ઘરના મંદિરમાં રાખેલું એક લોટો જળ તમારું ભાગ્ય બદલી દેશે, આ રીતે કરો ઉપાય.

Astrology

મિત્રો, આપણા ઘરમાં બે પ્રકારની શક્તિઓનો વાસ રહે છે. જ્યારે આપણા ઘરમાં સકારાત્મક શક્તિઓ હોય છે ત્યારે આપણું ઘર સુખી સમૃદ્ધ રહે છે પરંતુ જ્યારે નકારાત્મક શક્તિઓ સકારાત્મક શક્તિઓ પર હાવી થઈ જાય છે ત્યારે આપણા દરેક કામ બનતા બગડી જાય છે, વેપાર ધંધામાં નુકસાન થવા લાગે છે. બાળકો ભણવામાં પાછળ પડી જાય છે, બાળકોના લગ્નમાં વિલંબ થાય છે. જો આપણે આપણા ઘરમાંથી નકારાત્મક શક્તિઓને હટાવી દઈએ તો આપણા ઘરમાં હંમેશા સુખ અને ધન-વૈભવનો વાસ થાય છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ માટે ઘરના મંદિરમાં તાંબાના એક નાનકડા લોટામાં જળ ભરીને અવશ્ય રાખો.

પૂજા વખતે રાખેલું આ એક લોટો જળ બીજા દિવસ સવાર સુધી રાખો. બીજા દિવસે સવારે આ લોટાને ઘરના મંદિરમાંથી ઉઠાવી લો અને લોટામાં રહેલું પવિત્ર જળ તમારા આખા ઘરમાં છંટકાવ કરો. આ જળ તમારા હાથની આંગળીઓ વડે છંટકાવ કરવો નહીં. આ જળ કોઈપણ વૃક્ષના પાન વડે અથવા તો કોઈ પણ ફૂલ વડે ઘરના દરેક ખુણામાં દરેક જગ્યાએ દરરોજ છંટકાવ કરો. ત્યારબાદ વધેલા પાણીને કોઈ છોડમાં રેડી દો. આખો દિવસ ઘરના મંદિરમાં રહેવાથી લોટામાં રહેલા જળમાં ઈશ્વરીય શક્તિ આવી જાય છે.

આ જળને દરરોજ ઘરમાં છંટકાવ કરવાથી તમારા ઘરમાં રહેલી નકારાત્મક શક્તિઓના થઈ જશે. એક લોટો પાણી જ્યારે આખો દિવસ ભગવાનની સામે રહે છે અને જ્યારે બીજા દિવસે તમે તે જળને કોઈ ફૂલ કે વૃક્ષના પાન વડે તમારા આખા ઘરમાં છંટકાવ કરો છો ત્યારે તમારા ઘરમાં ઈશ્વરીય શક્તિ વાસ કરવા લાગે છે. ભગવાનની શક્તિ થી પરિપૂર્ણ આ જળ તમારી તમામ તકલીફો દૂર કરી દેશે. ઘરમાં ધન-વૈભવમાં વૃદ્ધિ થશે. ઘરમાં કોઈ પણ સભ્યને બીમારી નહિ આવે. ઘરના મંદિરમાં એક લોટો જળ રાખવાની એક આદત બનાવી લો. ત્યારબાદ જોજો તમારી દરેક મનોકામના અવશ્ય પૂરી થશે. તમારા ઘરમાં જે પણ સમસ્યા હશે તે હંમેશા માટે દૂર થઈ જશે. બે-ત્રણ દિવસમાં જ તમે તમારા ઘરમાં એક અલગ જ વાતાવરણ જોઈ શકશો. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *