજાને જાણવાનો ખૂબ જ ઓછો સમય મળે છે. જ્યારે છોકરો અને છોકરી એકબીજાને જોવા જવાના હોય છે ત્યારે તેમના મનમાં એક સવાલ અવશ્ય ઉદ્ભવે છે કે એવું તો જઈને શું પૂછીએ કે તે તેજ સમયે પોતાના થવાવાળા જીવનસાથી વિશે બધું જ સમજી શકે. કારણ કે એક ખોટા જીવનસાથીની પસંદગી સંપૂર્ણ જીવન બર્બાદ કરી શકે છે.

ચાણક્ય નીતિ અનુસાર કોઈપણ છોકરાએ લગ્ન માટે છોકરી જોવા જાય ત્યારે સૌથી પહેલા છોકરીને એ પ્રશ્ન પૂછવો જોઈએ કે તે લગ્ન માટે તૈયાર છે કે પછી નથી? લગ્ન તેનો પોતાનો નિર્ણય છે કે પછી કોઇના દબાણમાં કરે છે? જવાબમાં તે જે કહે તેમાં તેની બોલવાની રીત અને હાવભાવથી તેના મનમાં ચાલી રહેલી સાચી ભાવનાઓ વિષે ખબર પડી શકે છે કારણ કે જીવનના આવડા મોટા નિર્ણયમાં એક છોકરીની સહર્ષ સંમતિ હોવી ખૂબ જ જરૂરી છે. કારણ કે આ સંબંધમાં જોડાયેલું બંનેમાંથી એક પણ વ્યક્તિ જો કોઇના દબાણથી લગ્ન કરી રહ્યું હોય તો આવો સંબંધ લાંબા સમય સુધી ટકી શકશે નહીં.

તો તમે લગ્ન માટે છોકરી જોવા જાવ તો બીજો પ્રશ્ન એ પૂછજો કે તે પોતાના જીવનસાથીમાં શું જોવે છે. કે પછી તેને કેવા પ્રકારનો છોકરો જોઈએ છે? તમે તેને સમજાવવા માટે એમ પણ કહી શકો છો કે તેને કોઇ સામાન્ય અને મધ્યમ વર્ગીય છોકરો પસંદ છે કે પછી તેને કોઈ સુંદર અને અમીર છોકરો જોઈએ છે? આમ પૂછવાથી તમને છોકરીના મનમાં રહેલા જીવનસાથીની અપેક્ષા શું છે તે ખબર પડી જશે. જો તમે તેની અપેક્ષા પ્રમાણે બરાબર હોય તો લગ્ન માટે હા પાડી દેવી જોઈએ. ચાણક્યે કહ્યું હતું કે તમારે એ પણ જાણવું જરૂરી છે કે તે છોકરી શાકાહારી છે કે માંસાહારી? જો તે માંસાહારી હોય તો લગ્ન પછી તે તમારા કુટુંબમાં રહેવા માટે શાકાહારી બની શકશે કે નહીં તે પણ જાણવું ખૂબ જ જરૂરી છે?

આચાર્ય ચાણક્ય નીતિ અનુસાર એક સુખી દાંપત્ય જીવન માટે છોકરીની પસંદ અને નાપસંદ જાણવી ખૂબ જ જરૂરી છે. તેને ખાવામાં શું પસંદ છે? કેવા પ્રકારના કપડાં પહેરવા પસંદ છે? તેને શાંત જીવન પસંદ છે કે રોમાન્સ થી ભરેલું જીવન પસંદ છે? કારણ કે આ એવી નાની નાની વાતો છે જેનાથી એક બીજાની અનુકૂળતા વિશે ખબર પડે છે. લગ્ન પહેલા છોકરીને એ પણ પૂછી લેવું ખૂબ જ જરૂરી હોય છે કે તે જીવનમાં એક ગૃહિણી તરીકે રહેવા માગે છે કે નોકરી કરવા માંગે છે. કારણ કે લગ્ન પછી ઘણા પરિવારમા ના પ્રશ્નો ઊભા થતા હોય છે. ઘણા પરિવારમાં લોકો એવું ઇચ્છતા હોય છે કે છોકરી બધું છોડીને ગૃહિણી બનીને બસ ખાલી ઘર સંભાળે. એટલા માટે આ બધી વાતોની લગ્ન પહેલાં સ્પષ્ટ કરી લેવી ખૂબ જરૂરી હોય છે.

ચાણક્ય કહે છે કે છોકરી ને એ પણ પૂછી લેવું જોઈએ તે સંગઠિત પરિવારમાં રહેવાનું પસંદ કરે છે કે પરિવારથી અલગ. આજના ઘણા બધા પરિવારમાં આ સૌથી મોટો પ્રશ્ન છે અને જેના કારણે ઘણા બધા સંબંધોમાં વિખવાદ ઉદ્ભવેલો છે જેથી લગ્ન પહેલા છોકરીને આ પ્રશ્ન પૂછીને ચોખવટ કરી લેવી ખૂબ જ સારી છે. અને હા છોકરીને એ પણ પૂછવાનું ભૂલતા નહીં કે તે પણ તમને કઈ પુછવા માગે છે કે નહીં. ચાણક્યજીએ કોઈ પણ છોકરી સાથે વિવાહ કરવા પહેલાં એ વાત પર પણ ધ્યાન આપવાનું કહ્યું છે કે કોઈ પણ સ્ત્રીને તેના રૂપ રંગથી મૂલ્યાંકન કરવું જોઈએ નહીં.

ચાણક્ય કહે છે એ રૂપ રંગથી સફળ દાંપત્યજીવન બનતું નથી છોકરી માં રહેલા ગુણો અને સંસ્કારો થકી જ તમારું લાંબુ અને સફળ દાંપત્યજીવન શક્ય છે પછી ભલે તે છોકરી સુંદર હોય કે પછી ન હોય. જો સ્ત્રી સુંદર હોય પરંતુ તેના વિચાર અને વ્યક્તિત્વ તમારા અનુરૂપ ન હોય તો તમારું દાંપત્ય જીવન કદી પણ સુખદ નહીં બની શકે. લગ્ન પહેલા છોકરીને જોવા જાઓ ત્યારે આ કેટલીક બાબતો અવશ્ય ધ્યાનમાં રાખજો. જય શ્રી શિવ પાર્વતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *