ગુરુવારે કરો આ પાંચ કામ, પૈસા આવશે કે સાચવવા માટે જગ્યા નહીં મળે.

Astrology

ગુરુવાર એટલે કે બૃહસ્પતિનો દિવસ ભગવાન શ્રી વિષ્ણુ અને બૃહસ્પતિદેવને સાક્ષાત હોય છે. બૃહસ્પતિને નવ ગ્રહમાં સૌથી મોટો ગ્રહ માનવામાં આવે છે. સાથે જ દેવતાનાં ગુરુ પણ માનવામાં આવે છે. એવી માનતા છે કે જે વ્યક્તિ સાચા મનથી ગુરુવારે દેવતાનાં ગુરુ બૃહસ્પતિદેવની અને ભગવાન શ્રી વિષ્ણુ પુજા-પાઠ કરે છે, તે વ્યકતિની બધી મનોકામનાઓ પુરી થાય છે. મનુષ્યનાં જીવનમાં ગુરુ ગ્રહ ધન, ધંધો, ગૃહસ્થ જીવન અને શિક્ષણનાં કારક ગ્રહ હોય છે. જાણો ગુરુવારનાં દિવસે ક્યાં-ક્યાં કામ કરવાથી બૃહસ્પતિદેવ અને ભગવાન શ્રી વિષ્ણુની કૃપા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય.

૧. ગુરુવારનાં દિવસે બ્રહ્મમુહુર્તમાં સ્નાન કરવું ખુબ જ શુભ ગણવામાં આવે છે. જોડે જ સ્નાન કર્યા બાદ “ઓમ બૃહસ્પતિ નમઃ” મંત્રનો જાપ પણ કરો. બૃહસ્પતિ વારનું વ્રત રાખો અને પીળા રંગનાં કપડા પણ પહેરો. જોડે જોડે પીળી વસ્તુઓનું દાન પણ કરો. એવું માનવામાં આવે છે કે આટલું કરવાથી વ્યક્તિની બધી જ સમસ્યાઓનો અંત થઈ જાય છે.

૨. ગુરૂવારનાં દિવસે કેળાના ઝાડ પર પાણી અર્પિત કરો. શુદ્ધ ઘી નો દિવો પ્રગટાવી ગુરુનાં ૧૦૮ નામનું રટણ કરો. આ વસ્તુ કરવાથી સાચો પ્રેમ મળવાની માન્યતા છે. જો તમારે ફટાફટ લગ્ન કરવા હોય તો આ દિવસે પીળા રંગનાં કપડા પહેરી પીળી વસ્તુઓનું સેવન કરો.

૩. જો ધંધામાં નુકશાન ચાલી રહ્યું હોય તો ગુરુવારનાં દિવસે મંદિરમાં હળદરની માળા લટકાવો અને સાથે સાથે જ પોતાનાં કામ કરવાનાં સ્થળ પર પીળા રંગની વસ્તુનો વધુ ઉપયોગ કરો. જોડે જોડે જ આ દિવસે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનાં મંદિરમાં લાડુનો ભોગ પણ ચડાવો. આવું કરવાથી ધંધામાં સફરતા મળશે.

૪. આ દિવસે ગાયને લોટમાં ચણાની દાળ, ગોળ અને હળદર મિક્સ કરીને ખવડાવો. પાણીમાં ચપટી હળદર મિક્સ કરીને તેનાથી સ્નાન કરો. જોડે જોડે જ જરૂરિયાતમંદ લોકોને આ દિવસે ચણાની દાળ, કેળા, પીળા કપડા વગેરે વસ્તુઓનું દાન કરો.

૫. દર ગુરુવારે પુજા કર્યા પછી તમારા ગળા પર કે કાંડામાં હળદરનું નાનું તિલક કરો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી કુંડળીમાં ગુરુ ગ્રહ મજબુત થાય છે, જેનાથી વ્યક્તિને દરેક કામમાં સફળતા મળવાની સંભાવના વધી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *