સુરજદાદાના આ મંદિર વિશે તમે નઈ જાણતા હોવ, દર્શન માત્રથી જીવનમાં આવશે શાંતિ.

Astrology

ભારત દેશ ભક્તિમય દેશ છે. અહીંયા અલગ અલગ ભગવાનના મંદિર આવેલા છે અને તમે લોકોએ એમના દર્શન પણ કર્યા હશે. પણ તમે ક્યારેય સુરજ દાદાનું મંદિર જોયેલું છે? ગુજરાતના સુરેન્દ્રનગરમાં એક સુરજ દાદાનું મંદિર આવેલું છે. તેને લોકો નવા સુરજદેવલના નામ તરીખે ઓળખાય છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં એક સુરજ દાદાનું મંદિર આવેલું છે. ચોટીલાથી થાન આવવાનો જે રસ્તો છે તેના પર આ મંદિર આવેલું છે. ચોટીલાથી ૩૦ મિનિટના અંતરે આ મંદિર આવેલું છે. ઘણા શ્રધાળુઓ અહીં દર્શન માટે આવતા હોય છે. એક સમયે આ મંદિર અને તેની આજુબાજુનો વિસ્તાર પાંચાલભુમી તરીકે ઓળખાતો હતો. આ વિસ્તાર પર પહેલા કાઠી દરબાર શાસન કરતા હતા. અને તે લોકોના ઇષ્ટદેવ સૂર્ય નારાયણ હતા. તે લોકો સૂર્ય નારાયણની પૂજા પણ કરતા હતા. તેથી જ આ મંદિર કાઠી દરબારોનું આસ્થાનું કેન્દ્ર છે. એવું કહેવાય છે કે સૌરાષ્ટ્ર અને દુનિયાભરમાં જ્યાં પણ કાઠી દરબાર રહેતા હોય પણ જીવનમાં એક વાર જરૂરીથી આ નવા સુરજદેવળ અને જુના સૂરજદેવળ મંદિરના દર્શન કરવા જરૂરથી આવે છે.

આ મંદિર અને તેની આસપાસની જગ્યા શાંત અને રમણીય છે. જે લોકો અહીં આવે છે અને દર્શન કરે છે તો તેમને અલગ પ્રકારની શાંતિનો અનુભવ થાય છે. ભલે આ મંદિરનું નિર્માણ કાઠી દરબારોએ કરાવેલું હોય પરંતુ દરેક સમાજના લોકો અહીં દર્શન કરવા આવે છે. મંદિરમાં આવતા ભાવિક ભક્તો માટે ચા પાણી અને જમવાની સગવડ આ મંદિર દ્વારા કરવામાં આવેલી છે. જો તમે ક્યારેય નવા સૂરજદેવળના મંદિરના દર્શન ના કર્યા હોય તો જરૂરથી આ મંદિરના દર્શન કરવા જજો. પ્રભુના દર્શન માત્રથી તમારા જીવનમાં રહેલા દુઃખદર્દ દૂર થાય છે અને જીવનમાં સુખ શાંતિ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *