શ્રાવણ મહિનામાં દુધ કેમ ના પીવું જોઈએ, જાણો શું છે આના પાછળનું રહ્શ્ય.

Astrology

મિત્રો શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવજીને સમર્પિત હોય છે અને આ મહિનામાં સંપુર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે ભોલેની પુજા કરવામાં આવે છે. આની સાથે જ શ્રાવણ મહિનામાં એવું માનવામાં આવે કે અમુક વસ્તુઓનું સેવન કરવાની મનાઈ હોય છે. જેમાં દુધ, દહી, રીંગણા અને શાકભાજી સામેલ છે. આ સિવાય લસણ, કાંદા અને માંસ-મદિરાનું સેવન કરવાની પણ મનાઈ હોય છે. આજે જાણી લો કે આ વસ્તુઓ ના ખાવા પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે અને શું કહે છે ધાર્મિક માન્યતાઓ.

શ્રાવણમાં દુધ દહીં પીવાની કેમ મનાઈ છે?
લોકોની વચ્ચે દુધને લઈને જુદી જુદી ધાર્મિક માન્યતાઓ પ્રચલિત છે કે શ્રાવણ મહિનામાં દુધ અને દહીં ભગવાન શિવજીનો ચડાવવામાં આવે છે. એટલા માટે એવી માન્યતા છે કે દુધ અને દહીં ખાવાથી દુર રહેવું. આ ઉપરાંત તેની પાછળ વૈજ્ઞાનિક કારણ એ છે કે શ્રાવણ મહિનામાં વરસાદ થાય છે અને આ મહિનામાં ઘાસ અને ઝાડ-છોડ પર ઘણા પ્રકારનાં કીડા-મકોડા હોય છે. આ છોડને ગાય, ભેસ ચારા તરીકે ખાય છે. આ રીતે તે કીડા ઘાસ સાથે તેના પેટમાં જાય છે અને તે તેનાં દુધમાં પણ ભળી શકે છે. આજ કારણથી દુધ પીવાની મનાઈ કરવામાં આવે છે. દુધમાંથી જ દહી અને પનીર બનતું હોય છે. એટલા માટે ડેરીની વસ્તુ ખાવાની મનાઈ કરવામાં આવે છે.

મીઠું કેમ ના ખવાય?
શ્રાવણ મહિનામાં અમુક લોકો ધાર્મિક કારણોથી મીઠાનો ત્યાગ કરે છે કે પછી મીઠાનો ઉપયોગ માત્ર એક સમયે ખાવામાં જ કરે છે. વૈજ્ઞાનિક કારણ એવું કહે છે કે આ વરસાદની ઋતુમાં આપણા શરીરમાં સોડિયમની માત્રા વધુ પ્રમાણમાં હોય છે. તેવામાં સોડિયમ યુક્ત એવું મીઠું લેવું તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે. જો તમે શ્રાવણ મહિનામાં મીઠું નથી છોડી શકતા તો સિંધાલુન મીઠાનો ઉપયોગ સારો માનવામાં આવે છે.

રીંગણા અને લીલા શાકભાજી:
ધાર્મિક માન્યતા મુજબ અમુક લોકો શ્રાવણ મહિનામાં રીંગણા અને લીલા શાકભાજી લેતા નથી. રીંગણાને ધાર્મિક માન્યતા અનુસાર અશુદ્ધ ગણવામાં આવે છે તો વિજ્ઞાન એવું કહે છે કે શ્રાવણ મહિનામાં રીંગણમાં કીડા પડી જાય છે અને લીલા શાકભાજીમાં પણ કીડા પડી જાય છે. જો તમે આ શાકભાજી ખાઓ છો તો સંભવ છે કે તમને પેટની બીમારીઓ ઉતપન્ન થવાની સંભાવનાઓ વધી જાય છે.

કાંદા, લસણ કેમ ના ખાવા જોઈએ?
ધાર્મિક માન્યતા કહે છે કે શ્રાવણ મહિનો ભગવાન શિવજીનો મહિનો હોય છે અને તેવામાં આપણે મનને અશુદ્ધ કરવા વાળી વસ્તુઓ કાંદા, લસણ ના ખાવી જોઈએ. આ વસ્તુઓ આપણને સત્કર્મોનાં માર્ગથી વિચલિત કરે છે. વળી વિજ્ઞાન એવું કહે છે કે શ્રાવણ મહિનામાં આપણું પાચનતંત્ર બહુ ઢીલું હોય છે. તેવામાં કાંદા અને લસણમાંથી બનેલા શાકભાજી વધારે ગરીસ્ઠ હોવાનાં કારણે તેને પચાવવા થોડું મુશ્કેલી ઉભી થઈ જાય છે.

માંસ-મદિરા:
આ વસ્તુઓને તામસિક વસ્તુઓની શ્રેણીમાં મુકવામાં આવે છે, જે તમારા મનને ભક્તિનાં માર્ગથી ભટકાવીને ખોટી દિશામાં લઇ જાય છે. આજ કારણે શ્રાવણ મહિનામાં માંસ અને મદિરા એટલે કે દારૂ પીવાની મનાઈ કરી છે. સાથે સાથે જ શ્રાવણ મહિનામાં લાલ મરચાની જગ્યાએ લીલા મરચા અને કાળા મરચા ખાવા માટે કહેવામાં આવે છે. માન્યતા છે કે વધારે મસાલેદાર ભોજન ખાવાથી મનમાં ખરાબ વિચારો આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *