આ 5 લક્ષણ દ્વારા જાણી શકાય છે કે તમારી આત્મા કેટલીવાર જન્મ લઈ ચૂકી છે.

Astrology

મિત્રો, ઘણીવાર તમારી સાથે એવી કેટલીય ઘટનાઓ બને છે અને તમારી કેટલીક એવી આદતો હોય છે જેનો તમારા સામાન્ય જીવન સાથે કોઈ સંબંધ હોતો નથી. કદાચ તમને વિશ્વાસ ન આવે પરંતુ આ બાબતો તમારા પૂર્વજન્મ સાથે સંબંધ ધરાવી શકે છે. આજે આપણે એવા પાંચ લક્ષણો વિષે જાણીશું જેના દ્વારા આપણે જાણી શકીશું કે આપણી આત્મા પહેલા જન્મ લઈ ચૂકી છે કે નહીં. જો તમને કોઈ વાતથી વધારે ડર લાગતો હોય પરંતુ તેનો તમારા વર્તમાન જીવન સાથે કોઇ સંબંધ ન હોય જેમકે તમે ઊંચાઈ, પાણી,આગ થી ડરો છો પરંતુ તમારા વર્તમાન જીવનમાં એવી કોઈ ઘટના બની જ નથી જેનાથી તમને આ વસ્તુઓથી ડર લાગે. આ બાબત તમારી કોઈ પૂર્વ જન્મની ઘટના સાથે સંબંધ ધરાવી શકે છે.

બીજું લક્ષણ છે એક જ પ્રકારનું સપનું વારંવાર આવવું. જો તમને એક જ સપનું વારંવાર આવતુ હોય તો તેનો સંબંધ પૂર્વ જન્મ સાથે હોઈ શકે છે. આવા સપનામાં દેખાતા લોકોને તમે ઓળખતા હોય એવું લાગે છે પરંતુ તમને યાદ આવતું નથી કે તમે તેમને ક્યાં જોયા છે. પરંતુ તમને એવું લાગે છે કે તમે તેમને ક્યાંક તો જોયા જ છે. આ લોકો તમારા પૂર્વ જન્મ સાથે જોડાયેલા હોઈ શકે છે. બની શકે છે કે તે લોકો તમારા સબંધી કે કોઈ પાડોશી કે પછી કોઈ મિત્ર હોય જેના કારણે તેઓ તમારા સપનામાં આવતા હોય છે જે તમારા પૂર્વ જન્મનો સંકેત છે.

ત્રીજું લક્ષણ છે કે પહેલી મુલાકાતમાં જ કોઈ પોતાનું લાગવું. ઘણીવાર એવું બને છે કે આપણે કોઈને પહેલીવાર જ મળીએ છીએ પરંતુ આપણને એવું લાગે છે કે આપણે તે વ્યક્તિને ખૂબ જ પહેલેથી જ જાણીએ છીએ. એક અજીબ પોતાનાપણું એ વ્યક્તિ પ્રત્યે મહેસૂસ થાય છે. ત્યારે મનમાં એવું થાય છે કે કેમ કોઈ અજનબી પ્રત્યે મનમાં આટલી લાગણી ઉદભવે છે. વાસ્તવમાં આવું એટલા માટે બને છે કારણ કે પૂર્વ જન્મમાં આપણે તે વ્યક્તિ સાથે કોઈ સારા સંબંધમાં રહ્યા હોય.

ચોથુ લક્ષણ એ છે કે કોઈ વસ્તુ પ્રત્યે ખાસ લગાવ કે જોડાણ હોય જેમ કે અનાથ બાળકો ,ભિખારીઓ, વૃદ્ધ લોકો પ્રત્યે ખાસ ભાવના જોડાયેલી હોય છે. તમારા ના ઇચ્છવા છતાં તે લોકો પ્રત્યે તમારા દિલમાં અપાર દયા અને લાગણી ઉદભવે છે. આ લક્ષણ સૂચવે છે કે તમે પૂર્વજન્મમાં આવી કોઈ પરિસ્થિતિ સાથે જોડાયેલા હોઈ શકો છો. પૂર્વજન્મમાં આવી પરિસ્થિતિઓનો તમે સામનો કરી ચૂક્યા હોવ છો. પાંચમું લક્ષણ પૂર્વાભાસ છે. ઘણા લોકોને કંઈક ખરાબ થવાના પહેલાં જ તેને ખબર પડી જતી હોય છે અને ખરાબ ઘટના બન્યા પહેલા તેનો આભાસ થઈ જતો હોય છે. એટલા માટે તે લોકો અનહોની થવાના ભયથી ડરતા હોય છે.

તમે આ પૂર્વાભાસ ને વહેમ પણ નથી કહી શકતા કારણ કે તમને જે આભાસ થાય છે તે હંમેશા સાચો પડતો હોય છે. તમે સાંભળ્યું હશે કે ઉંમરની સાથે પરિપક્વતા આવે છે. આપણા શરીરમાં રહેલી આત્મા જે પહેલા ઘણીવાર જન્મ લઈ ચૂકી હોય છે. જે પોતાના અનુભવના આધારે વર્તમાનમાં બનવા વારી ઘટનાઓની સાથે ભવિષ્યમાં થવાવાળી ઘટનાઓ ને પણ ઓળખી લે છે. તમારી સાથે પણ આવો કોઈ અનુભવ થયો હોય તો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *