મનમાં આવતા ખોટા વિચારોથી બચવા મારી આ વાત અવશ્ય યાદ રાખજો

Astrology

ભગવદ ગીતામાં પણ મનુષ્યના મનને હેરાન કરતી તમામ સમસ્યાઓનો ઉકેલ મળે છે. શ્રી કૃષ્ણએ ચીંધેલા માર્ગ પર ચાલવાથી કોઈ પણ મનુષ્ય કોઈ પણ જાતની ચિંતા વગરનું સુખમય જીવન જીવી શકે છે. ભગવાનના આ ઉપદેશોને આપણે આપણા જીવનમાં ઉતારવાની જરૂર છે. ઘણા મનુષ્યના મનમાં વ્યર્થ વિચારો આવ્યા કરતા હોય છે. પરંતુ મનુષ્ય આ વ્યર્થ વિચારોથી થતા નુકસાનથી અજાણ હોય છે.

ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે જ્યારે પણ મનમાં ખરાબ વિચારો આવે ત્યારે મારી આ વાત અવશ્ય યાદ રાખજો. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે તમે યાત્રા કરો છો ત્યારે રસ્તામાં તમે ખેતરો જોયા હશે કે પછી કોઈના કોઈ જમીનનો ટુકડો અવશ્ય જોયો હશે. કેટલીક જગ્યા એવી હશે જ્યાં વૃક્ષો હશે. માળી ખૂબ જ પ્રેમથી આ વૃક્ષોને વાવે છે, તેમનું સિંચન કરે છે. અને કેટલીક જગ્યાઓ એવી પણ હોય છે કોઈપણ માળી વગર નકામું ઘાસ ઉગી નીકળે છે. મારી દ્વારા ઉગાવેલા વૃક્ષ આપણને ઠંડી છાયા આપે છે, આપણને ફળ આપે છે. બળતણ માટે લાકડું આપે છે અને પરિશ્રમ કર્યા વગર મળેલું ઘાસ જમીનને બંજર બનાવી દે છે.

આપણું મન પણ જમીન જેવું હોય છે. જો આપણે આપણા પરિશ્રમથી મનમાં સૂવિચારો રુપી બીજ વાવીશું તો ફળદાયક વિચારો ઉપજશે. અને જો મનને ખાલી છોડી દઈશું નકામા ઘાસના જેમ ઉપયોગ વગરના વિચારો તમારા મનને તેનું ઘર બનાવી લેશે. તમારા મનને મેલુ કરી દેશે. તેને બંજર કરી દેશે. ભગવાન કહે છે કે હવે નિર્ણય તમારે લેવાનો છે કે તમારે સુવિચાર આપવા વાળું મન જોઈએ કે બરબાદ કરવા વાળું મન જોઈએ છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *