વધારે ચિંતા કરવાવાળા લોકો મારી આ વાત અવશ્ય યાદ રાખજો.

Astrology

મિત્રો, ભગવાન શ્રીકૃષ્ણે હજારો વર્ષ પહેલાં આપણને ગીતા જ્ઞાન આપ્યું હતું. આ જ્ઞાન આજે પણ એટલું જ સાર્થક છે જેટલું તે હજારો વર્ષ પહેલા હતુ. ગીતામાં કરેલી દરેક વાત મનુષ્યના જીવનમાં સત્ય સાબિત થાય છે. મનુષ્યની દરેક સમસ્યાનો હલ માત્ર ગીતા ઉપદેશ જ છે. શ્રીકૃષ્ણ અનુસાર મનુષ્યનું સૌથી મોટું દુઃખ ચિંતા કરવી જ છે. જે મનુષ્ય સતત ચિંતિત રહે છે તે કદી પણ પોતાના જીવનમાં યશ અને ધનની પ્રાપ્તિ નથી કરી શકતો તથા તે સુખી પણ નથી રહી શકતો. ચિંતા હંમેશા મનુષ્યનું આયુષ્ય ઓછું કરે છે. ભગવાન શ્રીકૃષ્ણ અનુસાર મનુષ્યએ હંમેશા નિરંતર કર્મ કરતા રહેવું જોઈએ, તેને કર્મોનાં ફળની ચિંતા ન કરવી જોઈએ.

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે મનુષ્ય સૌથી વધારે ચિંતા તેના યશ અને અપયશની કરે છે. તેને પોતાના જીવનમાં માત્ર યશ પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય છે પરંતુ તેને એ ખબર નથી હોતી કે તેને જીવનમાં કેટલો યશ મળશે અને કેટલો અપયશ. તે સ્વયં વિધાતા નક્કી કરે છે. ભગવાન શ્રીરામને પણ પૃથ્વી પર જન્મ લઈને વનવાસ ભોગવવો પડ્યો હતો. એટલે મનુષ્યએ પણ સમય અનુસાર માન-અપમાન સહન કરવું પડે છે. મનુષ્ય જેટલું પુણ્ય કર્મ કરે છે તેટલું તેનું માન વધતું જાય છે. એટલા માટે મનુષ્યે કદી પણ યશ અને અપયશની ચિંતા ન કરવી જોઈએ.

શ્રીકૃષ્ણ કહે છે કે મનુષ્યની સૌથી મોટી ચિંતા તેનું દુઃખ હોય છે. જ્યારે પણ કોઈ દુઃખ આવી જાય ત્યારે મનુષ્ય ચિંતિત રહેવા લાગે છે. શ્રીકૃષ્ણ કહે છે કે મનુષ્યના જીવનમાં રહેલા દુઃખ વિધાતાની દેન હોય છે કારણ કે સમય કોઈના ઈશારાથી ચાલતો નથી. મનુષ્યને ક્યારેક સુખ મળે છે તો ક્યારેક દુઃખ મળે છે. તો દુઃખ વિષે વિચારીને મનુષ્યએ કદી પણ ચિંતિત રહેવું જોઈએ નહીં કારણકે દુઃખનો સમય થોડા સમય માટે હોય છે જેના પછી સુખની પ્રાપ્તિ પણ અવશ્ય થાય છે. ખુદ ભગવાનને પણ પૃથ્વી પર અવતાર લીધા પછી ઘણા દુઃખ ભોગવવા પડ્યા હતા. ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રીકૃષ્ણને પણ દુઃખનો સામનો કરવો પડ્યો હતો.

શ્રીકૃષ્ણ કહે છે કે મનુષ્ય સતત તેના મૃત્યુની પણ ચિંતા કરતો રહે છે. ભગવાન કહે છે કે મનુષ્ય હંમેશા એની ચિંતામાં રહે છે કે તેનું મૃત્યુ જલ્દી ન થઈ જાય. આ ચિંતા તેનું જીવન શરૂ થાય ત્યાંથી મૃત્યુ સુધી રહે છે. શ્રીકૃષ્ણના ઉપદેશ અનુસાર જીવન અને મરણ ફક્ત ભગવાનના હાથમાં હોય છે. જે સમયે આ મૃત્યુલોક પર મનુષ્યનો જન્મ થાય છે તે સમયે તેના મૃત્યુનો સમય પણ નિશ્ચિત થઈ ગયો હોય છે. મનુષ્યએ કદી પણ પોતાના મૃત્યુની ચિંતા ન કરવી જોઈએ કારણ કે જ્યારે સમય આવશે ત્યારે તેને ભગવાનના દ્વારે જવું જ પડશે.જેમ સમય આવવા પર ભીષ્મ અને દુર્યોધન નું મૃત્યુ થયું હતું તેવી રીતે સમય આવવા પર બધાનું મૃત્યુ નિશ્ચિત જ છે એટલા માટે મૃત્યુની ચિંતામાં મનુષ્યએ દુઃખી ન થવું જોઈએ.

ભગવાન શ્રીકૃષ્ણ અનુસાર મનુષ્ય પોતાના કે પોતાના પુત્ર કે પુત્રીના લગ્નની ચિંતા પણ ન કરવી જોઈએ. કારણ કે લગ્ન સાત જન્મોનું એક પવિત્ર બંધન હોય છે. વિધાતા દરેકના ભાગ્યમાં કોઈને તો અવશ્ય લખે છે. ઉચિત સમય આવવા પર આ બે આત્માઓનું મિલન અવશ્ય થાય છે. તેના વિશે મનુષ્યએ કદી પણ ચિંતા ન કરવી જોઈએ. ભગવાન શ્રીકૃષ્ણ અનુસાર મનુષ્યએ કદી પણ પોતાના વેપાર ધંધામાં નફા નુકસાનની ચિંતા ન કરવી જોઈએ કારણ કે જેના ભાગ્યમાં જે લખેલું હોય છે તેને તે અવશ્ય મળે છે. અને ભાગ્યમાં ન હોય તે પાસે આવીને પણ જતું રહે છે. એને ફક્ત પોતાના કર્મો પર જ ધ્યાન આપવું જોઈએ. ભગવાન શ્રીકૃષ્ણ અનુસાર મનુષ્યએ આવી બાબતો પર ચિંતા કરીને તેનું જીવન બરબાદ ન કરવું જોઈએ. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *