ઘરની દીવાલો પર લગાવેલા આ 3 રંગ ઘરનો નાશ કરી દે છે.

Astrology

મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર રંગોનું મનુષ્યના જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે. રંગો વડે ઘરમાં સકારાત્મક અને નકારાત્મક ઉર્જાઓનું સંચાર થાય છે. ઘરમાં જ્યારે પણ રંગ કરાવો ત્યારે વાસ્તુશાસ્ત્ર મુજબ રંગના નિયમોને જાણી લેવા ખૂબ જ આવશ્યક છે. વાસ્તુશાસ્ત્ર મુજબ જો દિવાલ ઉપર રંગ લગાવવામાં આવે તો તેના તમને શુભ પરિણામ અવશ્ય મળશે. આપણા શાસ્ત્રો અનુસાર અલગ અલગ પ્રકારના રંગો આપણા મન ઉપર અલગ અલગ અસર કરે છે. જેમકે ભડકીલા રંગો ના કારણે ધીમે ધીમે આપણો સ્વભાવ ઉગ્ર અને ક્રોધી બની જાય છે. કેટલાક ફિકા અંગોથી આપણું ઘર શોક અને દુઃખોથી ભરેલું લાગે છે. રંગો આપણા મન,વિચાર અને ગ્રહો પર ઊંડી અસર કરે છે.

ઘરમાં ઉત્તર પશ્ચિમ દિશામાં સૌથી મોટો રૂમ હોવો જોઈએ જેને આપણે બેડરૂમ પણ કહીએ છીએ. આ રૂમમાં હંમેશા માટી થી જોડાયેલા રંગ વાપરવા જોઈએ. જેમ કે હળવો લાલ, ઘઉ વર્ણ, ભૂરો. આવા રંગો ઘરમાં સુખ સમૃદ્ધિ લાવશે. યાદ રાખો આ રૂમમાં કદી પણ નીલો, પીળો કે આંખોમાં ખૂંચે એવો રંગ કદી પણ ન લગાવવો જોઈએ. આવા રંગો તમારા મનને વિચલિત કરી દેશે અને પતિ-પત્ની વચ્ચે વાદવિવાદનું કારણ બને છે. બાળકોના રૂમમાં એવો રંગ લગાવવો જોઈએ જે બાળકોને યાદશક્તિમાં વધારો કરે અને બાળકોના મનને હંમેશા શાંત રાખે. બાળકોના રૂમમાં હળવો પીળો કે હળવો જાંબલી કે પછી હળવો વાદળી રંગ લગાવવો જોઈએ.

જો તમારો ઘરનો મુખ્ય દરવાજો દક્ષિણ દિશામાં હોય તો તમારે ઘરની સુખ સમૃદ્ધિ માટે ઘરની બહારની દીવાલો પર વાદળી રંગ લગાવવો જોઈએ. આ રંગ સુખ સમૃદ્ધિનું પ્રતીક છે. તેના સિવાય ઘરની બહારની દીવાલો પર સફેદ, પીળો કે જાંબલી રંગ પણ લગાવી શકો છો. બહારની દીવાલો માટે આ રંગ અત્યંત શુભ માનવામાં આવે છે. ઘરની અંદરની છત પર હંમેશા સફેદ રંગ રાખવો જોઈએ કારણ કે સફેદ રંગ શાંતિનું પ્રતીક હોય છે. જ્યારે પણ આપણે ઊંઘીએ છીએ ત્યારે આપણી નજર ઘરની છત પર હોય છે. જેથી સફેદ રંગ આપણને હંમેશા શાંતિ પ્રદાન કરશે. ઘરની અંદરની છતમાં લાલ રંગનો પ્રયોગ ભૂલથી પણ ન કરવો જોઈએ. રસોડામાં હંમેશા ફિક્કા રંગનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે રસોડાનું વાતાવરણ હંમેશા ઉગ્ર રહે છે. રસોડામાં આપણે આપણું મન શાંત અને સૌમ્ય રાખવા માટે રસોડામાં એવા રંગ લગાવવા જોઈએ જે ફિક્કા હોય. ઘરની દીવાલો પર જ્યારે પણ રંગ કરાવો ત્યારે આ કેટલીક બાબતો અવશ્ય ધ્યાન રાખવી જોઈએ. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *