મિત્રો, મહાત્મા વિદુરજીએ તેમની નીતિમાં મૂર્ખ માણસોના લક્ષણો કહેલા છે. આજે આપણે મૂર્ખ માણસોના છ લક્ષણો વિશે જાણીશું. આ લક્ષણો જેનામાં હોય તેની પત્ની પણ તેને છોડીને ભાગી જાય છે. આવા વ્યક્તિનું સન્માન તેના સંતાનો અને માતા-પિતા પણ નથી કરતા. તમારા અંદર પણ જો આવો કોઈ દુર્ગુણ હોય તો જેમ બને એમ ઝડપી તેનો ત્યાગ કરી દેવો જોઈએ ત્યારે જ તમે જીવનમાં આગળ વધી શકશો. વિદુરજી અનુસાર શત્રુઓ સાથે રહેવા વાળો વ્યક્તિ મૂર્ખ હોય છે અથવા જે લોકો તેનો તિરસ્કાર કરતા હોય છતાં તેમની સાથે રહેવા વાળો વ્યક્તિ મૂર્ખ કહેવાય છે. જે લોકો હંમેશા તેને ઠુકરાવતા હોય છતાં મૂર્ખ પુરુષ આવા લોકો પાસે વારંવાર ચાલ્યો જાય છે. પત્ની જો તિરસ્કાર કરતી હોય છતા પણ તેની પાછળ પાછળ ફરવા વાળા પુરુષનો ત્યાગ તેની પત્ની એકના એક દિવસે અવશ્ય કરી દેશે.
એક મૂર્ખ વ્યક્તિમાં બીજો એક ગુણ હોય છે કે તે તેના શુભ ચિંતકોને જ દુઃખ આપે છે. મૂર્ખ વ્યક્તિ જે તેના સારા માટે વિચારે છે, હંમેશા તેના ભલા માટે સલાહ આપે છે આવા લોકોથી જ મૂર્ખ વ્યક્તિ ગુણા કરે છે અને તેમને ઠુકરાવે છે અને દુશ્મનોને જઈને ગળે મળે છે. આવા વ્યક્તિને પણ તેની પત્ની છોડી દે છે. મુખ્ય વ્યક્તિ હંમેશા અનાવશ્યક કામ કરવામાં પોતાનો સમય બરબાદ કરે છે. જે કામ કરવાથી તેને કોઈ ફળ નથી મળતું. જે કામ કોઈનું સારું ન કરી શકે એવા કામ કરવા મૂર્ખ વ્યક્તિ હંમેશા તૈયાર હોય છે પરંતુ સારા કામમાં કોઈ બહાનું બનાવીને કારણ વગર બેસી રહે છે.
એક મુખ્ય વ્યક્તિ હંમેશા બીજાને શંકાની નજરથી જુએ છે ભલે તેના મિત્રો હોય કે પત્ની કે પછી પરિવારના સભ્યો જ કેમ ન હોય તે બધા પર શંકા કરે છે. આવા દુર્ગુણોના લીધે તે એકલો જ રહી જાય છે. આવા પુરુષની પત્ની પણ તેના શંકાના ત્રાસથી તેને છોડીને ભાગી જાય છે. મૂર્ખ વ્યક્તિ મહત્વપૂર્ણ કામ કરવામાં પણ સમય સાચવી શકતો નથી એટલે કે જ્યારે કોઈ કામ સમયસર પૂરું કરવાનું હોય છે ત્યારે આવો વ્યક્તિ આળસ કરીને બેસી રહે છે. અને પછી જ્યારે સમય હાથમાંથી નીકળી જાય ત્યારે રોવા બેસે છે.
મૂર્ખ વ્યક્તિ જ્યારે પણ બીજાના ઘરમાં જાય ત્યારે ઘરનાં માલિકની આજ્ઞા લીધા વગર જ ઘરમાં ઘૂસી જાય છે અથવા પૂછ્યા વગર બીજા લોકોની ચીજવસ્તુઓનો ઉપયોગ કરવા લાગે છે. મૂર્ખ વ્યક્તિમાં એ દુર્ગુણ હોય છે કે તે માગ્યા વગર જ લોકોને સલાહ આપવા લાગે છે અથવા પોતાની વાતો બીજા લોકો પર થોપવા લાગે છે. સામે વાળો વ્યક્તિ માને કે ન માને તે પોતાની વાતો મનાવવા માટે તેને મજબૂર કરે છે. આ મૂર્ખતા નથી તો શું છે? આવા પુરુષની પત્ની પણ તેને એકના એક દિવસે છોડીને અવશ્ય ચાલી જાય છે. મહાત્મા વિદુર અનુસાર આ કેટલાક મૂર્ખોના લક્ષણો છે જે એક બુદ્ધિમાન પુરુષમાં કદી પણ હોતા નથી. જય શ્રી કૃષ્ણ