શનિદેવના આ મંદિરે તમારા પગરખાં મૂકી આવો પછી જુવો કેવી રીતે જીવન બદલાય છે.

Astrology

ભારત દેશમાં ઘણા બધા શનિદેવના મંદિર આવેલા છે. શનિદેવ ગરુડ ઉપર બિરાજમાન હોય છે જયારે એવું એક મંદિર છે જેમાં શનિદેવ હાથી ઉપર બિરાજમાન છે. આ મંદિરમાં દર્શન કરવા આવતા લોકોના દરેક દુઃખ દર્દ દૂર થાય છે. તમે લોકોને ખબર હશે કે શનિદેવના મંદિરમાં સ્ત્રીઓને દર્શન કરવાની મનાઈ હોય છે. પરંતુ આ મંદિર એવું છે જ્યાં સ્ત્રીઓ દર્શન કરી શકે છે. ભારતભરમાં આ એવું મંદિર છે જ્યાં શનિદેવ સહ પરિવાર સાથે બિરાજમાન છે.

જામનગર જિલ્લામાં ભાણવડ તાલુકાના હાથલા ગામે શનિદેવનું એવું મંદિર છે. જેના દર્શનમાત્રથી જીવનમાં દરેક દુઃખ દર્દ દૂર થઇ જાય છે. શનિદેવને તેલ, માલા અને શ્રીફળ ચડાવવામાં આવે છે. આ શનિદેવનું મંદિર બહુ જ ઐતિહાસિક છે. જમીન અને પૃથ્વી ઉપર શનિદેવની સવારી પાડા ઉપર હોતી હોય છે પણ જો કોઈ મંદિરમાં શનિદેવ હાથી ઉપર બિરાજમાન હોય તો તેના દર્શન કરવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે. શનિદેવને ન્યાયના દેવતા તરીકે પણ ઓળખવામાં આવે છે. પુરાતત્વ ખાતે આ મંદિરને પનોતી દેવી તરીકે ઓળખાય છે. જે લોકોના જીવનમાં પનોતી હોય તેવા લોકો અહીં દર્શન કરી પોતાના પગરખાં અહીં મૂકીને જાય છે. માન્યતા અનુસાર પગરખાંને પનોતી તરીકે ઓળખાય છે તેથી પગરખાં મૂકીને જાય છે.

આ મંદિરમાં આવેલું શનિકુંડનું પણ મહત્વ છે. વરસો પહેલા જયારે પાંડવ શનિદેવના ચક્કરમાં ફસાયેલા હતા ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને જણાવ્યું હતું કે હાથલા ગામે આવેલ શનિકુંડમાં સ્નાન કરવાથી શનિના તમામ અનિસ્ટો દૂર થશે. આ મંદિરમાં મહિલાઓને પણ કોઈ પણ વિઘ્ન વગર દર્શન અને પૂજા કરવા દેવામાં આવે છે. આપણે લોકો જાણતા હોય એ છીએ શનિદેવનો પ્રકોપ હોય તો હનુમાનજીના જાપ કરવાથી શનિદેવ શાંત થઇ જાય છે.

બજરંગબલીની પૂજા કરવાથી સૂર્ય અને મંગલ સાથે શનિની શત્રુતાના કષ્ટ દૂર થાય છે. આવું થવા પાછળનું કારણ વરસો પેહલા જયારે હનુમાનજી શ્રીરામના કાર્ય કરવામાં વ્યસ્ત હતા ત્યારે શનિદેવ ત્યાંથી પસાર થાય છે અને હનુમાનજી જોડે મજાક કરે છે. હનુમાનજીએ તેમને રોકવાનો બહુ જ પ્રયાસ કર્યો પણ તે માન્યા નહિ. ત્યારે હનુમાનજીને ગુસ્સો આવ્યો અને શનિદેવને પોતાની પૂંછડીથી બાંધી દીધા. કામમાં વ્યસ્ત હનુમાનજી આમથી તેમ કુદકા મારતા હતા તેથી શનિદેવને ઇજા થઇ શનિદેવે છૂટવાના ઘણા પ્રયાસ કર્યા પણ હનુમાનજીની કેદ માંથી છૂટી ના શક્યા. કામ પત્યા પછી તેમનું ધ્યાન શનિદેવ ઉપર પડ્યું અને શનિદેવને આઝાદ કર્યા. શનિદેવે તેમની માફી માંગી અને કહ્યું તે આજ પછી ક્યારેય હનુમાનજીના કામમાં બાધા નહિ નાખે. હનુમાનજીના દરેક ભક્તને શનિદેવના આશીર્વાદ મળશે. શનિદેવે પોતાના ઘા માટે સરસોંનું તેલ માંગ્યું ત્યારથી શનિદેવને સરસોંનું તેલ ચડાવામાં આવે છે. જો તમે આ મંદિર ના દર્શન ના કર્યા હોય તો જરૂર થી આ મંદિર ના દર્શન કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *