શાસ્ત્રોમાં લખ્યું છે, જે સ્ત્રી આ દિવસે માથામાં તેલ લગાવે છે તેનું ભાગ્ય ખીલી ઉઠશે.

Astrology

મિત્રો, સૌભાગ્યશાળી સ્ત્રીઓને અઠવાડિયામાં અમુક દિવસે તેલ લગાવવું નુકસાનકારક માનવામાં આવે છે. જેવી રીતે વાળ ધોવાનો પણ એક નિયમ છે જેમ કે ગુરુવાર અને શનિવારના દિવસે આપણે વાળ ધોતા નથી તેવી જ રીતે અઠવાડિયાના અમુક દિવસે માથામાં તેલ લગાવવા થી શુભ પરિણામ મળે છે અને અમુક દિવસે તેનાં દુષ્પરિણામ મળે છે. આ બાબતે નારદસંહિતા આ ગ્રંથમાં સચોટ માહિતી આપેલી છે.

જે વ્યક્તિ રવિવારના દિવસે તેલ લગાવે છે તેની પાસે કલેશ આવે છે. સોમવારના દિવસે જો તેલ લગાવવામાં આવે તો તે વ્યક્તિના જીવનમાં પ્રગતિ લાવે છે. એટલા માટે નારદ સંહિતા પણ કહેવામાં આવ્યું છે કે સોમવારના દિવસે માણસે માથામાં તેલની માલિશ કરવી જોઈએ. મંગળવારના દિવસે તેલ લગાવવા વાળા વ્યક્તિના જીવનમાં વ્યાધિ આવે છે અને રોગ આવે છે. બુધવારના દિવસે તેલ લગાવવા વાળી વ્યક્તિના જીવનનું સૌભાગ્ય ખીલી ઊઠે છે અને જીવન ખુશીઓથી ભરાઈ જાય છે.

ગુરુવારના દિવસે તેલની માલિશ કરવા વાળા વ્યક્તિને ધનની હાનિ થાય છે. આવા વ્યક્તિ પાસે રૂપિયા પૈસા ટકતા નથી. આ દિવસે માથામાં તેલ લગાવવા વાળી વ્યક્તિથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. તેવી જ રીતે શુક્રવારે પણ જે વ્યક્તિ તેલ લગાવી છે તે વ્યક્તિને પૈસાની હાની થઈ શકે છે. તેથી શુક્રવારે પણ તેલ લગાવવું શુભ માનવામાં નથી આવતું. શનિવારના દિવસે તેલ લગાવવાથી સર્વ સમૃદ્ધિ મળે છે. એટલે કે જીવનમાં સમૃદ્ધિ આવે છે અને ખુશાલી આવે છે. શનિવારના દિવસે તો સરસવનું તેલ લગાવવામાં આવે તો તે અત્યંત શુભ માનવામાં આવે છે. સરસવનું તેલ વાળમાં ન લગાવો તો શરીરના કોઈપણ અંગ પર તેની માલિશ કરી શકાય છે અને તેનાથી શનિ દોષ દૂર થાય છે.

મહિના માં એકમની તિથિ, છઠ તેમજ અષ્ટમીના દિવસે તેલ લગાવવું જોઇએ નહીં તેનાથી પરિવારમાં કલેશ વધી શકે છે. તેવી જ રીતે એકાદશી અમાવસ્યા અને પૂનમના દિવસે પણ માથામાં તેલ ન લગાવવું જોઈએ. ખાસ કરીને પૂર્ણિમા અને અમાસના દિવસે પણ ન લગાવવું જોઈએ કે વાળ પણ ન હોવા જોઈએ. જો કોઈ વ્યક્તિ સરદર્દની સમસ્યા હોય અને તેના માટે તે તેલનો ઉપયોગ કરતા હોય તો આવો વ્યક્તિ કોઈ પણ દિવસે તેલ લગાવી શકે છે કારણ કે દવા માટે વાપરવામાં આવેલી કોઇપણ વસ્તુ પર કોઈ બાધા હોતી નથી. પ્રેમપૂર્વક તથા સંપૂર્ણ શ્રદ્ધા પૂર્વક એકવાર જરૂર બોલજો મિત્રો,” જય મા લક્ષ્મી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *